Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
કૌતુકના સાધન તરીકે ચમત્કારનું સ્થાન રહ્યું જ છે.
ચમત્કારોનું પ્રમાણ અને સ્વરૂપ દરેક યુગમાં બદલાતુ રહ્યું છે. ચોવીશ પરમાત્માના જ્યારે જન્મ થતા ત્યારે દેવો માતાને અસ્થાપિની વિદ્યાથી મૂર્છિત કરી ભગવાનને મેરુ પર્વત પર મહોત્સવ કરવા લઇ જતા. રામાયણ-મહાભારતમાં મૃતસંજીવની, આકાશગમન, જાતિપરિવર્તન, વશીકરણ ઇત્યાદિ ચમત્કારોનો ઉપયોગ થયો છે. શ્રીપાલ રાજાની કથામાં જ્યારે શ્રીપાળ અલગ-અલગ સુંદરીઓ સાથે લગ્ન કરે છે ત્યારે કૂબડાનું રૂપ ધારણ કરે છે. આમ, એક શ્રધ્ધા તરીકે પણ ચમત્કાર વાસ્તવરૂપમાં સ્વીકૃત છે.
પ્રાચીન ધર્મ ગ્રંથોમાં અને મધ્યકાલીન કથાઓમાં ચમત્કારોનું નિરૂપણ છે પરંતુ તાત્ત્વિક ભેદ એ છે કે ધર્મ ગ્રંથોના ચમત્કારો દૈવી ચમત્કારો છે. જ્યારે મનોરંજક
વાર્તાઓના ચમત્કારો જાદુઇ-તિલસ્માતી ચમત્કારો છે. આ ભેદને વિશેષ સ્પષ્ટ કરવા માટે વાર્તામાં ચમત્કારોનું વર્ગીકરણ કરવું જરૂરી છે. ધર્મકથામાં બે પ્રકારના ચમત્કારો છે. (૧)દેવી (૨)માનુષી
ઇશ્વરની સાથે જોડાયેલી ચમત્કારની ઘટનાઓમાં વાર્તા વાંચનાર કે સાંભળનાર શ્રોતાની શ્રધ્ધા આધારિત રસ નીપજાવે છે. જ્યારે યક્ષ, કિન્નર, ઋષિમુનિ, રાજા પર આ શક્તિ થાય ત્યારે રસ પડે છે. દા.ત.શ્રીપાળરાજાની કથામાં જલતરણી વિદ્યા દ્વારા તેનું બચી જવું, સિધ્ધચક્રનું ન્હવણ જલ છાંટતા કોઢ મટી જવો, ચંદરાજાની કથામાં ચંદરાજાનું અપરમાતા દ્વારા કૂકડો બનવું વગેરે રસ ઉપજાવે છે.
મધ્યયુગમાં પ્રવેશતાં પ્રાકૃત અને બીજા સાહિત્યમાં મનુષ્ય શક્તિના તિલસ્માતી ચમત્કારોનું પ્રમાણ વધતું જાય છે. માનવ જેવી જ ભાષા બોલતાં અને કાર્ય કરતાં પ્રાણીઓ, ઊડતા ઘેાડા, તરતી શેતરંજી, સ્વરૂપાંતર વગેરે. સ્થૂલિભદ્રની દીક્ષા પછી રાજા નંદ દ્વારા રથિકને અર્પણ થયેલી કોશાને ખુશ કરવા રથિક આંબાની લૂમમાં તીર ખેંચી, તે તીરના છેડે બીજું, એના છેડે ત્રીજું, ચોથું એમ સળંગ તીર શ્રેણી રચે છે અને બેઠાં બેઠાં આંબાની લૂમ કોશાના હાથમાં આપે છે. એના પ્રત્યુત્તરમાં પોતાના અંગકૌશલ્યનો પરિચય આપતી કોશા સરસવના ઢગમાં પુષ્પ વીંટેલી સોય રાખીને નૃત્ય કરે છે. ત્યારે સોય તેને વાગતી પણ નથી કે પેલો ઢગલો વીંખાતો પણ નથી! આ બંને કૃત્યમાં અસાધારણ શક્તિ છે. ચમત્કાર છે.
તર્ક અને નિરીક્ષણ શક્તિનું સુંદર દૃષ્ટાંત પ્રાકૃત વસુદેવહિંડીના ગંધર્વદત્તા લંબકમાં આવતા ચમુદત્તના કથાનકમાં મળે છે. કેવળ પગલાંઓની વિવિધ સ્થિતિને આધારે ગોમુખ માનવ સ્ત્રી અને વિદ્યાઘર પુરુષની પ્રત્યેક ક્રિયાઓનું સૂક્ષ્મ વર્ણન આપે છે અને આપણા આજના જમાનાની જાદુઇ રહસ્ય કથાની જેમજ જિજ્ઞાસાને
37