Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
છે. ષભનાથ એ પૂર્ણતાના આદર્શ પુરુષ હતા, જેમણે કર્મો દ્વારા, પૂર્ણજ્ઞાન અને મુક્તિ પ્રાપ્ત કરેલી, આથી તેઓ “તીર્થકર કહેવાયા.
તીર્થકર તેને કહેવાય જે ઉચ્ચ પ્રકારના ધર્મના એક મહાન તીર્થસંઘની રચના કરે છે. જેની મદદથી લોકો પોતાના દુઃખો દૂર કરી શકે છે. જ્યારે લોકોમાં સદાચારનો ક્ષય થવા માંડે અને જગતમાં સદ્ધર્મની લોકો અવહેલના કરે ત્યારે તીર્થકરો સદ્ધર્મની પુનઃ સ્થાપના કરે છે.
માટીકામની કલાથી લઈ કાપડ વણવાની બધી જ કલા તેમણે શોધી. તે કૃષિદેવતા, સૂર્યદેવતા તરીકે ઓળખાયા.
ભગવાન ઋષભનાથનું જીવન ચરિત્ર ત્રિષષ્ઠિ શલાકા પુરુષ, દિગંબર આદિ પુરાણમાં વિગતવાર છે. તેમજ કલ્પસૂત્રમાં ટૂંકમાં આપેલ છે.
ધ્વનિશાસ્ત્રીઓ ઋષભને Re-shef-“રી શેફ' કહીને બોલાવતા. ગ્રીક વગેરે લોકો તેમને એપોલો તરીકે ઓળખતા. મોટા ભાગના એશિયાના લોકો તેમને વૃષભદેવ તરીકે પૂજતા હતા. - શિવપુરાણમાં તેમનો ઉલ્લેખ શિવના એક યોગાવતાર તરીકે થયેલો છે. (શિ.પુ.-પર્વ-૭, શ્લોક- ૯૩)
૧૭મી સદીનું ભગવાન ઋષભદેવના જીવનને વર્ણવતું પટ્ટચિત્ર મધ્યયુગ પછીના સમયની વિરલ કલાકૃતિ છે જેના આધારે પરમાત્માનું જીવન ચરિત્ર તેમજ એ સમયની સામાજિક પ્રવૃતિ, ધાર્મિક લાગણી આદિ જાણી શકાય છે. આદિનાથ ભગવાનના પૂર્વભવ::
ર૪ તીર્થકરોના તીર્થોની અંદર બાર ચક્રવર્તી, નવ અર્ધચક્રવર્તી નવ બળદેવ, નવ પ્રતિવાસુદેવ થયા છે. એ સર્વે આ ભરતક્ષેત્રમાં અવસર્પિણી કાળની અંદર થયેલ ત્રિષષ્ટિ શલાકા પુરુષ છે. તેમાંના કેટલાકને મોક્ષ પ્રાપ્તિ થયેલી છે. કેટલાકને થવાની છે. આ મહાપુરુષોના ચારિત્રનું વર્ણન એ કલ્યાણ અને મોક્ષનાં સ્થાનરૂપ છે.
ભગવાન ઋષભદેવ આ અવસર્પિણી કાળમાં ત્રીજા આરાના છેડે થયેલા પ્રથમ તીર્થકર છે. ભગવાન ઋષભદેવના ૧૩ ભવ આ પ્રમાણે છે. ૧) ધનસાર્થવાહ ૨) ઉત્તરકુરુમાં યુગલિક
243