Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
બીજા પર્વના છ સર્ગમાં નીચે જણાવેલી બાબતો સમાવી છે.
૧. પહેલા સર્ગમાં અજિતનાથજીના પૂર્વભવનું વર્ણન આપેલું છે. તેમાં વિમલવાહન રાજાના વૈરાગ્ય વાસનાવાળા વિચાર મંત્રીઓ અને પુત્ર સાથે તેમને થયેલ ઉત્તરપ્રત્યુત્તર, અરવિંદ આચાર્યે આપેલી દેશના અને આઠ પ્રવચન માતા તથા બાવીસ પરિષહોનું વર્ણન અદ્ભુત છે.
૨. બીજા સર્ગમાં ભગવંતને સગરચક્રીના જન્મ સંબંધી વર્ણનો પણ સુંદર છે. જિતશત્રુ રાજાએ કરેલ જન્મોત્સવનું વર્ણન પણ આહ્લાદક છે.
૩. ત્રીજા સર્ગમાં ભગવંતની બાલ્યાવસ્થા, યુવાવસ્થા, રાજ્ય સ્થિતિ, દીક્ષા, કેવળજ્ઞાન અને દેશના સમાવેલ છે. દેશનામાં ધર્મધ્યાનનું સ્વરૂપ આપેલું છે.
૪. ચોથા સર્ગમાં સગરચક્રીના દિગ્વિજયનું વર્ણન છે. ભરત ચક્રવર્તીના દિગ્વિજયના વૃત્તાંત કરતા આ વર્ણનની ઢબ જુદી જ છે.
૫. પાંચમા સર્ગમાં રાક્ષસ વંશની ઉત્પત્તિ કહ્યા બાદ સગરકુમારોનું અષ્ટાપદ જવું તેમજ નાગેન્દ્રથી થયેલ તેમના વિનાશનું સવિસ્તાર વર્ણન છે. તીર્થ પ્રત્યેની સગરકુમારોની ભક્તિ આકર્ષણ કરે તેવી બતાવેલી છે.
૬. છઠ્ઠો સર્ગ કરૂણારસથી ભરપૂર છે તેમાં સગરકુમારોના મૃત્યુ સંબંધી ચક્રીને પહોંચાડેલા ખબર, તેથી તેમને થયેલ શોક, તેનું નિવારણ આદિ વર્ણનો વૈરાગ્ય ઉપજાવે તેવા છે. ભગવંતના નિર્વાણ વિશે જણાવી આ પર્વની સમાપ્તિ કરેલી છે. પર્વ ત્રીજામાં આઠ સર્ગ છે. તેમાંઃ
૧.સર્ગ પહેલામાં- શ્રી સંભવનાથજીનું ચરિત્ર
૨.સર્ગ બીજામાં
શ્રી અભિનંદનસ્વામીનું ચરિત્ર
૩.સર્ગ ત્રીજામાં
૪.સર્ગ ચોથામાં
૫.સર્ગ પાંચમામાં૬.સર્ગ છઠ્ઠામાં૭.સર્ગ સાતમામાં- શ્રી સુવિધિનાથજીનું ચરિત્ર
શ્રી સુમતિનાથજીનું ચરિત્ર શ્રી પદ્મપ્રભુનું ચરિત્ર શ્રી સુપાર્શ્વનાથજીનું ચરિત્ર શ્રી ચંદ્રપ્રભ પ્રભુનું ચરિત્ર
૮.સર્ગ આઠમામાં- શ્રી શીતળનાથજીનું ચરિત્ર
આ ચરિત્રોનાં વર્ણન પણ સરસ રીતે કર્યા છે. વાંચનારને રસ ઉપજે તેવા છે.
214