Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
૧૪.શ્રી અનંતનાથ ચરિત્ર સર્ગ-૪થો પહેલો ભવઃ- ધાતકીખંડ દ્વીપમાં પ્રાષ્યિદેહ ક્ષેત્રના ઐરાવત નામના વિજયમાં અરિષ્ટા નામે નગરી છે. તેમાં પારથ નામે રાજા રાજ્ય કરે છે. આ વિવેકી રાજા ચિત્તરક્ષ નામના ગુરૂની પાસે દીક્ષા લે છે. અને તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. બીજો ભવ:- પ્રાણત દેવલોકમાં પુષ્પોત્તર વિમાનમાં દેવતા થયા. ત્રીજો ભવઃ- જંબુદ્વીપના દક્ષિણ ભારતમાં અયોધ્યા નગરી છે. તેમાં સિંહસેન નામે રાજા રાજ્ય કરતો હતો. તેને સુયશા નામે એક રાણી હતી. પદ્મરથ રાજાનો જીવ તેમના પુત્ર તરીકે જન્મ લે છે. પ્રભુ જ્યારે ગર્ભમાં હતા તે વખતે તેમના પિતા સિંહસેને અનંતબલને જીત્યું હતું. તેથી તે પ્રભુનું નામ અનંતજિત્ એવું રાખ્યું. અનુક્રમે પ્રભુ મોટા થતા તેમના પિતાની આજ્ઞાથી પાણિગ્રહણ સ્વીકાર્યો અને રાજ્યકારભાર સંભાળ્યો. સમય જતાં લોંકાંતિક દેવોએ વિનંતી કરી ત્યારે વૈરાગ્ય વાસિત પ્રભુ વાર્ષિક દાન દઈ દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષાના બીજા દિવસે વર્ધમાન નગરના વિજય રાજાના ઘરે પરમ અન્નથી પારણું કર્યું. ત્રણ વર્ષ સુધી છદ્મસ્થ અવસ્થામાં રહ્યા પછી પ્રભુ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. નિર્વાણ સમય નજીક જાણી ૧૦૦૦ મુનિઓની સાથે પ્રભુ અનશન સ્વીકારી ત્રીસ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી નિર્વાણ પામે છે.
વિમલનાથના નિર્વાણની નવ સાગરોપમ અતિક્રમણ થયા પછી અનંતસ્વામીનું નિર્વાણ થયું. ચૈત્ર વદ તેરસ, રેવતી નક્ષત્ર, મીન રાશિ
મે
ચં ૧૨ - સૂ ૧ બુ
૧૦ કે x શ ૭
279