Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
હિંદુ સાહિત્યમાં બ્રહ્માના અનેક નામો સંબોધિત કર્યા છે. હિરણ્યગર્ભ, પ્રજાપતિ, લોકેશ, નાભિજ, ચતુરાનન, ભ્રષ્ટા અને સ્વયંભૂ વગેરેનું સામ્ય ઋષભદેવના ચરિત્ર સાથે મળે છે.
આ પ્રકારે જૈન પરંપરામાં આદિ તીર્થકર ઋષભદેવ પ્રથમ યોગી હતા. જેઓએ ધ્યાન પધ્ધતિનો પ્રારંભ કર્યો હતો. શ્રીમદ્ ભાગવતમાં એમને યોગેશ્વર કહ્યા છે. મહાભારતમાં હિરણ્યગર્ભને અતિ પ્રાચીન યોગવેત્તા માન્યા છે. જૈન પરંપરાના ઋષભદેવ જ બીજી પરંપરામાં આદિનાથ, હિરણ્યગર્ભ, બ્રહ્મા અને શિવના નામથી પ્રચલિત છે. ઋગ્વદ અનુસાર હિરણ્યગર્ભને ભૂત-જગતના એક માત્ર સ્વામી માન્યા છે. સાયણ અનુસાર હિરણ્યગર્ભ દેહધારી હતા. ઋષભદેવ જ્યારે ગર્ભમાં હતા ત્યારે રાજ્યમાં ધનધાન્યની વૃધ્ધિ થઈ એટલે એમને હિરણ્યગર્ભ પણ કહેવાય છે. મહાપુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ મળે છે.
આગમ અને શ્વેદના વ્યુત્પત્તિ જન્ય અર્થમાં અભુત સામ્ય દેખાય છે. જે આ પ્રકારે છે. “ઝ' નો અર્થ છે પ્રાપ્ત કરવું અથવા સોંપવું. “ક” અક્ષરનો અર્થ શિવ, વિષ્ણુ, બ્રહ્માના રૂપમાં પણ મળે છે. અને વેદનો અર્થ છે જ્ઞાન. અર્થાબ્રહ્મા, શિવ (ઋષભદેવ)થી પ્રાપ્ત થયેલું જ્ઞાન. આગમમાં ‘આ’ નો અર્થ છે “આયેલો', ‘અધિગ્રહણ”, “ગ”નો અર્થ છે ગણધર “મ”નો પ્રયોગ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ રૂપમાં થાય છે. ઋષભદેવથી ગણધરોને આપેલું રહસ્યમય જ્ઞાન અથવા ગણધરો દ્વારા ગ્રહણ કરાયેલું રહસ્યમય જ્ઞાન. સંક્ષિપ્ત હિન્દી શબ્દ સાગર (રામચંદ્ર વર્મા દ્વારા સમ્પાદિત નાગરી પ્રચારણી સભા કાશી દ્વારા પ્રકાશિત)ના પેજ.૮૧માં આગમનો અર્થ વેદ, શાસ્ત્ર, તંત્ર શાસ્ત્ર અને નીતિ શાસ્ત્ર એમ આપેલો છે. આનાથી ખ્યાલ આવે છે કે આગમ સાહિત્ય વૈદિક સાહિત્યથી પણ વિશાળ હતું. “તંત્ર અભિનવ વિનિશ્ચય” (શૈવ આગમોનો પ્રમુખ ગ્રંથ)માં લખ્યું છે કે તંત્રના આદિ સ્રષ્ટા શિવ હતા. જેમણે આગમના રૂપમાં એ જ્ઞાન પાર્વતીને આપ્યું. પાર્વતીએ લોક કલ્યાણ માટે એ જ્ઞાન ગણધરોને નિગમના રૂપમાં આપ્યું. આ ધારણા એ તથ્ય તરફ ઇંગિત કરે છે કે આદિ એક છે પરંતુ વિભિન્ન લોકો એ અલગ-અલગ દષ્ટિકોણથી એની વ્યાખ્યા કરી છે. “એક સદ્વિપ્રા બહુધા વદ–ગ્નિમ યમ માતરિશ્વાનમ્ આહુ”
એટલે મૂળજ્ઞાન સ્રોત આગમ હતા અને પછી એનું પરિવર્તિત રૂપ નિગમ થયું. પાર્વતી શબ્દનો અર્થ પર્વત પર રહેવાવાળાના અર્થમાં પણ થાય છે. જેને પાર્વતીય કહીને સંબોધિત કર્યું છે. આ રહસ્યમય જ્ઞાન માત્ર ભારતમાં નહિ પણ યુરોપમાં પણ કેવી રીતે નષ્ટ થયું છે એનું પણ ઉદાહરણ મળે છે.
248