Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
કહેવાની શૈલી પણ મન પર અંકિત થાય તેવી છે. વિષયવસ્તુ - આ ઉપાંગ સૂત્રમાં દસ અધ્યયનો છે. જેમ કે- ચંદ્ર, સૂર્ય, શુક, બહુપુત્રિક, પૂર્ણભદ્ર, મણિભદ્ર, દત્ત, શિવ, બલ, અનાદત્ત. આ દસે જીવો પૂર્વભવમાં ભગવાન પાર્શ્વનાથના શાસનમાં ધર્મનો બોધ પામ્યા હતા. તેઓનો વર્તમાન ભવ દેવરૂપે વર્ણિત છે. અને ભવિષ્યમાં તેઓ મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જશે. આ દસે અધ્યયનમાં ચન્દ્ર, સૂર્ય, શુક આદિ દેવ ભગવાન મહાવીરના દર્શનાર્થે આવે છે અને વિવિધ નાટક બતાવી પાછા પોતાના સ્થાને જતા રહે છે. ત્યારે ગણધર પ્રભુ ગૌતમસ્વામી દ્વારા આ દેવોની દિવ્યદેવ રિધ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થવાનું કારણ પૂછવાથી ભગવાન મહાવીરે એમના પૂર્વ ભવોનું કથન કર્યું છે.
પ્રથમ બે અધ્યયનમાં ક્રમશઃ ચંદ્રદેવ, સૂર્યદેવના પૂર્વ ભવનું નિરૂપણ છે. ત્રીજા અધ્યયનમાં શુક્ર મહાગ્રહના પૂર્વભવનું વર્ણન છે.
ચોથા અધ્યયનમાં બહુપુત્રિકા દેવીના પૂર્વ-પ્રશ્ચાદ્દ ભવની વિટંબણાઓથી ભરેલી વિચિત્ર કથા છે. આ કથામાં સાંસારિક મોહ-મમતા કેવા પ્રકારની હોય તેનું આલેખન કર્યું છે. કથાના માધ્યમથી પુર્નજન્મ અને કર્મફળના સિધ્ધાંતને પણ પ્રતિપાદિત કર્યા છે. બાકીના છ અધ્યયનોમાં પૂર્ણભદ્ર આદિનું પૂર્વભવ સહિત વર્ણન
ઉપસંહાર:- આ ઉપાંગની વિશિષ્ટતા એ છે કે ઉન્માર્ગે જતા શ્રાવક-સાધુ ભગવંતોને દેવો પ્રેરણા આપી પાછા સંયમ સ્થાનમાં સ્થિર કરે છે. દેવો પણ પ્રભુના શાસનની રક્ષા કરે છે. અહીં કુતૂહલની પ્રધાનતા છે. સાંસારિક મોહ-મમતાનું સફળ ચિત્રણ થયું છે. પુર્નજન્મ અને કર્મફળના સિધ્ધાંતોનું સચોટ નિરૂપણ થયું છે. સાધના સાધી સંયમ આરાધનાથી કોઈને પણ ચંદ્ર, શુક કે સૂર્યદેવ જેવી ઉચ્ચ પદવી પ્રાપ્ત થઈ શકે છે.
ધર્મ અને ત્યાગ એ જ સંસારના પ્રપંચથી મુક્ત કરી શકે છે. એમ જાણી પ્રત્યેક સુખે છુએ ત્યાગ અને સંયમરૂપ ધર્મના માર્ગે અગ્રેસર થવાનો સંકલ્પ કરવો જોઈએ. ઈચ્છાઓ પર કાબૂ મૂકી આત્મ કલ્યાણના શ્રેષ્ઠ માર્ગનો સ્વીકાર કરવો જોઇએ, એ જ આગમજ્ઞાન શ્રધ્ધાનો સાર છે.
- વન્ડિદશા(વૃષ્ણિદશા) સૂત્ર - તીર્થકરની જગત હિતકારિણી વાણીને એમનાં જ સંપન્ન વિદ્વાન ગણધરોએ સંકલિત કરીને આગમ કે શાસ્ત્રનું રૂપ આપ્યું છે. અર્થાત જિન વચનરૂપ ફૂલોની મુક્ત વૃષ્ટિ જ્યારે માળારૂપે ગૂંથાય છે ત્યારે તે આગમનું રૂપ ધારણ કરે છે. એ આગમ
114