Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
દ્રવ્યાનુયોગ) માં ધર્મકથાનુયોગ જ એવો છે જે આમ જનતા સુધી પહોંચી શકે છે. તેથી જ બીજા અનુયોગ કરતા તેનું મહત્ત્વ છે.
જૈન પરંપરાની પેઠે બૌધ્ધ પરંપરા પણ આમ જનતાની પ્રતિનિધિ રહેલી છે.
જૈન પરંપરાના ધર્મકથાનુયોગને બૌધ્ધ પરંપરામાં ‘સુત્તપિટક' કહે છે. તેમાં અનેકાનેક કથાઓનો સમાવેશ થાય છે.
•
·
•
ટ્રીયનિષ્ઠાય, માિમનિાય, સુત્તનિપાત વગેરે અનેકાનેક ગ્રંથોનો સુત્તપિટકમાં સમાવેશ થાય છે.
આમ, ધર્મકથાનુયોગ પથ્યભોજન પાન જેવો છે. જેમ પથ્ય અન્નપાન માત્ર શરીરને ઢ, નિરોગી, પુરુષાર્થી, દીર્ઘજીવી બનાવે છે તેમ માનવના મનને સદાચારી, સ્વસ્થ, નિગ્રહી, બલિષ્ઠ બનાવે છે.
હરિભદ્રસૂરિએ સમરાઇચ્ચકહામાં કથાઓના વિભાગ કરતા અર્થકથા, કામકથા, ધર્મકથા, સંકીર્ણકથા એમ ૪ વિભાગ બતાવ્યા.
જે કથામાં ઉપાદાન અર્થરૂપે હોય- વણજવેપાર, લડાઇઓ, ખેતી; લેખ, કળા, શિલ્પ, સુવર્ણસિધ્ધિ, વગેરે તથા અર્થોપાર્જનના નિમિત્તરૂપ સામ, દામ, દંડ આદિ નીતિઓનું વર્ણન હોય તે અર્થકથા.
જેમાં ઉપાદાનરૂપે કામ હોય અને પ્રસંગે પ્રસંગે દૂતીનક અભિસારો, સ્ત્રીઓના રમણો, અનંગલેખો, લલિતકળાઓ, અનુરાગ પુલકિતો નિરૂપેલા હોય તે કામકથા.
જેમાં ઉપાદાનરૂપે ધર્મ હોય અને ક્ષમા, માર્દવ, આર્જવ, અલોભ, તપ, સંયમ, સત્ય, શૌચ વગેરેને લગતાં માનવ સમાજને ધારણ પોષણ આપનારા અને તેનું સત્ત્વ સંરક્ષણ કરનારા વર્ણનો હોય તે ધર્મકથા.
જેમાં ધર્મ અર્થ અને કામ ત્રણે વર્ગોનું યથાસ્થાન નિરૂપણ હોય તે પ્રકારની સંકીર્ણકથા.
પ્રસ્તુત કથા રત્નકોશ, ધર્મકથાઓનો મહાન ગ્રંથ છે. તેમાં અર્થ અને કામકથાનું પ્રાસંગિક નિરૂપણ છે.
કથારત્નકોશ ગ્રંથનો તેમજ ગ્રંથકારનો પરિચયઃ- (દેવભદ્રસૂરિ રચિત.)
પૂજ્યશ્રી દેવભદ્રાચાર્ય મહારાજ વિક્રમની બારમી સદીમાં થઇ ગયા, તેઓશ્રી મહાન વિદ્વાન ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. આચાર્ય પદારૂઢ થયાં પહેલા તેઓશ્રીનું નામ ગુણચંદ્રગણિ હતું. તેમણે આચાર્ય પદ ગ્રહણ કર્યા પછી ભરૂચ નગરમાં આમદત્ત
192