Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
જીવતા સળગાવી દેનારી દેવદત્તા તે ભવમાં સાસુની હત્યા કરે છે.
દશમા અધ્યયનની અંજુશ્રી પૂર્વ ભવનાં અનર્થોની ખાણ સમાન, કામભોગોમાં લીન રહીને દુઃખોની પરંપરા વધારે છે.
આમ, દુ:ખ વિપાક સૂત્રમાં દુષ્કૃત્યોના કડવા પરિણામો બતાવ્યા છે. જ્યારે વિપાક સૂત્રના બીજા શ્રુત સ્કંધ સુખ વિપાક સૂત્રમાં પુણ્યશાળી પુરુષો દાન વગેરે સત્કાર્ય કરી, સુખ ભોગવતા સમ્યક્દર્શન પામી, સમ્યક્તપમાં પુરુષાર્થ ફોરવી, સિધ્ધગતિના શિખર સર કરશે, તેનું સદ્દષ્ટાંત નિરૂપણ છે.
પ્રથમ અધ્યયનમાં સુબાહુકુમારનું વર્ણન છે. પરમ પુણ્યના ઉદયથી સુબાહુકુમારને રાજ પરિવારમાં જન્મ અને શ્રમણ ભગવાન મહાવીરના સમાગમનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેમને એટલી બધી સુંદર, મનોહર, સૌમ્ય અને પ્રિય આકૃતિ મળી હતી કે ગૌતમ સ્વામી જેવા વિરક્ત મહાપુરુષનું હૃદય પણ તેમના તરફ આકૃષ્ટ થયું હતું. તેમની તેવી મનોહરતાનું કારણ તેમનો પૂર્વ ભવ હતો.
પૂર્વભવમાં સુબાહુકુમાર ધનાઢ્ય પ્રમુખ ગાથાપતિ હતા. એકદા તેમના ઘરે નિરંતર માસખમણના પારણે માસખમણ કરતાં સુદત્ત-અણગાર પારણાના દિવસે ગોચરી માટે પધાર્યા. તેમને જોઇને તે અત્યંત હર્ષિત થઇ વંદન નમસ્કાર કરી સુપાત્ર આહાર દાનનો લાભ લીધો. આહાર દાન દેતા સમયે અને આપ્યા પછી પણ પ્રસન્નતાનો અનુભવ કર્યો.
જો દેય, દાતા અને પ્રતિગ્રાહક પાત્ર-આ ત્રણે શુધ્ધ હોય તો તે ધન જન્મમરણના બંધનોને તોડનાર અને સંસાર અલ્પ કરનાર થાય છે. અહીં સુમુખ ગાથાપતિ શુ દ્રવ્ય- નિર્દોષ વસ્તુ વહોરાવે છે, પોતે પવિત્ર દાતા અર્થાત્ ગોચરીના નિયમ યોગ્ય છે અને લેનાર પણ મહાતપસ્વી શ્રમણ છે. આમ ત્રિકરણ શુધ્ધિ અને વિશુધ્ધ ભાવનાથી સંસારને અતિઅલ્પ કરી મનુષ્યના આયુષ્યનો બંધ કરે છે પછીના ભવમાં સુબાહુકુમાર પણે ઉત્પન્ન થાય છે.
ત્યારપછી સુબાહુકુમાર શ્રમણોપાસક થઇ ગયા. એકવાર પૌષધશાળામાં અક્રમ વ્રત ધારણ કરીને રાત્રિના સમયે ધર્મજાગરણમાં ચિંતવણા કરતા હતા કે જો ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા અહીં પધારે તો હું દીક્ષા લઇ ધન્ય બનું. ભગવાન પધારે છે અને સુબાહુકુમાર અણગાર બની શુધ્ધ સંયમ પાળી અંતે એક માસનું અનશન કરી દેવલોકમાં ઉત્પન્ન થયા. તે પંદર ભવો પછી મોક્ષે જશે, તેવું વિધાન સૂત્રમાં છે.
બાકીના નવ અધ્યયનમાં પણ નામ અને સ્થાન સિવાય બધી વિગતો એક
99