Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
૨૩ -કેશીગૌતમ - ૮૯ ગાથા રપ - સાચોયજ્ઞ- ૪૪ ગાથા
આ સૂત્રમાં આવતી દૃષ્ટાંત કથાઓ:(૧) ૭માં અધ્યયન ઉરબ્રીયમાં ઘેટા(બકરા) દષ્ટાંત આપી સંસારના ભોગોની ભયંકરતા સમજાવી છે. એક કસાઇને ત્યાં ગાય અને વાછરડું તથા બકરીનું બચ્ચું બકરો પણ છે. કસાઈ રોજ બકરાને લીલું ઘાસ નાખે જ્યારે ગાયના વાછરડાને સૂકું ઘાસ નાંખે. આ જોઈ વાછરડાને બકરાની ઈર્ષ્યા થાય છે. તે તેની માને ફરિયાદ કરે છે. ત્યારે મા સાંત્વન આપી કહે છે કે થોડાક દિવસમાં જ આનું રહસ્ય ખૂલી જશે.
થોડા દિવસમાં કસાઇને ત્યાં મહેમાન આવ્યા ત્યારે તરત જ કસાઇએ બકરાને મારી અતિથિનો સત્કાર તેમજ ઉજાણી કરી.
આ દશ્ય જોઇ માતાએ વાછરડાને કહ્યું, “જોયું! લીલા ઘાસનું પરિણામ.”
આ કથા દ્વારા ઉપદેશ આપતા પ્રભુ મહાવીર કહે છે કે મહાપુણ્યોદયે સાધુ જીવન તેમજ મનુષ્યભવ મળ્યો છે. પરંતુ આ જીવનની પ્રાપ્તિ પછી જીવ આહાર આદિમાં આસક્ત બને તે આત્માની દશા આ બકરા જેવી થાય છે. ક્ષણિક સુખોને ભોગવી દુર્ગતિમાં જવું પડે છે. (૨) ૮મા અધ્યયન- કપિલીયમાં કપિલમુનિની કથા દ્વારા લોભવૃતિ વિશે સમજાવી જીવને દુર્ગતિમાં જતા અટકાવવાનો ઉપદેશ આપ્યો છે.
કપિલ નાના હતા ત્યારે તેમના પિતા ગુજરી ગયા. તેમના પિતા રાજ પુરોહિત હતા. રાજાએ તેમની જગ્યાએ નવો પુરોહિત નીમ્યો. તે નવો પુરોહિત ઠાઠમાઠથી. રાજમાર્ગ પર જતો હતો. તે જોઈ પૂર્વાવસ્થા યાદ આવતા કપિલની માતા રડે છે. ત્યારે કપિલને થયું, “હું મારા પિતાનું પદ પાછું મેળવીશ.' માતાએ તેને ભણવા માટે તેના પિતાના મિત્ર ઇંદ્રદત્તને ત્યાં જવાની સલાહ આપી. ઇંદ્રદત્તે ખુશીથી ભણાવવાની હા પાડી. તેના ખાવાની વ્યવસ્થા શાલિભદ્ર શેઠને ત્યાં કરી. તે શેઠની દાસી રોજ કપિલને જમવાનું પીરસતી. એમ થતા બંને મિત્ર બને છે. એકવાર દાસી ઉદાસ હતી ત્યારે કપિલ તેની ઉદાસીનું કારણ પૂછ્યું. ત્યારે દાસી જણાવે છે કે,
કાલે અમારે ત્યાં ઉત્સવ છે. બધા શણગાર સજી આવશે પણ મારી પાસે પૈસા નથી.' આ માટે કપિલે ઉપાય પૂછ્યો ત્યારે દાસીએ કહ્યું કે, “આ નગરમાં ધન નામનો શેઠ સવારના પહોરમાં પોતાને મંગળ વચનોથી જગાડનાર બ્રાહ્મણને બે સોનામહોર દક્ષિણા આપે છે.'
79.