Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ઉપસંહાર:- વૃષ્ણિદશા ઉપાંગમાં કથાતત્ત્વની અપેક્ષાએ પૌરાણિક તત્ત્વનું પ્રાધાન્ય છે. અહીં જેનું વર્ણન કરાયું છે એવા યદુવંશી રાજાની તુલના શ્રીમદ્ ભાગવતમાં આવેલ “યદુવંશીય ચારિત્ર” સાથે કરવામાં આવે છે. હરિવંશ પુરાણના નિર્માણનું બીજ પણ અહીં વિદ્યમાન છે. નિરયાપાલિકા આદિ પાંચ અંગોનો ઉપસંહાર - આ પાંચ વર્ગાત્મક ઉપાંગ સૂત્રમાં પહેલા નરકનું વર્ણન ત્યાર પછી દેવલોકનું વર્ણન, ત્યાર પછી જ્યોતિષ્ક દેવોનું વર્ણન, ત્યાર પછી પ્રથમ વૈમાનિક દેવલોકમાં દેવીઓને ઉત્પન્ન થવાનું વર્ણન અને અંતે સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થવાનું વર્ણન આવે છે. આ રીતે કર્મના ભારથી ભરેલો જીવ અધોગતિવાળો હોય તેથી અધોલોકથી ઊદ્ગલોક સુધીનું વર્ણન કરતા સૂત્રકારે પ્રથમ પાપની પંક્તિ દર્શાવી, ત્યાર પછી પુણ્યની પંક્તિ દર્શાવી છે.
નંદિસૂત્રની કથાઓ આગમ મનીષી ત્રિલોકમુનિ નંદિસૂત્રની કથાઓનું વિવિધ પ્રકારે વર્ણન કરે છે જે નીચે મુજબ છે." નંદિસૂત્રની કથાઓ:
ત્પાતિક બુદ્ધિનું લક્ષણ અને તેના દૃષ્ટાંતો:- જે વ્યકિત કોઇપણ મૂંઝવણનો ઉકેલ અને ગંભીર પ્રશ્નનું સમાધાન તત્કાળ કરી દે તે ઔત્પાતિકી બુધ્ધિવાળો કહેવાય છે. આ બુધ્ધિથી અશક્ય કે દુઃશક્ય લાગતાં કાર્યો પણ ઝડપથી સફળ થઈ જાય છે.
પ્રસ્તુત આગમમાં ભરત-શિલા શબ્દથી ચૌદ કથાઓ છે અને પછી બીજી છવ્વીસ કથાઓ છે.
આમ, ઔત્પાતિક બુદ્ધિની કુલ ૪૦ કથાઓ છે. ભરત-શિલ:- (૧)ભરત (ર)શિલા (૩)ઘેટું (૪)કૂકડો (૫)તલ (૬)રેતી (૭)હાથી (૮)કૂવો (૯)વનખંડ (૧૦) ખીર (૧૧)અતિગ (૧૨)પાંદડા (૧૩)ખિસકોલી (૧૪)પાંચ પિતા. બીજી છવ્વીસ કથાઓ:- (૧)કાકડી(પ્રતિજ્ઞા, શરત) (૨)વૃક્ષ (૩)વીંટી (૪)વસ્ત્ર (૫)કાકીડો (૬)કાગડા (૭)શૌચ (૮)હાથી (૯)ભાંડ (૧૦)ગોળી (૧૧)થાંભલો (૧૨)પરિવ્રાજક (૧૩)માર્ગ (૧૪)સ્ત્રી (૧૫)પતિ (૧૬)પુત્ર (૧૭)મધુ છત્ર (૧૮)મુદ્રાઓ (૧૯)વાંસળી (૨૦)પૈસાની થેલી (૨૧)ભિક્ષુ (૨૨)ચેટકનિધાન (૨૩)શિક્ષા-ધનુર્વેદ
116