Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
માયા -
એવા રૂપકશૈલીનાં નામો પાત્રો માટે પ્રયોજીને કથાની રચના કરી છે. આમ, ‘કુવલયમાલા”ની કથા એટલે મોહનીય કર્મની કથા, મોહનીયકર્મ એટલે રાગ અને દ્વેષ. તેમાં ક્રોધ, માન, માયા, લોભ, એ ચાર કષાયોને જે જીતે તે રાગદ્વેષથી મુક્ત થઈ અંતે મોક્ષગતિ પામી શકે. • ચંડસોમ વગેરે જીવોની જન્માંતરની કથા કેવી રીતે ગૂંથવામાં આવી છે તે નીચેના
કોઠા પરથી સ્પષ્ટ થશે. પૂર્વભવ | ૧ | ૨ | ૩ | ૪ | પ માન સુંદરી માનભટ્ટ | પહ્મસારદેવ, કુવલયચંદ્ર | વેલિયદેવ મણિરથકુમાર ક્રોધ - | | ચંડસોમ | પદ્મચંદ્રદેવ | સિંહ વેરુલિયદેવ સ્વયંભૂદેવ
| માયાદિત્ય | પદ્મવરદેવ | કુવલયમાલા| વેલિયદેવ મહારથકુમાર લોભ - | લોભદેવ | પદ્મપ્રભદેવ | સાગરદત્ત | વેલિયદેવ વજગુપ્ત મોહ - | મોહદત્ત | પદ્મhસરદેવ | પૃથ્વી સાર | વેલિયદેવ કામગજેન્દ્ર
આ કોઠા પરથી જોઈ શકાય કે કર્તાએ દરેકની પાંચ ભવની કથામાંથી બરાબર વચલા ભવની કથાને વ્યાપક બનાવી છે અને ત્યાંથી કથાનો આરંભ કર્યો છે. લોભદેવનો જીવ સાગરદત્ત મુનિ બને છે. ચંડસોમ દેવનો જીવ સિંહ બને છે. માનભટ્ટ દેવનો જીવ કુવલયચંદ્ર બને છે, માયાદિત્યનો જીવ કુવલયમાલા બને છે અને મોહદત્ત દેવનો જીવ કુવલયમાલાનો પુત્ર બને છે. આમ આ પાંચ પાત્રોમાં ત્રણ પાત્રોને ગૌણ બનાવાયાં છે. અને કુવલયચંદ્ર તથા કુવલયમાલા એ બંને ને મુખ્ય પાત્રો બનાવી કથાનાં નાયક અને નાયિકા બનાવી તથા તેમની સાથે બાકીના પાત્રોની કથાને સાંકળી લઈ આ કથાની રચના કરવામાં આવી છે. એમ કરવામાં લેખકે પાત્રોના ભવાન્તરની કથા દ્વારા સારું કથા વૈવિધ્ય આપ્યું છે. કથામાં આવતા પાત્રો અને ઘટનાઓ - કથા વસ્તુમાં પાત્રોની દષ્ટિએ પણ ઘણું વૈવિધ્ય જોવા મળે છે. જેમાં રાજાઓ, રાણીઓ, મુનિભગવંતો, બ્રાહ્મણો, વેપારીઓ, વિદ્યાધરો, તાપસી, સાર્થવાહો, મલેચ્છો, ધાતુવાદીઓ, વેતાલો, યક્ષો, દેવો, રાક્ષસો, બાલિકાઓ, છાત્રો, ગણધરો, વિહરમાન જિનેશ્વરો, વરકન્યાઓ, શબરો વગરે ભિન્ન ભિન્ન પ્રકારના પાત્રો છે. ઘટનાની દૃષ્ટિએ પણ એમાં સારું વૈવિધ્ય નજરે પડે છે.
દુશ્મન રાજ્ય પર ચડાઈ, દેવીની ઉપાસના, અપહરણ, અસ્વક્રિીડા, સિંહનું
175