Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ધૂર્તાખ્યાન શ્રુતિ-પુરાણ-ભાગવત-મહાભારત-રામાયણાદિમાં બતાવેલ દષ્ટાંતોએ મૂલ દેવાદિ ધૂર્તોના અસંગત અપ્રામાણિક કથાનકોના ઉત્તરો અચાન્ય ધૂર્તીએ આપ્યા છે. જે વાંચતા ભવ્ય જીવોને સુસંગત યથાસ્થિત શ્રી વીતરાગ ભાષિત વચનો ઉપર દૃઢ શ્રધ્ધાન ગુણ પ્રાપ્ત થાય છે. આ લઘુ આખ્યાન ગ્રંથ પણ સમ્યત્વ સ્થિરતાનું મહત્ કારણ જાણી શ્રી હરિભદ્રસૂરિ ભગવંતે રચેલા પ્રાકૃત ધૂર્તાખ્યાન ઉપરથી શ્રી સંઘતિલકસૂરિ મહારાજે સંસ્કૃતમાં ગૂંચ્યો છે. પ્રથમ ૧૫ શ્લોકમાં ગ્રન્થ પીઠિકા, ર૮ શ્લોક સુધી મૂળદેવ કથા, ૮૩ સુધી કંડરિકે કહેલું મૂળદેવ કથાનું સમાધાન, ૧૦૦ સુધી કંડરિક કથા, ૧૪૮ સુધી એલાષાઢ કરેલ સમાધાન, ૧૬૮ સુધી એલાષાઢ કથા, ર૩૮ સુધી શરાધૂર્તે આપેલું સમાધાન, રપ૩ સુધી શશક કથાનક, ૩ર૭ સુધી ધૂર્ત શિરોમણિ ખંડના ધૂતારીએ આપેલ શશક કથાના સમાધાન, ૩૩૫ સુધી ખંડપાનાની કથા, ૩૪૪ સુધી મૂલદેવે કરેલ સમાધાન, ૩૬ર સુધી ખંડપાનાને કંડરિક એલાષાઢ અને શ આપેલા ઉત્તરો, ૩૯૦ સુધી ખંડપાનાનું ચારિત્ર, ૩૯૮ સુધી ખંડપાનાએ ચારે ધૂર્તોની ઉપર મેળવેલો વિજય, ૪૧૮ સુધી ખંડપાનાનો બુધ્ધિ પ્રભાવ, ૪ર૬ સુધી ગ્રંથકારે આપેલું રહસ્ય.
આ રીતે ૪ર૬ શ્લોકોમાં આ ગ્રંથ પૂર્ણ થાય છે. ધૂખ્યાન - આચાર્ય હરિભદ્રે ધર્મકથાના એક અદ્દભુત રૂપનો આવિષ્કાર કર્યો છે. તે ધૂર્તાખ્યાનના રૂપમાં પ્રગટ છે. તેમાં પાંચ આખ્યાનો છે. ૪૮૦ પ્રાકૃત ગાથાઓ છે. કથાવસ્તુ - ઉજ્જૈનીના ઉદ્યાનમાં ધૂર્તવિદ્યામાં પ્રવિણ પાંચ ધૂર્ત પોતાના સેંકડો અનુયાયીઓ સાથે સંયોગવશ ભેગા થયા. પાંચ ધૂર્તામાં ચાર પુરુષ હતા અને એક સ્ત્રી. વરસાદ સતત પડતો હોવાથી ખાવા-પીવાની જોગવાઈ કરવી મુશ્કેલ જણાતી હતી. પાંચે દળોના નાયકોએ વિચાર વિમર્શ કર્યો. તેમાંથી પ્રથમ મૂળદેવે પ્રસ્તાવ મૂક્યો કે આપણે પાંચ જણે પોતપોતાના અનુભવની કથા કહી સંભળાવવી. તેને સાંભળી બીજાઓ પોતાના કથાનક દ્વારા તેને સંભવ દર્શાવે. જે એવું ન કરી શકે અને આખ્યાનને અસંભવ જણાવે છે તે દિવસે બધા ધર્મોના ભોજનનો ખર્ચ ઉપાડે. મૂલદેવ, કંડરિક, એલાષાઢ, શશ નામના ધૂર્ત રાજાઓએ પોતપોતાના અસાધારણ અનુભવો સંભળાવ્યા. તે અનુભવોનું સમર્થન પણ પુરાણોના અલૌકિક વૃતાન્તો દ્વારા કર્યું. પાંચમું આખ્યાન ખંડપા નામની ધૂતારીનું હતું. તેણે એક અદભુત આખ્યાન કહીને તે બધાને તેણે પોતાના ભાગેડુ નોકરી પુરવાર કર્યા. અને કહ્યું કે જો તેના ઉપર વિશ્વાસ હોય તો બધા તેને સ્વામિની માને અને જો વિશ્વાસ ન હોય તો બધા તેને ભોજન દે તો જ તે બધા પરાજયમાંથી બચી શકશે. તેની આ ચતુરાઇથી ચકિત થઇ
| 165