Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
બીજી છવ્વીસ કથાઓ:(૧) પ્રતિજ્ઞા - કોઈ એક ખેડૂત પોતાના ગામથી કાકડીની ગાડી ભરીને શહેરમાં વેચવા ગયો. નગરના દરવાજા પાસે પહોંચતા જ તેને એક પૂર્તિ મળી ગયો. તેણે ખેડૂતને કહ્યું હું તમારી આ બધી કાકડી ખાઈ જાઉ તો તું શું આપે? ખેડૂતે કહ્યું, એવો લાડુ આપું જે દરવાજાની બહાર ન જઈ શકે. શર્ત નક્કી થઈ ગઈ.
ધૂર્ત નાગરિકે પહેલા ખેડૂતની દરેક કાકડી થોડી થોડી ખાઈ લીધી. કાકડીને એઠી કરી કહે કે “લો ભાઈ મેં તમારી બધી કાકડી ખાઈ લીધી છે. ખેડૂતે કહ્યું એમ ન ચાલે. નાગરિકે ખેડૂતને કહ્યું મારી શક્તિ પ્રમાણે તમે મને લાડુ આપી દો. ત્યારે ખેડૂતે એક બીજા ધૂર્તને શોધી લીધો. તેના કહ્યા પ્રમાણે ખેડૂતે ગામમાંથી એક નાનકડા લાડવાની ખરીદી કરી. પછી એ લાડવાને નગરના દરવાજા પાસે મૂકીને કહે- લાડુ! તું દરવાજાની બહાર જા. પણ લાડવો ખસ્યો નહિ.
આમ, બંનેની શર્ત પૂર્ણ થઈ. અહીં ધૂર્તની ઔત્પાતિકી બુધ્ધિથી કાર્ય પૂર્ણ થયું. (૨) વૃક્ષ - એકવાર યાત્રિકો એક સ્થાનેથી બીજા સ્થાને જતા હતા રસ્તામાં એક આંબા નીચે વિસામો લેવા બેઠા. આંબામાં પાકેલી કેરી જોઈ ખાવાનું મન થયું. આંબાના વૃક્ષ પર વાંદરાઓ બેઠા હતા. તેથી વૃક્ષ પર ચડીને કેરી લેવી મુશ્કેલ હતી. આખરમાં એક ઔત્પાતિક બુધ્ધિમાને એક પત્થર લઈ વાંદરા તરફ ફેંકયો. વાંદરા નકલ કરનારા હોય છે. વાંદરાએ કેરી તોડી તેના તરફ નાંખી. પેટ ભરીને કેરી ખાધી પછી ત્યાંથી રવાના થઈ ગયા. (૩) વીંટી - રાજગૃહ નગરમાં પ્રસેનજિત રાજા રાજ્ય કરતો હતો. તે નિષ્કટક રાજ્ય કરી રહ્યો હતો. તેને ઘણા પુત્રો હતા. તેમાં એક શ્રેણિક નામનો રાજકુમાર સમસ્ત રાજ્ય ગુણોથી યુક્ત હતો. તે રાજાનો પ્રેમ પાત્ર હતો. પણ રાજા પ્રગટ રૂપે તેના પર પ્રેમ પ્રદર્શિત કરતા ન હતા. કારણકે રાજાને ડર હતો કે તેના બીજા ભાઇઓ ઈર્ષાવશ શ્રેણિકને મારી ન નાંખે. શ્રેણિકને પ્રેમ નહિ મળવાથી મનોમન દુઃખી અને વ્યથિત થઈ ઘર છોડવાનો નિશ્ચય કર્યો.
ચાલતા ચાલતા બેનાતટ નામના નગરમાં પહોંચ્યો અને કોઈ વ્યાપારીની દુકાને વિસામો લેવા બેઠો. તે વ્યાપારીનો દુર્ભાગ્યથી ધંધો દરેક પ્રકારે બંધ થઈ ગયો હતો. તે શ્રેણિકના ત્યાં આવવાથી બધો માલ વેચાઈ ગયો. આવી અચિંત્યલાભ મળવાથી વ્યાપારીને શ્રેણિક માટે માન થયું કે એના કારણે, એના પુણ્યથી આ લાભ મળ્યો. આગલા દિવસે શેઠને સ્વપ્ન આવ્યું હતું કે એક રત્નાકર સાથે તેની દીકરીના લગ્ન થયા. અને શ્રેણિકને જોતા શેઠને લાગ્યું કે, આ એ જ “રત્નાકર' હશે. પ્રમુદિત થઈ
121