________________
ને ૩૩ ગુહસેનનાં તામ્રપત્રો
સંવત ૨૪. શ્રાવણ સુ. ? આ તામ્રપત્રો ઈંડીયન એન્ટીકરીના તંત્રી તરફથી મળેલાં હતાં. તેનું માપ ૧૧.૯ ઇંચ ૪૭.૭ ઈંથ છે. સીલ અને કડી ગુમ થએલાં છે. કાટથી પતરાં ખવાઈ ગયેલાં છે અને બીજું વધુ પડતું ખંડિત છે. ગુહસનનાં બીજું પ્રસિદ્ધ થએલાં પતરાંમાંના અક્ષરથી આ પતરાંમાંના અક્ષર બહુ જુદા છે તેઓ વધુ મહાટા અને સુવ્યક્ત છે અને પ્રવસેન ૧ લાના પતરામાંના અક્ષરાની ઢબને વધુ મળતા આવે છે.
દાન આપ્યાનું સ્થળ લખેલું નથી અને સ્વસ્તિ શબ્દ લખેલ નથી, એ બે બાબતમાં બીજે બધાં વલભી તામ્રપત્રોથી આ પતરાં જૂદાં પડે છે.
વંશાવળી પણ બીજા પતરાંનાથી જૂદી છે અને ગુહસેનનું વર્ણન તદ્દન નવું છે. તે નીચે મુજબ છે :
. તેની પછી ધ્રુવસેન રાજ કરે છે. તેના પગે પ્રણામ કરીને બધાં પાપ જેણે ઈ નાંખ્યા છે, પિતાના દુશ્મનનાં લશ્કરને હરાવવાથી જે કૃષ્ણ જે છે, શુદ્ધ અને કિંમતી રત્નોથી ભરપૂર હોઈને જે સમુદ્ર જે છે, બધાં મનુષ્યની દૃષ્ટિએ મને હર હોવાથી જે ચંદ્રના જે છે એ પરમ માહેશ્વર શ્રીમહારાજ ગુહસેન • •
વળી એ પણ ગુંચવાડાભરેલું છે કે ગુહસેના પિતાના પિતા ધરપટ્ટનું નામ વંશાવળીમાં નથી અને પ્રવસેન ૧ લા પછી તરત જ પિતાનું વર્ણન આવે છે. વધુ આશ્ચર્ય તે એ છે કે તેના પછી ગુહસેનના દીકરાનાં શાસનપત્રોમાં ધરપટ્ટનું વર્ણન છે અને તેને મહારાજાને ઈલ્કાબ આપેલ છે તેથી તે ગાદી ઉપર આવેલે હવે જોઈએ. આના સમાધાન તરીકે કદાચ સંભવ છે કે ધરપટ્ટે બહુ જ થેડે સમય રાજ્ય કર્યું હોય, જેથી વશાવળીમાં તેનું વર્ણન બહુ જરૂરનું લાગ્યું નહીં હોય. આ દાનની સાલ ૨૪૦ ઉપગી છે, કારણ પ્રવસન ૧ લા અને ગુહસેન વચ્ચેને સમય ૬ વરસ ટુંક થાય છે.
ધ્રુવસેન ૧ લાની બેનની દીકરી દુહાએ વલભીમાં સ્થાપેલ વિહારમાં રહેતા બૈદ્ધ શ્રમણને દાન આપવામાં આવેલ છે. આ વિહાર બીજા ઘણું લેખમાં વર્ણવેલ છે. દાનમાં આપેલા ગામનું નામ નષ્ટ થયું છે. બદ્ધ ધર્મનાં બીજા દાન માફક આ દાન આપવાને ઉદ્દેશ પણ નીચે મુજબ છે. વિહારનો જીર્ણોદ્ધાર, શ્રમણને અન્ન વસ્ત્ર ઇત્યાદિ, બુદ્ધની પૂજા માટેની સામગ્રી વિગેરે. ઉપરાંત સદ્ધર્મનાં પુસ્તકની (ખરીદી), એ એક નવો ઉદ્દેશ આમાં છે. વિહારમાં પુસ્તકાલયનું અસ્તિત્વ આનાથી પુરવાર થાય છે.
૧ ઇ. એ. વ. ૭ પા. ક૬ છે. જી. ખુલર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com