Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પરંતુ ત્યાં કવિએ પોતાના ‘હરિભદ્રસૂરિ' નામનો નિર્દેશ કર્યો નથી. અંતમાં જણાવ્યું છે કે, “આ મહાનુભાવનું ચરિત રચવાથી મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું, તે વડે ભવ્યલોકનો ભવ-વિરહ થાઓ-એવી શુભેચ્છા દર્શાવતા આ ચરિત કથા ગ્રંથને “ભવવિરહ' પદથી અંકિત કરેલ છે. જે હરિભદ્રસૂરિની રચનાનું વિશિષ્ટ અભિજ્ઞાન છે. ૫ કોઈ પણ ધર્મકથા સાંભળ્યા પછી જીવનમાં ઉતારવા જેવી જ વસ્તુ છે. (૧) સાંભળવા જેવું હોય તે જ સાંભળવું. (૨) જેના ગુણ ગાવા જેવા હોય તેના જ ગાવા. (૩) જે છોડવા જેવું હોય તે છોડી દેવું. (૪) આચરવા યોગ્ય હોય તે આચરવું.
ઉપરની ચાર વસ્તુઓનો અમલ કરવાથી સર્વકલેશો અને દુઃખનો નાશ થાય છે. અને મુક્તિ મળે છે. અને આ ચારે વસ્તુનો અમલ થાય તે માટે “સમરાદિત્ય કથા” જૈન ધર્મના કથાનુયોગમાંથી સૌથી શ્રેષ્ઠ નંબરે સાબિત થાય છે. આ કથાનું પ્રયોજન - આ કથા યાકિની મહત્તા ધર્મસૂનુ આચાર્ય શ્રીહરિભદ્રસૂરિ મહારાજા દ્વારા રચાઈ હતી. તેનો રચના કાળ લગભગ ૮મી સદીમાં થયો હશે એવું અનુમાન કરી શકાય.
પૂર્વાવસ્થામાં હરિભદ્ર પુરોહિત રાજમાન્ય બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હતા. તેઓ પ્રકાંડ પંડિત હતા. અહંકાર અધોગતિનું કારણ બને છે તો જગજાહેર બાબત છે. પણ આચાર્ય હરિભદ્રસૂરિના જીવનનું ઉત્થાન ખરેખર તેમના અહંકારને જ આભારી છે. મૂળ તેઓ ચિત્તોડના રાજપુરોહિત તેમની બે ભીષ્મ પ્રતિજ્ઞા प्रति॥ १ हस्तिना ताड्यमानोद्धपि, न गच्छेज्जिनमंदिरम्
હાથીના પગ તળે દાવું કબૂલ પણ જૈન મંદિરમાં પગ ન મૂકું. પણ એકવાર એવું બન્યું કે રાજાનો હાથી ગાંડો થયેલો તેનાથી બચવા હરિભદ્રે દોટ મૂકી, બીજા કોઈનો આશરો ન જડતા રાજમાર્ગ પર આવેલા જિનાલયમાં જ આશ્રય લઇને તેમણે જીવ બચાવ્યો ને તેમની પહેલી પ્રતિજ્ઞા તૂટી. તેમની બીજી પ્રતિજ્ઞા એ હતી કે હું સર્વશાસ્ત્રોને દર્શનનો જ્ઞાતા. આ ભરતખંડમાં જે કોઈ વ્યક્તિ, મેં ન સાંભળ્યું હોય એવું વચન સંભળાવે તો હું તેનો શિષ્ય થઈ જઈશ. પોતાના અહંના પ્રતિકરૂપે પેટ પર સોનાનો પાટો બાંધતા અને બીજા પણ ઘણા ચિહ્નો રાખતા.
એકવાર એ રાત્રિવેળાએ રાજમાર્ગ પરથી પસાર થતા હતા, ને એક ધર્મસ્થાનમાં બિરાજમાન જૈન સાધ્વીજી-યાકિની મહતર બૃહત્સંગ્રહણી નામે જેને પ્રાકૃત ગ્રંથનો
153