Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
થયા. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઇ સંયમ અંગીકાર કરી સિધ્ધ થઇને સર્વ દુઃખોનો અંત કરશે. આ જ પ્રમાણે બાકીના નવ કુમારોનું વર્ણન છે. ઉપસંહાર:- એક જ પરિવારના દરેક જીવોની પોતપોતાના કર્મ અનુસાર ગતિ થાય છે. પિતા અને પુત્રો નરકમાં, માતા મોક્ષમાં, પૌત્રો સ્વર્ગમાં ગયા છે. તે સર્વ જીવોને પુણ્ય યોગે ભૌતિક સામગ્રી સમાન મળી હતી પણ પ્રાપ્ત સામગ્રીને કોઈકે ત્યાગી, કોઇક તેમાં આસક્ત બન્યા, કોઈકે તેના જ નિમિત્તે ઈર્ષા, વેરઝેર, ક્રોધાધિ ભાવો કર્યા અને તે પોત પોતાના ભાવાનુસાર ભિન્ન ભિન્ન ગતિને પામ્યા.
આમ પુણ્યના ઉદયે સામગ્રી મળ્યા પછી જે ત્યાગ કરે છે અને આત્મ સાધનામાં જીવન પસાર કરે છે તે આત્માઓ દેવાદિ સુગતિને પામે છે, સંપૂર્ણતયા અનાસક્ત બનતા સિધ્ધગતિને પ્રાપ્ત કરે છે.
જે ધન સંપત્તિ, પરિવારાદિમાં આસક્ત રહે, તેના કારણે ક્રોધ, લોભ આદિ કષાય કરે છે તેઓ મનુષ્યભવ વ્યર્થ ગુમાવી, અનંત કર્મોનો ભાર લઈને નરક, તિર્યંચ ગતિના મહેમાન બની દુ:ખો ભોગવે છે.
શ્રી પુષ્ટ્રિયા-પુષિકાસૂત્ર જૈન ધર્મના-દર્શનના મૂળ સ્રોત ગ્રંથોમાં આગમોની ગણના થાય છે. આ જિન આગમો અગાધ સાગર જેવા છે. જે જ્ઞાન વડે ગંભીર, સુંદર પદોરૂપી ઝરણાના સમૂહથી બનેલી સૂત્રોરૂપી નદીઓનો સંગમ છે. તે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ આદિ રત્નોથી ભરપૂર છે. વર્તમાને પ્રચલિત બાર ઉપાંગોમાંથી દસમું ઉપાંગ “પુષ્ક્રિયાપુષ્પિકા” પણ આમાનું એક છે. ડૉ.પાર્વતી નેણશી ખેરાણીના અનુમાન મુજબ, - “નિરયાવલિકા અને કલ્પાવંતસિકામાં કેવળ શ્રેણિક રાજાના પારિવારિક જનોનું જીવન વૃતાંત છે. પરંતુ આ ઉપાંગ આગમમાં દસ વ્યક્તિઓના દસ અધ્યયનો છે. તેઓમાં પરસ્પર સાંસારિક કોઈ સંબંધ નથી. તે સર્વે વિખરાયેલા ફૂલની જેમ જુદા જુદા હોવાથી આ આગમનું નામ “પુષ્પિકા” છે. જેનું પ્રાકૃત નામ “પુસ્ફિયા” છે. આ આગમમાં ૯૪ ગદ્યાશ છે. શૈલી ગદ્ય છે. આ સૂત્ર પ્રશ્ન વ્યાકરણ સૂત્રનું ઉપાંગ સૂત્ર
છે. ૨૯
આ આગમની શૈલી પ્રશ્નોતરી રૂપે છે. ભગવાન મહાવીરના મુખેથી ગૌતમસ્વામીના પ્રશ્નોના ઉત્તર રૂપે બધી કથાઓનો ભાવ પ્રવાહિત થયો છે. તેઓનો સંવાદ કેટલો મધુર અને સહજ છે તેનો અનુભવ થાય છે. તે સમયની ધર્મકથાઓ
113