Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ઉત્તરાધ્યયન સૂત્ર આજથી ર૫૦૦ વર્ષ પૂર્વે સર્વજ્ઞ શ્રી મહાવીરદેવે પોતાના આયુષ્યના ૧૬ પ્રહર બાકી હતા ત્યારે ભવ્યજીવોના કલ્યાણ અર્થે અપાપા નગરીમાં, હસ્તિપાળની લેખનશાળામાં, નવમલ્લી નવલચ્છી ગણના રાજાઓ એકત્ર થયા હતા. અને જેઓ ભગવાનના સાનિધ્યમાં છઠ્ઠ પૌષધનું વ્રત લઇ ધર્મ આરાધના કરી રહ્યા હતા. એ સમયે ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્રની અંતિમ અમર દેશના આપી હતી. આથી જ આ સૂત્રને ઉત્તરાધ્યયન સૂત્ર અથવા ભગવાન મહાવીરની અંતિમદેશના કહેવામાં આવે છે.
રચના કાળ:- ભગવાન મહાવીરના ઉપલબ્ધ સૂત્રોના બે ભાગ પડે છે. (૧)અંગપ્રવિષ્ટ (ર)અંગબાહ્ય.
ઉત્તરાધ્યયન સૂત્રનો સમાવેશ અંગબાહ્યમાં થાય છે. તેમ છતાં તે આખું સૂત્ર સુધર્માસ્વામી જંબુસ્વામીને સંબોધીને કહેલું છે. સૌધર્માસ્વામી વીર નિર્વાણ પછી વીસમે વર્ષે મુક્તિ પામ્યા. અલગ અલગ દૃષ્ટિકોણથી ઉત્તરાધ્યયન સૂત્રનું મહત્ત્વઃસામાજિક દૃષ્ટિકોણ:- ભગવાન મહાવીરે અણગારી અને આગારી બે પ્રકારના માર્ગો બતાવ્યા છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં આ બંને માર્ગ સ્પષ્ટ રીતે બતાવ્યા છે. ભાષાકય દૃષ્ટિકોણ:- ભાષાીય દૃષ્ટિએ આ ગ્રંથ સરળ ભાષામાં રચાયો છે. માટે બાલ જીવો સરળતાથી ભણી શકે. ધાર્મિક દૃષ્ટિકોણ - આ સૂત્રમાં વિનય, અહિંસાના સિધ્ધાંતનું ગંભીર પ્રતિપાદન, ગૃહસ્થના કર્તવ્યો, કર્માવલંબી વર્ણવ્યવસ્થા, સંયમની મહત્તા, ત્યાગભાવના આદિ ઉત્તમ પદાર્થ પાઠો અલંકૃત થયા છે.
આમ, અલગ-અલગ દ્રષ્ટિકોણથી જોતાં સૂત્રની મહત્તા જાણી શકાય છે. ભદ્રંકરસૂરીશ્વરજી દ્વારા કરાયેલા ઉત્તરાધ્યયન સૂત્રના અનુવાદમાં કહ્યું છે કે,
“શ્રી સર્વજ્ઞ ભગવંતોએ નિર્મલ કેવળજ્ઞાન દ્વારા વિશ્વભરના જંતુઓને સત્ય, પરિપૂર્ણ અને અનંતજ્ઞાન દર્શાવ્યું છે. તે જ્ઞાન ગણધર ભગવંતોએ સ્વસ્મૃતિમાં અંકિત કરી આગમરૂપે ગૂચ્યું છે. શ્રી વીતરાગ દેવનું જ્ઞાન જે કોઈપણ આગમમાં ગૂંથેલું હોય તે સર્વ સ્વાધ્યાય યોગ્ય જ છે. તે જ્ઞાનનું ચિંતવન અને પરિશીલન આત્માને સ્થિર સ્વભાવી બનાવે જ છે. આત્માનું સાચું દર્શન કરવાને એ સમર્થ જ હોય છે.
77