Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
છદ્મસ્થકાળ ૧,૦૦૦ વર્ષ
યક્ષિણી ચક્રેબ્યુરી જીવનકાળ:૮૪લાખ પૂર્વ
ચ્યવન કલ્યાણક જેઠ વદ-૪ પુત્ર/પુત્રીઃ ૧૦૦/ર
ચ્યવન નક્ષત્ર:ઉત્તરાષાઢા જન્મરાશિ :ધન
જન્મકલ્યાણક ફાગણ વદ-૮ જન્મભૂમિ અયોધ્યા
જન્મનક્ષત્ર:ઉત્તરાષાઢા દીક્ષા કલ્યાણક ફગણ વદ ૮
પારણાનું સ્થળ હસ્તિનાપુર દીક્ષાનક્ષત્રઃઉત્તરાષાઢા
પ્રથમ પારણું ઇક્ષુરસ દીક્ષા તપ ર ઉપવાસ
સહ દીક્ષિતો:૪૦૦૦ દિીક્ષા શિબિકા સુદર્શના
કેવલજ્ઞાન કલ્યાણક મહાવદ ૧૧ દીક્ષા વૃક્ષ વટ
કેવલજ્ઞાન તપઃ૩ ઉપવાસ દીક્ષા ભૂમિ અયોધ્યા
કેવલજ્ઞાન વૃક્ષ વટ કેવલજ્ઞાન નક્ષત્ર:ઉત્તરાષાઢા
નિર્વાણ કલ્યાણક પોષ વદ ૧૩ કેવલજ્ઞાન ભૂમિ પુરિમતાલ
નિર્વાણ તપ:૬ ઉપવાસ નિર્વાણ નક્ષત્ર અભિજિત નિર્વાણ ભૂમિ અષ્ટાપદ
પ્રથમ તીર્થકર ભગવાન રાષભદેવ ભગવાન ઋષભદેવ માનવ સંસ્કૃતિના આદિ નિર્માતા છે અને એમણે જ સૌ પ્રથમ પરિવાર પ્રથા, સમાજ વ્યવસ્થા, શાસન પધ્ધતિ અને રાજનીતિની સ્થાપના કરી. ભારત વર્ષમાં ઇક્વાકુભૂમિમાં, કૌશલદેશમાં આવેલી અયોધ્યા નગરીમાં ત્રીજા આરાના ચોરાશી લાખ પૂર્વ અને નેવ્યાસી પક્ષ (ત્રણવર્ષ, સાડાઆઠ માસ) બાકી હતા ત્યારે અંતિમ કુલકર નાભિના પુત્રરૂપે ઋષભદેવનો જન્મ થયો.
દરેક તીર્થકરોની માતાઓ જે મહાસ્વપ્નો જુએ છે તેવા ૧૪ વિશિષ્ટ સ્વપ્નોનાં એમનાં માતા મરુદેવીને દર્શન થયાં. સ્વપ્નમાં પ્રથમ વૃષભ જોયો હતો. તેથી ચૈત્ર કૃષ્ણ અષ્ટમીના દિવસે જન્મેલા આ શિશુનું નામ ઋષભ રાખવામાં આવ્યું. તત્કાલીન રિવાજ અનુસાર સુનંદા અને સુમંગલા સાથે એમનાં લગ્ન થયાં. અંતિમ કુલકર નાભિએ પ્રજાની વિનંતીને માન આપીને ત્રાષભદેવને રાજા બનાવ્યા અને આમ તેઓ પૃથ્વીના પ્રથમ રાજા બન્યા. અનેક વર્ષો સુધી રાજા ઋષભે રાજ્ય કર્યું. એ સમયે એમણે એકલવાયું જીવન ગાળતી માનવજાતિને પરિવાર આપ્યો, સમાજ સ્થાપ્યો, સમાજને કલાઓ શીખવી, પૃથ્વીને ભોગભૂમિને બદલે કર્મભૂમિ બનાવી. લોકજીવન સુવ્યવસ્થિત કરીને ધર્મજીવન આપ્યું. ત્યાગને જીવન શુધ્ધિનું, તપને જીવન ક્રિયાનું અને મોક્ષને માનવીનું અંતિમ લક્ષ્ય હોવાનો ઉપદેશ આપ્યો.
246