Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
(૧૧) જયઃ- રાજગૃહી નગરીના વિજયરાજા ને વપ્રાદેવીના લાડકા પુત્ર હતા. ૧૨ ધનુષની કાયા હતી. ૩ હજાર વર્ષ સુધી આ પૃથ્વીને ભોગવી. નિમનાથ અને નેમનાથના વચ્ચેના સમયમાં થઇ ગયા. શેષ જીવનમાં સંયમ આરાધી ને મુક્તિ સુખને માણવા લાગ્યા.
(૧૨) બ્રહ્મદત્ત:- એ કાંપિલ્યપુર નગરના બ્રહ્મરાજ ને ચુલની રાણીના પુત્ર હતા. ૬૪ હજાર મુગટબંધી રાજાઓના માલિક હતા. એમની કાયા ૭ ધનુષની હતી. એમણે ૭૦૦ વર્ષ આ ભૂમિને ભોગવી. તે નેમનાથ અને પાર્શ્વનાથના વચ્ચેના સમયમાં થઇ ગયા. પાપનો પાશ્ચાતાપ ન કરવાથી સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું.
આમ, ત્રિષષ્ઠિ શલાકા પુરુષમાં આ અવસર્પિણી કાળમાં થયેલ બાર ચક્રવર્તીનું વિસ્તારથી વર્ણન છે જે વાંચવા યોગ્ય છે.
‘શ્રી અષ્ટાપદું મહાતીર્થ' ગ્રંથના આધારે ‘ભરતચક્રવર્તી"
ભરત ચક્રવર્તી:- ભગવાન શ્રી ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી એ પ્રથમ ચક્રવર્તી રાજા બન્યા. કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ ભગવાન શ્રી ઋષભદેવ સમવસરણમાં બિરાજીને દેશના આપતા હતા. ત્યારે ભરત મહારાજા દર્શનાર્થે આવ્યા. એ સમયે કુતૂહલવશ ચક્રવર્તી ભરતદેવે પૂછ્યું, “આ સમવસરણમાં દેશના સાંભળી રહેલા લોકોમાંથી ભવિષ્યમાં કોઇ તીર્થંકર થશે ખરા?' ત્યારે ભગવાન શ્રી ઋષભદેવે પ્રત્યુત્તર આપ્યો કે તમારો પુત્ર મરીચિ કેટલાય ભવો બાદ ચોવીશમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી બનશે. આ પછી ભગવાને વર્તમાન ચોવીશીની સમજ આપી.
જૈન આગમ ‘શ્રી સૂત્રકૃતાંગ’માં ઋષભદેવ ભગવાને તેમના પુત્ર ભરતને તેમના અષ્ટાપદ પર દેશના આપ્યાનો ઉલ્લેખ મળે છે. ‘ઉત્તરપુરાણ’ નામના ગ્રંથમાં એવું વર્ણન મળે છે કે ચક્રવર્તી ભરતે અતીત, વર્તમાન અને અનાગત એમ ત્રણેય ચોવીસીની એટલે કે બોંતેર તીર્થંકરોની મૂર્તિઓ ધરાવતા સુવર્ણ મંદિરની રચના કરી હતી અને આચાર્ય શ્રી ધનેશ્વરસૂરિષ્કૃત ‘શત્રુંજય મહાત્મ્ય’ ગ્રંથમાં રાજા ભરતે ભગવાન ઋષભદેવની નિર્વાણભૂમિ નજીક વર્ધકિરત્ન દ્વારા રત્નમય સિંહનિષદ્યા
પ્રાસાદની રચના કરી હતી.
આ રીતે ભિન્ન ભિન્ન ગ્રંથોમાં અષ્ટાપદ સંબંધે ચક્રવર્તી ભરત અને મુનિ ભરતના ઉલ્લેખો મળે છે.
‘વિવિધ તીર્થકલ્પ’ નામના ગ્રંથના ‘અષ્ટાપદ્મગિરિ કલ્પ'માં તથા આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના ‘શ્રી અષ્ટાપદ મહાતીર્થ કલ્પ'માં ભગવાન ઋષભદેવના નિર્વાણની ઘટનાના આલેખનમાં અષ્ટાપદગિરિ વિશેના વર્ણનમાં દેવતાઓએ અહીં ત્રણ સ્તૂપ
234