________________
गुजरातना ऐतिहासिक लेख
નં. ૭ ૧ ક્ષત્રપ રૂદ્રસિંહના સમયનો ગુંદામાને લેખ
વર્ષ ૧૮૩ કાઠિયાવાડના પંડિત વલ્લભાચાર્ય હરિદત્તે (વલ્લભજી હરિદત્ત આચાર્ય ) આ લેખની હાથે કરેલ નકલ તથા તેનું અક્ષરાન્ડર પ્રસિદ્ધ કરવા સારૂ મેજર વૈટસને ખુલ્હર પાસે મૂકેલાં. તેના ઉપરથી લેખ ઈન્ડીયન એટિકવેરી વૈદ્યુમ ૧૦ પાને ૧૫૭ મે જ્યોર્જ બુલહરે ૧૮૮૧ માં ભાષાન્તર સાથે પ્રથમ પ્રસિદ્ધ કર્યા હતે.
મેજર વૈટસને ૧૮૮૦ માં ઉત્તર કાઠિયાવાડમાં હાલાર પ્રાંતમાં આવેલ ગુંદાના એક પુરાણું અને પડી રહેલા કુવામાંથી આ લેખ શોધી કાઢો હતો. રાજકેટના વોટસન મ્યુઝીયમ ઓફ એન્ટિવિટિઝમાં લઈ જતાં પહેલાં તે જામનગરમાં દ્વારકાનાથના મંદિરમાં રાખવામાં આવ્યો હતે.
લેખમાં સારી રીતે કોતરેલી પાંચ પંક્તિઓ છે. લખાણમાં લગભગ ૨ ફૂટ ૨ ઇંચ પિાળી તથા ૯ ઇંચ ઉંચી જગ્યા રોકાયેલી છે. એકંદરે લેખ સુરક્ષિત સ્થિતિમાં છે. એ કે કઈ કઈ સ્થળે એકાદ શબ્દ ભૂંસાયેલ છે. ન, મ, ૫, તથા બુ જેવા અક્ષરનું સરાસરી કદ 55 છે.
લેખ રુદ્રસિહ(રુદ્રસિંહના સમયને છે અને નીચે પ્રમાણે તેની વંશાવલિ આપે છે–
રાજા અને મહાક્ષત્રપ ચાણન, તેને પુત્ર ક્ષત્રપ રાજા જયરામન, તેનો પુત્ર મહાક્ષત્રપ રાજા રુદ્રદામન તેને પુત્ર ક્ષત્રપ રાજા રુદ્રસીંહ, ( રુદ્રસિંહ )-આ પ્રમાણે આ કુળની વંશાવળી છે. પણ તે રાજવશાવળી નથી. અને તેટલા જ માટે ચાણન અને રુદ્રસિંહ વચ્ચેના કેટલાક રાજાઓએ રાજ્ય કર્યું હતું. છતાં એક જ વંશના ન હોવાને લીધે તેઓનાં નામ આપવામાં આવ્યાં નથી. લેખ ઉપરની તિથિ શબ્દ અને આંકડાઓમાં વર્ષ ૧૦૩ ના રોહિણી નક્ષત્રમાં વૈશાખ શુદ ૫ ની આપવામાં આવી છે. આ લેખમાં લખેલ વર્ષ શક સંવતનું છે, એ નિશંક વાત છે. એટલે તે ઈ. સ. ૧૮૧ માં લખાએલે ગણુય. રુદસિહ પ્રથમ ક્ષત્રપ તરીકે ૧૦ર-૩ માં રાજ્ય કરતા હતા, પછી ૧૦૩ થી ૧૧૦ સુધા મહાક્ષત્રપ તરીકે ત્યાર બાદ કરીથી ૧૧૦ થી ૧૧ર સયા ક્ષત્રપ તરીકે અને છેવટે ૧૧૩ થી ૧૧૮ ( અગર ૧૧૯ ) સુધી મહાક્ષત્રપ તરીકે રાજ્ય કરતા હતા, એમ તેના સમયના સિક્કાઓ તથા ગાથાઓ ઉપરથી માનવાને કારણું મળે છે. આ ઉપરથી તે ક્ષત્રપ તરીકે પ્રથમ રાજ્ય કરતા હતા તે સમયને આ લેખ છે, એમ માનવું જોઈએ. તેજ રાજ્યના વહેલામાં વહલે સમય કનીગહામના સંગ્રહના સિક્કાઓ ઉપરથી ૧૦રનું એમ માલુમ પડે છે.
સેનાપતિ બાપટ, આભિરના પુત્ર સેનાપતિ રુદ્ધભૂતિએ રસપદ્ર નામના ગામડામાં કરાવેલ કુવાનું છેદ કામ તથા બાંધકામનું વર્ણન આપવાને હેતુ આ લેખને છે. આ વર્ણનમાં સ્થળ ફકત રસપદ્ધ જ આપવામાં આવ્યું છે. અને તે પણ હજુ સુધી ઓળખવામાં આવ્યું નથી.
* એ. ઈ. સ. ૧૬ પા. ૨૩૩ બેનરજી અને સુયંકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com