Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
વિક્રમ સંવત ૮૪૦
હરિવંશપુરાણ હરિવંશપુરાણ - મહાકાવ્યની શૈલીમાં રચાયેલું બ્રાહ્મણ પુરાણોનું અનુકરણ કરતું આ એક પુરાણ છે. આ ગ્રંથનો મુખ્ય વિષય હરિવંશમાં ઉત્પન્ન થયેલા રરમાં તીર્થકર નેમિનાથનું જીવનચરિત્ર છે. તેનું બીજું નામ અરિષ્ટનેમિ પુરાણ સંગ્રહ પણ છે. જેનો ઉલ્લેખ પ્રત્યેક સર્ગની પુષ્પિકાના વાક્યમાં કરવામાં આવ્યો છે. ગ્રંથકારે આઠ અધિકારોમાં તેના વિષયનું પ્રતિપાદન કર્યું છે. તે આઠ અધિકારો આ પ્રમાણે છે, લોકના આકારનું વર્ણન, રાજવંશોની ઉત્પતિ, હરિવંશનો અવતાર, વસુદેવની ચેષ્ટાઓ, નેમિનાથનું ચરિત, દ્વારિકાનું નિર્માણ, યુધ્ધવર્ણન, અને નિર્વાણ. આ ગ્રંથમાં ૬૬ સર્ગો છે તેનો કુલ વિસ્તાર બાર હજાર શ્લોક પ્રમાણ છે.
આ ગ્રંથ નેમિનાથ પુરાણ જ નથી પરંતુ તેને કેન્દ્ર બનાવી તેમાં ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ, ધર્મનીતિ વગેરે અનેક વિષયો તથા અનેક ઉપાખ્યાનોનું નિરૂપણ થયું છે. લોક સંસ્થાનના રૂપમાં સૃષ્ટિવર્ણન ૪ સર્ગમાં આપ્યું છે. રાજવંશોત્પતિ અને હરિવંશાવતાર નામના અધિકારોમાં ચોવીસ તીર્થકર, બાર ચક્રવર્તી, નવ નારાયણ વગેરે ત્રેસઠ શલાકા પુરુષોનાં અને સેંકડો અવાન્તર રાજાઓ અને વિદ્યાધરોનાં ચરિતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ રીતે તે એક મહાપુરાણને પણ પોતાનામાં ગર્ભરૂપે સમાવે છે. હરિવંશના પ્રસંગમાં એલ અને યદુવંશોનું પણ વર્ણન આપવામાં આવ્યું છે.
પ્રાચીન જૈન સાહિત્યમાં કૃષ્ણના પિતા વસુદેવનું ચરિત બહુ રોચક અને વ્યાપક રૂપમાં આલેખાયું છે. આ આલેખન ૧૫ સર્ગમાં છે. આ ગ્રંથ પહેલા ભદ્રબાહુક્ત “વસુદેવ ચરિત' (અનુપલબ્ધ) અને વસુદેવહિંડી (સંઘદાસ ગણિત)માં વસુદેવની કૌતુકપૂર્ણ કથા કહેવામાં આવી છે. વસુદેવના ચરિત સાથે સંબધ્ધ શ્રી કૃષ્ણ, બલરામ તથા અન્ય યદુવંશી પુરુષો- પ્રદ્યુમ્ન, સામ્બ, જરકુમાર આદિના ચરિતો અને રાજગૃહના રાજા જરાસંઘ અને મહાભારતના નાયકો કૌરવ-પાંડવનું વર્ણન પણ જૈન માન્યતા અનુસાર રજૂ કરવામાં આવ્યું છે. આ ગ્રંથના ઉતરાર્ધને આપણે યદુવંશ ચરિત અને જૈન મહાભારત પણ કહી શકીએ.
નેમિનાથનું આટલું વિસ્તૃત વર્ણન આના પહેલા અન્યત્ર કયાંય સ્વતંત્ર રૂપે જોવા નથી મળતું. હરિવંશ એ મહાકાવ્યના ગુણોથી ગૂંથવામાં આવેલું મહાકાવ્ય જ નહિ પરંતુ કથાગ્રંથ પણ છે. આમાં બધા રસોનો સારો પરિપાક થયો છે. યુદ્ધ વર્ણનમાં જરાસંઘ અને કૃષ્ણની વચ્ચેનું રોમાંચકારી યુધ્ધ વીરરસનો પરિપાક છે. દ્વારિકા
118