Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ભવની દુર્લભતા પર, બુધ્ધિના ૪ પ્રકાર પર, અણુવ્રત ઉપર, રાત્રિભોજન ત્યાગ, જિન પૂજા ઉપર, શુભ અનુષ્ઠાન ઉપર, ઇસમિતિ આદિ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ ઉપર, અભિગ્રહ ઉપર, અકરણ નિયમ ઉપર ચાર સુંદરીની કથા ઉપર દૃષ્ટાંત કથાઓ આપી સુંદર ઉપદેશ આપ્યો છે. સાથે સમક્તિ જે મોક્ષ માટે પાયાનું છે, તેનું વર્ણન તથા ગ્રંથિભેદને પણ ઉ.દા.સાથે અદ્ભુત રીતે અને વર્ણવેલ છે.
આમ, ગ્રંથકારે કથા દ્વારા ભરપૂર તત્ત્વને પીરસ્યું છે. બાલ, યુવાન, પ્રૌઢ અને વૃધ્ધ દરેક પ્રકારના વાંચકોને સરળતાથી સમજાય તેવો આ ગ્રંથ વાંચવા તેમજ સમજવા યોગ્ય છે. વિષયની દૃષ્ટિએ વૈવિધ્ય હોવાથી નદીનો પ્રવાહ જેમ અટક્યા વિના વહે તેમ વાંચકને પણ અટક્યા વિના ગ્રંથ વાંચવાનું મન થાય તેવો છે.
વિ.સં.૮૩૫
કુવલયમાલા કુવલયમાલા” ગ્રંથના અનુસંધાનમાં આગમોધ્ધારક શ્રી આનંદસાગર સૂરીશ્વરજીના શિષ્ય આચાર્ય શ્રી હેમસાગરસૂરિ કહે છે કે,
શ્રી ઉદ્યોતનસૂરિએ પ્રાકૃત ભાષામાં “કુવલયમાલા” નામના એક અપૂર્વ કથા ગ્રંથની રચના કરી છે. આ ગ્રંથ સં.ર૦૧૫માં પ્રસિધ્ધ થયો એવા સમાચાર મળતા ગ્રંથ પ્રાપ્ત કરી અધ્યયન શરૂ કર્યું. વાંચતા વાંચતા ઉત્તરોત્તર વધુને વધુ રસ પ્રગટ થયો. છ મહિનામાં આ ગ્રંથનું ભાષાંતર પૂર્ણ કર્યું . મૂળ ગ્રંથના કથનાનુસાર જે આ કથા ભાવપૂર્વક ભણશે, સાંભળશે કે વાંચશે તો તેને અવશ્ય સભ્યત્વ પ્રાપ્ત થશે." ‘કુવલયમાલા” ગ્રંથ વિષે હીરાલાલ ર. કાપડિયા કહે છે કે,
દાક્ષિણ્ય ચિહ્નસૂરિ ઉર્ફ ઉદ્યોતનસૂરિએ જાબાલિપુરમાં શક સંવત ૭૦૦માં એક દિવસ ઓછો હતો ત્યારે અર્થાત્ વિં.સં.૮૩૫માં એટલે ઈ.સ.૭૭૯ની ર૧મી માર્ચે પૂર્ણ કરેલી આ કુવલયમાલા અનાગમિક સાહિત્યનો, ધર્મકથાનુયોગનો, કથાત્મક સાહિત્યનો તેમજ મુખ્યતા જઈણ મરહદીમાં રચાયેલો એક નોંધપાત્ર નમૂનો છે. આ કૃતિનું નામ એના મુખ્ય પાત્રના-નાયિકાના કુવલયમાલાના નામ ઉપરથી યોજાયું છે. તેમ હોઈ એ સુબધુની વાસવદત્તા અને બાણની કાદંબરીનું સ્મરણ કરાવે છે.”
ઉદ્યોતનસૂરિએ કુવલયમાલાનો કેટલોક ભાગ ગદ્યમાં તો કેટલોક ભાગ પદ્યમાં રચ્યો છે. આને લઇને આ કુવલયમાલાને કેટલાક “ચમ્પ' તરીકે ઓળખાવે છે.
કુવલયમાલામાં ૧૯૬મી કાંડિકામાં સિંહનો સાધર્મિક તરીકે ઉલ્લેખ છે.
171