Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
નામનો એક નટ હતો. તેને રોહક નામનો દીકરો હતો. દીકરો નાનો હતો ત્યારે જ ભારતની પત્નીનું મૃત્યુ થયું. તેથી રોહકની સંભાળ માટે ભારતે બીજા લગ્ન કર્યા. રોહક બહુ બુધ્ધિમાન અને પુણ્યવાન હતો.
રોહકની અપરમાતા તેને સારું રાખતી ન હતી. એકવાર તેની માતાના કડવા શબ્દો સાંભળી રોહક બદલો લેવાનું વિચારે છે. તે સમયની રાહ જુએ છે. આ બાજુ પત્નીના ખરાબ વર્તનની રોહકના પિતા ભરતને ખબર પડી ગઈ. આથી તેણે રોહકને વધારે સમય આપે છે. ભારતના બદલાયેલા વર્તનથી તેની પત્ની રોહક સાથે પણ સારો વ્યવહાર કરવા લાગી. રોહકને અપરમાતામાં શ્રધ્ધા બેસતી નથી. આથી તે ભોજન આદિ અનેક કાર્યો પિતાની સાથે કરે છે.
એકવાર રોહક પિતાજી સાથે ઉજ્જયની નગરીમાં ગયો ત્યા નગરીનું સૌદર્ય, સમૃધ્ધિ જોઈને રોહક મુગ્ધ બની ગયો. તેણે નગરીનો નકશો પોતાના મનરૂપી કેમેરામાં ઉતારી લીધો. થોડા સમય બાદ તે નદી કિનારે રેતીથી રમતો હતો. એકાએક તેણે રેતીમાં ઉજ્જયિની નગરીનો આબેહૂબ નકશો તૈયાર કર્યો. રાજમહેલ, નગરીને ફરતો કિલ્લો, કોઠા, કાંગરા, રાજધાની વગેરે દશ્ય બહુ સુંદર ચિતર્યું. સંયોગવશ તે નગરીના રાજા તે સમયે નદી કિનારે આવ્યા. ચાલતાં ચાલતા તે આ નકશા પર ચાલવા લાગ્યા. તે જ ક્ષણે રોહકે તેમને રોકીને કહ્યું-“મહાશ! આપ આ માર્ગથી ન જાઓ. આ રાજભવન છે. એમાં કોઈ આજ્ઞા વગર પ્રવેશ ન કરી શકે.''
રાજાએ શબ્દ સાંભળતા જ કૂતુહલ પૂર્વક રોહકે બનાવેલ પોતાની નગરીનો નકશો નીરખીને જોયો. અને તેની બુધ્ધિ પર ઓવારી જાય છે. રાજા તેને મંત્રી બનાવવાનું વિચારે છે. એ પહેલાં તેની પરીક્ષા લેવાનું વિચારે છે. થોડા સમય બાદ રાજાએ રોહકની પરીક્ષા લેવાની શરૂઆત કરી. (૨)શિલાઃ- રાજાએ ગામવાસીઓને બોલાવીને કહ્યું, તમે બધા લોકો મળીને સુંદર મંડપ બનાવો, પરંતુ શરત એ છે કે ગામની બહાર મહાશીલા છે તેને ખસેડયા વિના એ જ શિલા મંડપની છત બનવી જોઇએ.
રાજાની આજ્ઞા સાંભળી ગામ લોકો તેમજ ભરત નટ પણ ચિંતામાં પડી ગયા. પરંતુ રોહકે તેનો ઉપાય કીધો. રોહકે કહ્યું, “આપ લોકો મંડપ બનાવવા માટે મહાશિલાની ચારે તરફ જમીન ખોદો જ્યાં જ્યાં જરૂર પડે ત્યા થાંભલા લગાવી દો.
118