Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
અત્યંત પાપિણી અને રૌદ્રા છે. જ્યારે હું તમને લઈ જઈશ ત્યારે તે અનેક ઉપદ્રવ કરશે, લલચાવશે. તમે તેના પ્રલોભનમાં સપડાઈ જશો તો હું તમને સમુદ્રમાં ફેંકી દઇશ. અને નહિ ફસાઓ, મન દેઢ રાખશો તો તમને ચંપાનગરી પહોંચાડી દઈશ.
શેલક યક્ષે બંનેને પોતાની પીઠ પર બેસાડી લવણ સમુદ્ર ઉપર ચાલવા માંડ્યું. રત્નાદેવીએ જ્યારે બંનેને જોયા ત્યારે પીછો કરી પકડી પાડ્યા. અનેક પ્રકારે વિલાપ કર્યો. જિનપાલિત યક્ષની ચેતવણીને ધ્યાનમાં રાખી અવિચલ રહ્યો. જ્યારે જિનરક્ષિતને તેની શુંગાર અને કરુણાજનક વાણી સાંભળી અનુરાગ પ્રગટ્ય.
પોતાની પ્રતિજ્ઞા અનુસાર યક્ષે જિનરક્ષિતને પછાડ્યો અને નિર્દયી રત્નાદેવીએ તલવારથી જિનરક્ષિતના ટૂકડે ટુકડા કર્યા. જ્યારે જિનપાલિત દઢ મનોબળના કારણે ચંપાનગરી પહોંચી ગયો. ઉપદેશ:- આ કથા દ્વારા બોધ મળે છે કે જે મનોબળથી ઇન્દ્રિયોને વશમાં રાખે છે તે જિનપાલિતની જેમ સફળ થાય છે. અંતે મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે, જ્યારે મોહનીય કર્મને આધીન વ્યક્તિ જિનરક્ષિતની જેમ કષ્ટને પામે છે. ભવ ભ્રમણ વધારે છે. અધ્યયન-૧૦માં ચંદ્રની કળાનું દૃષ્ટાંત છે.
આ અધ્યયનમાં કોઇ કથા નથી પણ ઉદાહરણ દ્વારા જીવોનો વિકાસ અને દ્વાસ અથવા ઉત્થાન અને પતનનું વર્ણન કરવામાં આવ્યું છે.
ગૌતમ સ્વામી પ્રશ્ન કરે છે કે, “ ભંતે! જીવ કયા કારણથી વૃધ્ધિ અને હાનિ પ્રાપ્ત કરે છે?”
ગૌતમ! જે રીતે કૃષ્ણ પક્ષની પ્રતિપદાનો ચંદ્ર, પૂર્ણિમાના ચંદ્રની અપેક્ષાએ કાન્તિ, દીપ્તિ, પ્રભા અને મંડલની દષ્ટએ હીન હોય છે. ત્યારબાદ બીજ, ત્રીજ આદિ તિથિઓમાં હીનતર થતો જાય છે. અમાવસ્યાના દિવસે પૂર્ણરૂપે નષ્ટ થઈ જાય છે. તેવી જ રીતે સાધક અણગાર આચાર્યાદિની સમીપે ગૃહત્યાગ કરી અણગાર બને પછી જો તે ક્ષમા, માવ, આર્જવ, બ્રહ્મચર્ય આદિ મુનિધર્મથી હીન બને છે અને પછી હીનતર થતો જાય છે. પતન થાય છે. અંતે અમાવસ્યાના ચંદ્રની જેમ સંપૂર્ણ નષ્ટ થઈ સંયમ રહિત બને છે.
વિકાસ એટલે વૃધ્ધિ. શુકલ પક્ષની પ્રતિપદાનો ચંદ્ર અમાવસ્યાના ચંદ્રમાની અપેક્ષાએ કાન્તિ, પ્રભા, સૌમ્યતાની દષ્ટિએ અધિક હોય છે. તે ઉતરોતર પૂર્ણિમાના ચંદ્રની જેમ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. જ્ઞાનજ્યોતિ પ્રગટ કરે છે. ઉપદેશ:- સાધકને આધ્યાત્મિક ગુણોના વિકાસમાં અંતરંગ, બહિરંગ આદિ અનેક
64