Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પારિતોષિક આપશે. પરંતુ અહીં ઉભેલાઓમાંથી કોઈને પણ વીંટી કાઢવાનો ઉપાય સૂઝતો નથી.
અભયકુમારે તે જ ક્ષણે કહ્યું-જો તમે મને અનુમતિ આપો તો હુ વીંટી કાઢી આપું. આ વાત જાણીને રાજાના કર્મચારીઓએ અભયકુમારને વીંટી કાઢી આપવાનો અનુરોધ કર્યો અર્થાત્ હા પાડી. અભયકુમારે સર્વ પ્રથમ કૂવાના કાંઠા પર રહીને એકવાર વીંટી ને બરાબર જોઈ લીધી. ત્યાર બાદ થોડેક દૂર પડેલા છાણને તે લઈ આવ્યો. પછી કૂવામાં પડેલી વીંટી પર તે છાણ તેણે નાંખી દીધું. વીંટી છાણમાં ચોટી ગઈ. પછી છાણ સુકાઈ ગયા બાદ તેણે કૂવામાં પાણી ભરાવ્યું. કૂવો પાણીથી છંલોછલ ભરાઈ જવાથી પેલુ સુકાઈ ગયેલું છાણ ઉપર આવતા કૂવાના કાંઠે ઉભા રહીને તેણે હાથ વડે લઈ લીધું, પછી તેમાંથી સોનાની વીંટી કાઢી લીધી. ત્યાં ઉભેલા લોકો આ યુવકની કળા જોઇને આર્થ્યચકિત બની ગયા. વીંટી બહાર નીકળી ગયાના સમાચાર રાજા સુધી પહોંચી ગયા. રાજાએ અભયકુમારને રાજમહેલમાં બોલાવ્યો અને પૂછ્યું- બેટા! તું કોણ છો ? અભયકુમારે રાજાના હાથમાં વીંટી આપીને કહ્યું- હું આપનો પુત્ર છું. રાજાએ પૂછ્યું કેવી રીતે? ત્યારે અભયકુમારે બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. એ સાંભળીને રાજા અત્યંત ખુશ થયા. તરત જ તેણે પોતાના પુત્રને વાત્સલ્ય આપીને મસ્તક પર હાથ ફેરવ્યો અને પૂછ્યું- બેટા! તારી માતા કયાં છે? પુત્રે કહ્યું તે નગરની બહાર મારા સાથીઓ સાથે છે.
અભયકુમારની વાત સાંભળીને રાજા ખુદ પોતાના પરિવારજનોની સાથે રાણી નંદાને લેવા માટે ગયા. રાજા પહોંચે તેની પહેલા અભયકુમારે સંપૂર્ણ વૃતાંત માતાને કહી સંભળાવ્યો અને એમ પણ કહ્યું- રાજાજી ખુદ આપને રાજમહેલમાં લેવા માટે પધારે છે. એ સમાચાર સાંભળીને રાણી નંદા ખૂબ જ હર્ષઘેલી બની ગઈ. એટલામાં મહારાજા શ્રેણિક ત્યાં આવી પહોંચ્યા. સમગ્ર જનતા રાણીના દર્શન કરીને હર્ષવિભોર બની ગઈ. રાજાજી રાણીને ઉત્સાહ અને સમારોહ પૂર્વક અર્થાત્ વાજતે ગાજતે રાજમહેલમાં લઈ ગયા. રાજાએ ઓત્પાતિકી બુધ્ધિના ધણી પોતાના પુત્ર અભયકુમારને મંત્રીપદે સ્થાપિત કર્યો. પછી લોકો આનંદ પૂર્વક દિવસો વ્યતિત કરવા લાગ્યા. (૪)પટઃ- એક સમયની વાત છે. બે વ્યક્તિ કોઈ સ્થળે જઈ રહી હતી. રસ્તામાં એક સુંદર મોટુ સરોવર આવ્યું. તેનું સ્વચ્છ પાણી જોઈને તેઓને સરોવરમાં સ્નાન કરવાનું મન થયું. બન્નેએ પોતપોતાનાં વસ્ત્રો ઉતારીને સરોવરના કાંઠે રાખી દીધા. પછી સ્નાન કરવા માટે સરોવરમાં ગયા. સરોવરમાં સ્નાન કરીને એક માણસ જલદી બહાર આવી ગયો. તે પોતાના સાથીની ઉનની કાંબળી ઓઢીને ચાલતો થઈ ગયો. જ્યારે
123.