Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ચંદ્રપ્રદ્યોતનના ગળે આ વાત ઉતરી ગઇ. તેને અભયકુમાર પર બહુ ક્રોધ આવ્યો. તેણે નગરમાં ઢંઢેરા પિટાવ્યો કે જે કોઇ માણસ અભયકુમારને પકડીને મારી પાસે લઇ આવશે તેને બહુમૂલ્ય પુરસ્કાર આપવામાં આવશે.
નગરમાં ઘોષણા તો થઇ. પરંતુ બિલાડીના ગળામાં ઘંટી બાંધવા જાય કોણ? રાજાના મંત્રીઓ, સેનાપતિઓ આદિથી લઇને સાધારણ વ્યક્તિ સુધી દરેકને આ વાત પહોંચાડી પણ કોઇની હિંમત ચાલી નહિ. આખરમાં એક વેશ્યાએ આ કાર્ય કરવાની હામ ભરી. તે રાજગૃહ ગઇ. ત્યાં જઇને આદર્શ શ્રાવિકા જેવી ધર્મકરણી કરવા લાગી. કયારેક કયારેક તે અભયકુમારને પણ મળતી. થોડો સમય વીત્યા બાદ તે પાખંડી શ્રાવિકાએ એક દિવસ અભયકુમારને પોતાને ત્યાં ભોજન કરવા નિમંત્રણ મોકલ્યું. શ્રાવિકા સમજીને અભયકુમારે નોતરું સ્વીકારી લીધું. વેશ્યાએ ખાવા લાયક દરેક વસ્તુઓમાં નશા ચડે એવો પદાર્થ નાખ્યો હતો. તે વસ્તુને આરોગતા આરોગતા જ અભયકુમાર મૂર્છિત થઇ ગયો. ગણિકા આ પળની જ રાહ જોઇ રહી હતી. તેણીએ વિલંબ કર્યા વગર અભયકુમારને પોતાના રથમાં નાંખીને ઉજ્જયિની જઇને ચંદ્રપ્રદ્યોતન રાજાને સોંપી દીધો.
અભયકુમારને જોઇને રાજા હર્ષિત થયો. અભયકુમાર જ્યારે હોશમાં આવ્યો ત્યારે વ્યંગમાં પરિહાસ પૂર્વક રાજાએ કહ્યું કેમ બેટા! ધોખાબાજીનું ફળ મળી ગયું ને? કેવી ચતુરાઇ કરીને મેં તને અહીં પકડી મંગાવ્યો?
અભયકુમારે જરા પણ ગભરાયા વગર અને નિર્ભયતાપૂર્વક કહ્યુ માસા! આપે તો મને બેહોશીમાં રથમાં નાખીને અહીં મંગાવ્યો છે, પરંતુ હું તો આપને હોશપૂર્વક રથમાં બેસાડીને જૂતાનો માર મારતો રાજગૃહમાં લઇ જઇશ. રાજાએ અભયકુમારની વાતને ઉપહાસ સમજીને ટાળી નાંખી અને અભયકુમારને ત્યાં જ રાખી લીધો. પરંતુ અભયકુમારે બદલો લેવાનો નિર્ણય કર્યો હતો. તે મોકાની રાહ જોતો હતો.
થોડા દિવસ વ્યતીત થવા પર અભયકુમારે એક યોજના બનાવી. યોજના અનુસાર એક એવી વ્યક્તિની ખોજ કરી કે જેનો અવાજ બિલકુલ ચંદ્રપ્રદ્યોતન રાજા જેવા જ હતો. એવી ગરીબ વ્યક્તિને બહુ મોટા ઇનામની લાલચ આપીને પોતાની પાસે રાખી લીધો અને પોતાની યોજના તે માણસને અભયકુમારે સમજાવી દીધી.
એક દિવસ એ ગરીબ માણસને અભયકુમારે રથમાં બેસાડયો અને નગરના મધ્ય ભાગમાં તેના મસ્તક પર જૂતાનો માર મારતો મારતો અભયકુમાર નીકળ્યો. જૂતાનો માર ખાનાર બૂમાબૂમ કરતો હતો કે અભયકુમાર મને જૂતાથી મારે છે માટે મને બચાવો... બચાવો... પોતાના રાજા જેવો અવાજ સાંભળીને લોકો દોડીને પેલા માણસને છોડાવવા માટે ત્યાં આવ્યા. તેઓને જોઇને જૂતા મારનાર અને જૂતા
131