Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પૂર્ણ થતાં તેઓ બન્ને ફરી ગુરુજીની પાસે આવ્યા. ત્યાં જઈને વિનીત શિષ્ય આનંદાશ્રુ વહાવતો ગદ્ગદ્ ભાવથી ગુરુના ચરણોમાં ઝુકી ગયો પરંતુ અવિનીત શિષ્ય ઠુંઠાની જેમ ઉભો રહ્યો. એ જોઈને ગુરૂદેવે તેના સામું જોઇને પૂછ્યું-તને શું થયું છે? અવિનીત શિષ્ય કહ્યું- આપે મને બરાબર ભણાવ્યો નથી એટલે મારી વાત ખોટી પડે છે અને આને તમે દિલ દઈને ભણાવ્યો છે એટલે તેની વાત સાચી પડે છે. આપે પક્ષપાત કર્યો
ગુરુજી તેની વાત સાંભળીને ચકિત થઈ ગયા પણ કાંઈ સમજ ન પડવાથી તેણે વિનીત શિષ્યને પૂછ્યું-વત્સ! શું વાત છે? કઈ ઘટનાથી તારા ગુરુભાઇના મનમાં આવો વિચાર આવ્યો છે? વિનીત શિષ્ય માર્ગમાં જે જે ઘટના બની તે કહી સંભળાવી. ગુરુએ વિનીત શિષ્યને પૂછ્યું એ બન્ને વાતની જાણકારી તને કેવી રીતે થઈ? શિષ્ય કહ્યું ગુરૂદેવ! આપના ચરણની કૃપાથી મેં વાત બતાવી હતી. રસ્તામાં એ પ્રાણીએ પેશાબ કર્યો હતો તેની આકૃતિથી મેં જાણ્યું કે હાથી નહિ પણ હાથણી હશે, માર્ગમાં જમણી બાજુ ઘાસ પત્રાદિ ખાધેલા હતાં. ડાબી બાજુ ખાધેલાં ન હતા. તેથી મેં કહ્યું એ હાથણી ડાબી બાજુ કાણી હશે. ઘણા જનસમૂહની સાથે આરૂઢ થઈને જનાર વ્યકિત રાજકીય જ હોઈ શકે. એ જાણ્યા પછી હાથી પરથી ઉતરીને લઘુશંકા જનાર વ્યકિતના પગના ચિન્ટ જોઇને મેં વિચાર્યું કે રાણી હશે તેમ જ જમણો હાથ ભૂમિ પર ટેકાવીને એ ઉભી થઇ હશે તેથી મેં જાણ્યું એ ગર્ભવતી હશે. ત્યાંના ઝાડની ડાળ પર રેશમી લાલ તંતુ ફસાઈ ગયેલા જોઈને મેં વિચાર્યું એ સૌભાગ્યવતી હશે. તેના જમણા પગની આકૃતિ થોડીક વજનયુક્ત જોઇને મેં કહ્યું તે રાણી ટૂંક સમયમાં જ પુત્રને જન્મ આપશે. અમે થોડેક દૂર ગયા ત્યાં એક હાથણી બાંધેલી હતી. તે ડાબી આંખે કાણી હતી. તંબૂમાંથી એક દાસી મંત્રીને સમાચાર આપતી હતી કે રાજાજીને વધાઈ આપો કે રાણીબાએ પુત્રને જન્મ આપ્યો છે. આ રીતે આપશ્રીના આર્શીવાદથી મારી દરેક વાત સાચી પડી છે.
બીજી વાત એક વૃદ્ધા સ્ત્રીની હતી. તે વૃદ્ધાએ અમને પ્રશ્ન કર્યો કે મારો પરદેશ ગયેલો દીકરો ફરી કયારે આવશે? એ જ સમયે તેના મસ્તક પરથી પાણીનો ભરેલો ઘડો ભૂમિ પર પડી ગયો. ઘડાના સેંકડો ટુકડા થઈ ગયા અને પાણી બધું એ માટીમાં સમાઈ ગયું. તેથી મેં વિચાર્યું કે માટીથી માટલી બની હતી અને માટીમાં ફરી મળી ગઈ તેથી મેં જાણ્યું કે જે માતાએ પુત્રને જન્મ આપ્યો હતો તે માતાને પુત્ર મળી જશે. માજી ઘરે ગયા તો ખરેખર તેનો પુત્ર તેની રાહ જોતો હતો. આપની કૃપાથી આ વાત પણ મારી સાચી પડી.
શિષ્યની વાત સાંભળીને ગુરૂજી અત્યંત ખુશ થયા અને તેની પ્રશંસા કરી કે આ
126