Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પહેલા મૃગાપુત્ર અધ્યયનમાં મૃગાપુત્ર જન્મથી જ આંધળો અને બહેરો હતો. તેના આંખ, કાન, નાક, પગ આદિ અવયવ નહોતા, ફકત નિશાની જ હતી. ગર્ભમાં હતો ત્યારે તેને ભસ્મક નામનો રોગ થઇ ગયો હતો. તેથી તે જે કાંઇ આહાર ગ્રહણ કરતો તે તરત જ નષ્ટ થઈ જતો હતો અને તે તત્કાળ પરૂ અને લોહીના રૂપમાં પરિણત થઇ જતો હતો. ત્યારપછી તે પરૂ અને લોહીને પણ ખાઇ જતો હતો. તેને જે ભોંયરામાં રાખવામાં આવ્યો હતો ત્યાં મરેલા પ્રાણીઓનાં કલેવર સડી ગયાં હોય તેનાથી પણ અતિશય ખરાબ દુર્ગધ આવતી હતી, જેમાં કીડાઓ ખદબદતા હતા. તે નરકની સમાન વેદનાઓનો અનુભવ કરતો હતો.
તેની આવી દયનીય દુર્દશાનું કારણ તેના પૂર્વભવમાં દુષ્ટતાથી આચરિત અશુભ પાપકારી કૃત્યો હતો. પૂર્વભવમાં તે ઇકોઈ રાઠોડ નામના રાજનિયુક્ત પ્રતિનિધિ હતો. જે મહા અધર્મી, અધર્માનુગામી, અધર્મનિષ્ઠ, અધર્મભાષી, અધર્માનુરાગી, અધર્માચારી, પરમ અસંતોષી હતો. તે પાંચસો ગામોનું અધિપત્ય શાસન કરતો હતો. ત્યાંના ખેડૂતોનું કર મહેસૂલ તે દમનથી, લાંચથી, અધિક વ્યાજથી, હત્યા આદિનો અપરાધ લગાવીને કરતો હતો. પ્રજાને દુઃખિત તાડિત, તિરસ્કૃત અને નિર્ધન કરવામાં આનંદ લેતો હતો, છેતરપીંડી અને માયાચારને પોતાનું કર્તવ્ય સમજતો હતો.
આવા મલિન પાપકર્મોના આચરણનું ફળ તેણે આગામી ભવોમાં તો ભોગવશે પણ તે જ ભાવમાં પણ ભોગવ્યું. તેને સોળ પ્રકારના રોગોતક ઉત્પન્ન થયા. તેની ચિકિત્સા કરવામાં કોઈ વૈદ્ય કે ચિકિત્સક સમર્થ ન થઈ શક્યા. આમ જ જીવન વ્યતીત કરી મારીને તે પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાંથી મૃગાપુત્ર તરીકેનો અત્યંત દયનીય ભવ મળે છે. આમ, આજના લાંચ-રુશ્વતના વાતાવરણમાં પ્રસ્તુત સૂત્ર સમીક્ષાપાત્ર બની રહે છે.
દુઃખ વિપાકના બે થી આઠ અધ્યયનના કથા નાયકો માંસાહાર કરનાર, નિરપરાધ ભોળા પશુઓને સંગાસતિ કરનાર, વેશ્યાગમન કરનાર, ઇંડાનુ સેવન કરનાર, ચોરી કરનાર, પંચેન્દ્રિય વધ કરનાર, મદ્યપાન કરનાર, હોમયજ્ઞ માટે બાળકોના કુમળા હૃદયની બલિ કરનાર, હિંસા કરનાર વગેરે અધમ પાપાચાર કરનાર છે. તેઓ તેમના દુઃખદાયી કર્મોનાં કેવા કટુ પરિણામો ભોગવે છે તેનો હદયસ્પર્શી અહેવાલ તે સાત અધ્યયનોમાં છે.
નવમા અને દસમા અધ્યયનના પાત્રોમાં બે સ્ત્રી પાત્ર છે. દેવદત્તા અને અંજુશ્રી. ભોગાસક્ત દેવદત્તાની સ્વાર્થવૃતિ એટલી બધી ભયંકર હોય છે કે તે પોતાના સંબંધ ભૂલી જાય છે અને ક્રોધાવેશમાં ન કરવાના કામ કરે છે. પૂર્વ ભવમાં ૪૯૯ સાધુઓને