Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ત્રીજા સંભવનાથ ભગવાન સર્ગ-પહેલો
પર્વ-ત્રીજું
ભવ પહેલો પ્રથમ સર્ગ:- ધાતકીખંડના ઐરાવતક્ષેત્રમાં ક્ષેમપરા નામે પ્રખ્યાત નગરી છે. ત્યાં વિપુલવાહન રાજા રાજ્ય કરે છે. ધર્મનિષ્ઠ એવા રાજાએ પોતાના પુત્ર વિમલકીર્તિને રાજ્ય સોંપી સ્વયંપ્રભ નામના સૂરિ પાસે દીક્ષા લે છે. વિશસ્થાનક તપની આરાધના વડે તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે. તેમજ પરિષદને સહી આયુષ્યને ખપાવે છે. બીજો ભવઃ- આનત નામના નવમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે. ત્રીજો ભવ:- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં શ્રાવસ્તી નામે નગરી છે. ત્યાં જિતારી રાજા રાજ્ય કરે છે. તેમને સેનાદેવી નામે પટ્ટરાણી હતી. વિમલવાહન રાજાનો જીવ નવમા દેવલોકમાંથી ચવીને ફાલ્યુન માસની શુક્લ અમીને દિવસે મૃગશિર નક્ષત્રમાં ચંદ્રના યોગે સેનાદેવીની કુક્ષીમાં અવતર્યો. પ્રભુની માતાએ ગર્ભકાળ દરમ્યાન ૧૪ સ્વપ્ન જોયા.
નવમાસ અને સાડાસાત દિવસ થયા ત્યારે માગશર માસની શુક્લ ચતુર્દશીએ મૃગશિર નક્ષત્રમાં ચંદ્રના યોગે પ્રભુનો જન્મ થયો. પ્રભુ જન્મથી જ ત્રણ જ્ઞાનના ધણી હતા. પ્રભુ અશ્વના લાંછનવાળા અને સુવર્ણવર્ણો હતા. સંભવનાથ નામ પાડવાનું કારણ - પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે શંબા(સીંગ)(મગ, મઠ,ચોખા વિગેરે અનાજ)નું ધાન્ય ઘણું ઉત્પન્ન થયું હતું તેથી રાજાએ તેમનું નામ સંભવનાથ પાડ્યું.
પ્રભુ યૌવન વયને પામ્યા ત્યારે માતપિતાએ તેમના વિવાહ કરાવ્યા. તેમના આયુષ્યના પંદર લાખ પૂર્વ નિર્ગમન થયા ત્યારે પિતાએ રાજ્યગાદી સોંપી. એકવાર આત્મ ચિંતવનમાં ખોવાયેલા હતા ત્યારે લોકાંતિક દેવો તીર્થ પ્રવર્તાવાની વિજ્ઞપ્તિ કરે છે. ત્યાર બાદ પ્રભુ રોજના, એક કોડ આઠ લાખ સુવર્ણનું દાન આપે છે એ પ્રમાણે ૧ વર્ષમાં પ્રભુએ ત્રણસો અદ્યાસી કોડ એંશી લાખ સુવર્ણ મુદ્રાનું દાન કર્યું. દેવતાઓએ ભક્તિથી પ્રભુને પવિત્ર જળ વડે સ્નાન કરાવ્યું, વિલેપન કરી ભૂષણો ધારણ કરાવ્યા પછી સિધ્ધાર્થી નામે શિબિકામાં આરૂઢ થઈ પ્રભુ દીક્ષા લેવા જાય છે. માગસર માસની પૂર્ણિમાએ ચંદ્રના ચોગે મૃગશિર નક્ષત્રમાં છઠ્ઠનો તપ કરી પંચમુષ્ટિ લોચ કરી પ્રભુએ ચારિત્રનો સ્વીકાર કર્યો ત્યારે તેમને ચોથું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. બીજે દિવસે સુદ્રદત્ત રાજાને ઘરે દૂધપાક(ક્ષીર)થી તેમણે પારણું કર્યું. ત્યાંથી
254