Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ગોપથ બ્રાહ્મણમાં સ્વયંભૂ કાશ્યપનું વર્ણન મળે છે જે ઋષભદેવ છે. ભાગવતમાં અને વિષ્ણુ પુરાણમાં ઋષભદેવને વિષ્ણુનો અવતાર બતાવ્યો છે. વિષ્ણુ શબ્દમાં વિષનો અર્થ-પ્રવેશ કરવો અને અશ્નો અર્થ-વ્યાપ્ત કરવું. એ પ્રમાણે છે. વિષ્ણુ પુરાણમાં પણ વિષ ધાતુનો અર્થ પ્રવેશ કરવો છે, સંપૂર્ણ વિશ્વ એ પરમાત્મામાં વ્યાપ્ત છે. ઋગ્વેદમાં વિષ્ણુને સૌર દેવતા કહ્યા છે. અને એ સૂર્યના રૂપમાં છે. વેદો અને પુરાણો બધા ગ્રંથોમા ઋષભદેવ અને સૂર્યની સમાનતાનો ઉલ્લેખ મળે છે. અર્હત્ ૠષભદેવે લોક અને પરલોકના આદર્શ બતાવ્યા. ગૃહસ્થધર્મ અને મુનિધર્મ બંનેનું સ્વયં આચરણ કરી રાજ્યવસ્થામાં વિશ્વને સર્વ કલાઓમાં પ્રશિક્ષણ આપ્યું. ત્યાર બાદ પુત્રોને રાજ્યભાર સોપી અધ્યાત્મકલા દ્વારા સ્વ-પર કલ્યાણના માટે પ્રવજ્યા ગ્રહણ કરી અર્હત્ બન્યા. એટલે જ ભાગવતમાં એમને વિષ્ણુ કહ્યા. વધારે માહિતી શ્રીઅષ્ટાપદ તીર્થ ગ્રંથમાંથી મળી રહેશે.
પર્વ-૨ અજિતનાથજીનું ચરિત્ર
૧૮
સર્ગ પહેલો પાના નં: ૨૦૬ થી ૨૧૮ (પહેલા ભવનું વર્ણન)
પ્રથમ ભવઃ- જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં જ્યાં પ્રાયે દુઃષમાસુષમા નામે ચોથો આરો નિરંતર પ્રવર્તે છે તે ક્ષેત્રમાં સીતા નામે મહાનદીના દક્ષિણ તટ ઉપર વત્સ નામે વિજય છે. વિજય(દેશ)માં સુસીમા નગરી હતી. ત્યાં વિમલવાહન રાજા રાજ્ય કરતો હતો. અરિદમન નામના સૂરિ મહારાજાની દેશના સાંભળી તેમને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. પુત્રને રાજ્ય ગાદી સોંપી દીક્ષા લે છે. સંચમમાં મન સ્થિર કરી પરિષહને સહન કરતા તેમજ સિધ્ધ, ગુરુ, બહુશ્રુત, સ્થવિર, તપસ્વી, શ્રુતજ્ઞાની અને સંઘની ભક્તિ કરતા તીર્થંકર નામકર્મ-ઉપાર્જન કર્યું. કર્મનિર્જરા કરવા તેમણે માસોપવાસથી આરંભીને અષ્ટમાસોપવાસ સુધીનો તપ કર્યો. શુભધ્યાનમાં દેહનો ત્યાગ કરે છે.
બીજો ભવઃ- વિજય નામના અનુત્તર વિમાનમાં ૩૩ સાગરોપમનું આયુષ્યવાળા દેવ
થયા.
ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વિનિતા નામે નગરી છે. તેમાં ઇક્ષ્વાકુ વંશનો જિતશત્રુ નામે રાજા હતો. તેને વિજયા નામે રાણી હતી. વિમલવાહન રાજાનો જીવ દેવલોકમાંથી આવીને વૈશાખ માસની શુક્લ ત્રયોદશીએ ચંદ્રના યોગમાં, રોહિણી નક્ષત્રમાં વિજયા દેવીની કુક્ષીમાં અવતર્યો. તીર્થંકરની માતા હોવાથી તેમણે ગર્ભકાળ દરમ્યાન ૧૪ સ્વપ્ન જોયા. નવમાસ અને સાડા આઠ દિવસ વ્યતીત થયે મહા સુદ અષ્ટમીએ રોહિણી નક્ષત્રમાં વિજયા માતાએ હાથીના લંછનવાળા તીર્થંકરને જન્મ
249