Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
શિષ્યનું મન કોઇપણ કારણસર સંચમભાવથી ચલિત થઇ જાય, ત્યારે ગુરુવર્યોએ ખાસ લક્ષ્ય આપીને ઉપાલંભ વચનો દ્વારા કે અન્ય કોઇ ઉપાયે તેને સંચમમાં સ્થિર કરવી જોઇએ એવા ભાવ મેઘકુમારના અધ્યયન દ્વારા પ્રગટ થયા છે.
શ્રમણોએ પોતાના શરીરની આહાર-પાણીની સાર સંભાળ કેવા નિર્લેપભાવથી રાખવી જોઇએ તેનું વિજયચોર-ધન્ય સાર્થવાહનુ કથાનક દિગ્દર્શન કરાવે છે.
સંયમ આરાધનામાં શિથિલ થઇ ગયા પછી પણ જો કોઇ સાધક સંવેગને પ્રાપ્ત કરીને સંયમમાં ઉદ્યમવંત થઇ જાય તો તે શૈલકરાજર્ષિની સમાન તે જ ભવમાં સિધ્ધ થઇ શકે. એનું પ્રેરણારૂપ દષ્ટાંત રજૂ કર્યું છે. તેમાં પંથકમુનિનો શિષ્ય તરીકેનો વ્યવહાર વિનયધર્મનું સાક્ષાત્ દર્શન કરાવે છે.
પાંચ કમોદના દાણાની રોહિણીએ જેવી રીતે વૃધ્ધિ કરી ગાડા ભર્યા તેમ સાધુસાધ્વી પાંચ મહાવ્રતોમાં વૃધ્ધિ કરે તો સંસારથી મુક્ત થાય છે.
દરેક ધર્મનો પાયો નીતિમૂલક હોય છે. પણ જૈનધર્મ એથી પણ આગળ વધીને કષાય ત્યાગને પાયો માને છે. સંયમી અને ભવિષ્યમાં તીર્થંકર પદ મેળવવાવાળો જીવ પણ જો સૂક્ષ્મ અને ધર્મ વિષયક માયા કરે તો તે સ્ત્રીવેદ-મોહનીય કર્મનો બંધ કરે છે. મલ્લિનાથ તીર્થંકરનું સ્ત્રીપણે જન્મવું એ આ અવસર્પિણીકાળની આશ્ચર્યકારક ઘટના છે.
અપયશ અને નિંદાથી બચવા નાગશ્રી બ્રાહ્મણીએ પણ માચા છાની કરી પણ તેના ફળ જગજાહેર થયા. નાગશ્રીનું કથાનક ત્રિકરણ શુધ્ધિપૂર્વકના આહારદાનની સમજ આપે છે.
‘ગુણવાનના અંગે ગુણવાન બનાય' એ ઉક્તિના ન્યાયે સુબુધ્ધિ પ્રધાનની સંગે જિતશત્રુ રાજા પલટાયા.
પોતાના ત્રણેય ભવ અલગ-અલગ ગતિમાં હોવા છતાં ત્રણેય ભવમાં ભગવાન મહાવીરનો ભેટો થયો. માનવનો ભવ નંદમણિયારનો, તિર્યંચનો ભવ દેડકાનો અને ત્રીજો ભવ દુર્દર દેવનો ભવ. ઉચ્ચ ગતિમાં ભૂલ્યોને તિર્યંચના ભવમાં પાશ્ચાતાપ સાથેનું તપ અને ભગવાનના દર્શનની પ્રબળ ઇચ્છાના કારણે તિર્યંચ ગતિનો અવરોધ પણ નડતો નથી. અહીં બીજી બોધનીય વાત એ છે કે સદ્ગુરુના સમાગમે સમકિત આદિ આત્મિક ગુણોની વૃધ્ધિ થાય છે અને ગુરુ સમાગમ વિના પતન પણ થાય છે.
અનિવાર્ય સંજોગોમાં પોતાના પ્રાણ બચાવવા ધન્ય સાર્થવાહે પોતાની જ પુત્રીનું માંસ-રુધિર પકાવી આહાર કર્યો. તેમ છતાં તેની પાછળનો હેતુ દેહ ટકાવવો
53