________________
નં૦ ૭૮ શીલાદિત્ય ૩ જાના એક દાનપત્રનું બીજું પતરું
( ગુપ્ત ) સંવત ૩૪૩ દ્વિતીય આષાઢ વદ આ પતરાને બધી બાજુએ અને ખાસ કરીને ડાબી અને જમણી બાજુએ નુકશાન થયેલું છે. તેના ઉપર કાટને જાડા થર જામી ગયો હતો, પરંતુ આર્કેઓલોજીકલ કેમીસ્ટે સાફ કર્યા પછી ઘણુ ખરા અક્ષરો ચોક્કસ રીતે ઓળખી શકાયા હતા. પતરાનું માપ ૧૧”x૧૧”નું છે. અને તેના ઉપર વ્યાકરણની એક પણ ભૂલ વગરની ૩૧ પંક્તિઓ છે.
પતરૂં ધરસેન ૪ થાના વર્ણનથી શરૂ થાય છે. દાન આપનાર રાજા શીલાદિત્ય ૩ જાના વર્ણન સુધીને બધો પ્રસ્તાવનાને ભાગ લગભગ નીચેના દાનપત્ર તથા ભાવનગર મ્યુઝીયમમાંના નીચે પ્રસિદ્ધ કરેલા સં. ૩૫૬ ના એક બીજા દાનપત્રને મળતું આવે છે.
ડહા-વિહારની સીમામાં આવેલા આચાર્ય ભિક્ષુ સ્થિરમતિના મઠમાં કુકકુરાણક ગામના આચાર્ય ભિક્ષુ વિમલગુપ્ત બંધાવેલા બૌદ્ધ મઠને આ દાન આપ્યું છે. વિમલગુતના આ મઠ વિષે સંવત ૩પદના એક બીજા દાનમાં પણ લખેલું છે. તે નીચે પ્રસિદ્ધ કર્યું છે. આ મઠ વિષે આ બે દાનપત્રમાંથી જ આપણે જાણીએ છીએ. ડુઠ્ઠા-વિહાર એક વિશાળ મઠ ોય તેવું જણાય છે જેમાં કેટલાક બીજા હાના વિહારે બાંધ્યા હશે.
આ વિહાર ને આપેલાં ગામનું નામ શેખું વંચાતું નથી. પણ તે સુરાષ્ટ્રમાં બાવનક(?) સ્થલીમાં આવેલું સીહાણુક જણાય છે.
દાન આપવાને હેતુ આવાં બૌદ્ધ દાનને હંમેશ મુજબને છે.
દૂતકનું નામ વાંચી શકતું નથી. પણ લેખકનું નામ અણહિલ છે. આ અધિકારી વિષે આ જ રાજનાં બીજાં દાનપત્રોમાં પણ લખ્યું છે. નાશ પામતાં જરાકમાં બચેલી તારીખ સં. ૩૪૩ છે. અને ઉપર પ્રસ્તાવનામાં બતાવ્યું છે તે પ્રમાણે શીલાદિત્ય ૩ જાની આ વહેલામાં વહેલી તારીખ છે. તેનું સં. ૩૬પનું બીજું દાન નીચે પ્રસિદ્ધ કર્યું છે. તામ્રપત્ર ઉપરથી મળેલી આ રાજાની બીજી તારીખે, ૩૪૬, ૩૪૭, ૩૪૮ ( બધાં અપ્રસિદ્ધ ), ૩૫૦ (એ. ઈ. ૪ પા. ૭૬) ૩૫ર (ઈ. એ. વ. ૧૧ પા. ૩૦૫ ) અને ૩૬૫ (જે. એ. એસ. બી, ૭, ૯૬૨ )
૧ જ. છે. બ્રા. ર. એ. સે,
ન્યુ
સી, વ, ૧ પા. ૩૭ ડી બી. દિસ્કલકર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com