Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પૂર્વભવ, શ્રી તીર્થંકર દેવનું સમવસરણ સુગતા સાધ્વીનું ચરિત્ર-પૂર્વભવ. નદી દેખીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
*ર
અયોધ્યા નગરમાં મૈત્રીબલ રાજા અને પદ્માવતી રાણીની કુક્ષીમાં ગુણચંદ્રનો જન્મ થાય છે. વિષેણનો જીવ નરકમાંથી નીકળી વૈતાઢ્ય પર્વત પર ચક્રવાલપુર નગરમાં વિદ્યાધરપણે ઉત્પન્ન થયો. તેનું વાનવ્યંતર નામ પાડ્યું. અહીં પણ વાનવ્યંતર ગુણચંદ્રને જોતાં જ મારી નાંખવાના ભાવવાળો થાય છે. આયુષ્ય પૂરું થતા વાનપ્યંતર રૌદ્ર ધ્યાનના પરિણામવાળો મરીને મહાતમા નામની સાતમી નારકમાં તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળામાં નારકી પણે ઉત્પન્ન થાય છે અને ગુણચંદ્ર મુનિ બની વિહાર કરતા, મૈત્રી ભાવ કેળવતા, દેહનો ત્યાગ કરી સ્વાર્થસિધ્ધ નામના મહાવિમાનમાં તેત્રીશ સાગરોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થાય છે. નવમો ભવઃ- મિત્રોના ૩ પ્રકાર, ૩ દૈશ્યો અને ૭ દ્દષ્ટાંતો આપ્યા છે.
83
જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ઉજ્જૈણી નગરીમાં પુરુષસિંહ રાજા અને સુંદરી રાણીનો પુત્ર સમરાદિત્ય છે.
વાનપ્યંતરનો જીવ નારકીમાંથી નીકળી જુદા જુદા પ્રકારની તિર્યંચ ગતિમાં રખડી અનેક દુઃખો પ્રાપ્ત કરી શિયાળ પણે મૃત્યુ પામી આ જ નગરીમાં ચંડાળના વાડામાં ગ્રંથિક નામના ચંડાળની યક્ષદેવા નામની ભાર્યાની કુક્ષીમાં પુત્રપણે ઉત્પન્ન થાય છે. તેનું નામ ગિરિષેણ રાખવામાં આવે છે.
કુમાર સમરાદિત્યને આગળના ભવોનું જાતિસ્મરણ થાય છે અને તે વિરક્તિ ભાવમાં રહે છે. શુભ ધ્યાન-યોગમાં પોતાનો સમય પસાર કરે છે. વ્યસની મિત્રો સંસારના રાગ માટે નિષ્ફળ પ્રયોગ કરે છે. પિતાજી તેના વિરક્ત ભાવથી ચિંતામાં રહે છે. કુમારને તો અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. પિરવાર સાથે સમરાદિત્યની દીક્ષા થાય છે. પ્રભાસ આચાર્યની સાથે ગુરુકુળ વાસમાં કેટલાય વર્ષ પસાર કર્યા. અને મોક્ષ પ્રાપ્ત કરે છે. ત્યારબાદ સમરાદિત્યને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અગ્નિશર્માનો જીવ અસંખ્યાતા ભવ પછી શંખ નામનો બ્રાહ્મણ થઇ સિધ્ધગતિને પામશે. સમરાદિત્ય નિર્વાણને પ્રાપ્ત કરે છે.
આમ, નવ ભવના વર્ણન પરથી ખ્યાલ આવે છે કે એક નિમિત્તથી જે ક્રોધ કર્યો નિયાણું કર્યું ને કેવી દુર્દશા જીવની થઇ. આ ચિરત્રમાં લેખકે આબેહૂબ નરકનું વર્ણન કર્યું છે. વાંચનારના રૂંવાટા ખડા થઇ જાય. ક્રોધ જીવનમાંથી ચાલ્યો જાય એવી ભવવેદના બતાવી છે. ખરેખર! સમરાદિત્ય ચરિત્ર એ કષાયોને જીતવા માટેનું શ્રેષ્ઠ ચરિત્ર છે. એમાં બધા રસોનું વર્ણન આવે છે. છેવટે શાંતરસમાં પરિવર્તન થાય છે.
164