Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ઠેર ઠેર સીતાજીના રૂપના વખાણ થવા લાગ્યા. આ વાતની નારદજીને ખબર પડતા તે સીતાને જોવા મિથિલા નગરીમાં આવ્યા અને સીધા મહેલમાં પેઠા. આ વખતે સીતાજી એકલા હતા. નારદજીની પીળી આંખો, પીળા વાળ, પીળા વસ્ત્રો આદિ જોઈ સીતાજી ગભરાયા અને ભયભીત બનીને બૂમ પાડી ઉઠયા. ત્યારે દાસીઓ ત્યાં દોડી આવી અને નારદજીની પીટાઈ કરી. નારદજી ત્યાંથી ભાગી છૂટયા અને ઉડીને વૈતાઢય પર્વત પર આવ્યા. તેમને ખૂબ ક્રોધ ચડયો. સીતાનું વેર લેવાનો નિશ્ચય કર્યો. સીતાજીનું આબેહુબ ચિત્ર બનાવી ચંદ્રગતિ રાજાના પુત્ર ભામંડળના મહેલમાં પ્રવેશ કર્યો. ભામંડળને સીતાજીનું ચિત્ર બતાવ્યું. તે મોહાંધ બન્યો અને સીતાને મેળવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ. આથી ચંદ્રગતિ રાજાએ જનકરાજાને પલંગ સહિત ઉપડાવી પોતાના મહેલમાં મૂકાવ્યો. જનક રાજા પાસે ભામંડળ માટે સીતાની માંગણી કરી. ત્યારે જનક રાજાએ કહ્યું કે સીતાજીએ દશરથ રાજાના પુત્ર રામચંદ્રજીને પોતાનું હદય સોંપ્યું છે. ત્યારે ચંદ્રગતિ રાજાએ એક ધનુષ આપ્યું અને કહ્યું કે બળદેવ અને વાસુદેવ જ ઉપાડી શકે એવા આ ધનુષને જે તોડે તેને તમારી પુત્રી પરણાવો. જનક રાજા કબૂલ થયા. સ્વયંવર મંડપ તૈયાર થઈ ગયો. રામચંદ્રજી અને લક્ષ્મણજી દશરથ રાજાની આજ્ઞા લઈને આવ્યા. સીતાજી હાથમાં પુષ્પોનો હાર લઈ સ્વયંવર મંડપમાં સખીઓ સાથે આવ્યા. એક પછી એક રાજાઓ ધનુષ ઉપાડવા જાય છે પણ ઉંચકી શકવા સમર્થ થતા નથી. છેવટે રામચંદ્રજી તે ધનુષ ઉપાડે છે. સીતાજી રામચંદ્રજી સાથે લગ્નથી જોડાય છે. જ્યોતિષી દ્વારા ભામંડળને કહેવામાં આવે છે કે સીતા તારી સગી બહેન છે. ત્યારે તે કુદષ્ટિ માટે સીતાજીની માફી માંગે છે અને ખૂબ પહેરામણી આપે છે. હવે રામચંદ્રજી સીતા સાથે અયોધ્યામાં પ્રવેશ કરે છે.
શાસ્ત્ર પ્રમાણે કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. શ્રવણ નામના આંધળા માબાપના એકના એક પુત્રનું અજાણ્ય બાણ મારી મૃત્યુ નીપજાવી દશરથે વૃધ્ધ માબાપને પુત્રનો વિયોગ કરાવ્યો તેવી જ રીતે દશરથને પણ પુત્ર વિયોગનો સમય થયો. દશરથની રાણી કૈકયીએ અગાઉ રણ સંગ્રામ વખતે રાજાનો રથ પોતાની આંગળી વતી ચલાવ્યો હતો અને રાજાને સંકટમાં સહાય કરી હતી. તેથી કૈકયી પર પ્રસન્ન થઈ દશરથ રાજાએ બે વચન માંગવા કહ્યું હતું. બરાબર સમય જોઈ કૈકયી દશરથ રાજા પાસે વચન માંગે છે. (૧)શ્રી રામચંદ્રજીને વનવાસ અને (ર)તેના પુત્ર ભરતને રાજ્યગાદી. પિતાનું દુઃખ જોઈ રામચંદ્રજી શરત મુજબ વચન પાળવાનું અને ખુશીથી વનવાસ સ્વીકારવાનું કબૂલ કર્યું. રાજ્યવૈભવ ત્યાગ કર્યો. સાથે લક્ષ્મણ અને સીતાજી પણ નીકળે છે. રાજા દશરથ તરત જ મૃત્યુને શરણ થઈ ગયા.
અનેક પહાડ પર્વતો વટાવતા તેઓ ચાલતા ચાલતા કેટલાક દિવસો બાદ દંડકારણ્યમાં આવી પહોંચ્યા. એક પર્ણકુટી બાંધી તેમાં વાસ કર્યો. ફળફળાદિ ખાઇને
143