Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
વમન કરેલ વિષ ન પીએ. નેમિકુમારે મારો ત્યાગ કર્યો. આથી મારી સાથે ભોગની ઇચ્છા તમે કેમ કરો છો? તમારી આ ઈચ્છા બરાબર નથી. તમે સંયમ હારી જશો.”
રાજીમતીના આ કઠોર વચન સાંભળી રથનેમિને પોતાની ભૂલનો ખ્યાલ આવી ગયો. તે ફરીથી પ્રભુ પાસે જઈ પોતાના અપરાધની આલોચના લઇ શુધ્ધ બન્યા. છેવટે રાજીમતી અને રથનેમિએ મોક્ષ પ્રાપ્ત કર્યો. (૧૨) ર૩મું અધ્યયન કેશીગૌતમીય છે.
શ્રમણ ભગવાન મહાવીરના અસ્તિત્વકાળમાં પાર્શ્વનાથ પરંપરાના સાધુ પણ વિદ્યમાન હતા. એ સમયે પાર્શ્વનાથ સંતાનીય કેશી ગણધર પોતાના શિષ્ય પરિવાર સાથે વિદ્યમાન હતા. એકવાર કેશી ગણધર પોતાના પરિવાર સાથે શ્રાવસ્તી નગરીના હિંદુકનમાં પધાર્યા. એ સમયે મહાવીર પ્રભુના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામીજી પણું કોષ્ટક વનમાં પધાર્યા.
કેશી ગણધર અને ગૌતમ ગણધરના સાધુ જ્યારે ભિક્ષા માટે જતા ત્યારે બંનેની આચાર ભિન્નતા જોઈ મુનિઓને શંકા થઇ કે, પાર્શ્વનાથ પ્રભુ અને મહાવીર પ્રભુ બંને સર્વજ્ઞ છે. બંનેએ મોક્ષ માર્ગ બતાવ્યો તો પછી બંનેના આચારોમાં ભિન્નતા કેમ? પાર્શ્વનાથ પ્રભુના સાધુ ચાર મહાવ્રતના પાલન કરતા હતા અને રંગીન વસ્ત્ર ધારણ કરે છે. જ્યારે મહાવીર પ્રભુના સાધુ પાંચ મહાવ્રત ધારણ કરે છે. અને પૂર્ણ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે.
સાધુઓના મનમાં રહેલ શંકાઓના સમાધાન માટે ચાર જ્ઞાન ધારક ગૌતમસ્વામી સ્વયં તિંદુકનમાં આવ્યા.
સર્વના સમાધાન માટે કેશી ગણધરે ગૌતમસ્વામીને પૂછયું, “આ ભેદ કેમ?' ત્યારે ગૌતમસ્વામીએ ઉત્તર આપતા કહ્યું કે, “પ્રથમ તીર્થકરના સાધુ ત્રાજુ અને જડ હતા. જડ હોવાને કારણે એમને ધર્મનો બોધ કઠિન હતો. પરંતુ સરળ હોવાથી ધર્મનું પાલન સરળ હતું.'
અંતિમ તીર્થકર મહાવીર પ્રભુના સાધુ વક્ર અને જડ છે. જડતાના કારણે ધર્મનો બોધ કઠિન અને વક્રતાના કારણે ધર્મનું પાલન પણ કઠિન છે.”
“જ્યારે અજિતનાથથી પાર્શ્વપ્રભુ સુધીના સાધુ ઋજુ અને પ્રાજ્ઞ હોવાને કારણે ઘર્મનો બોધ પણ સરળ અને પાલન પણ સરળ હતું.'
બસ આ જ કારણે પાર્શ્વનાથ અને મહાવીર પ્રભુના આચાર ભેદ છે. ગૌતમસ્વામીનો જવાબ સાંભળી દરેકની શંકા દૂર થઈ. અંતમાં કેશી ગણધર
86