________________
२७०
गुजरातना ऐतिहासिक लेख
તે આ પરમમાહેશ્વર શ્રીધરસેન હતા.
તેના પુત્ર [ શ્રી શીલાદિત્ય હતેા ]
અને પોતાના પિતાના પાદોનું અનુધ્યાન કરતાં જેણે સકલ જગતને આનન્દ આપતા અદ્ભુભુત સદ્ગુણેાના સમૂહથી અખિલ નભ ભરી દીધું છે;
જેના સ્કંધ અનેક યુદ્ધમાં વિજય મેળવનાર અસિના પ્રકાશથી ભૂષિત છે, જે [ રાજ્ય ] કાર્યાના મહાન ભાર વહે છે;
જે સર્વ પર અને અપર વિદ્યાના અધ્યયનથી વિમળ મતિવાળા હાવા છતાં સુભાષિત લવમાંથી આનન્દ મેળવવા શક્તિમાન છે;
જેના મનનું ગાંભીર્ય સર્વથી અગાધ હતું, અને છતાં જેના સદાચાર અતિ ઉમદા સ્વભાવ સ્પષ્ટ પ્રદર્શિત કરે છે;
જેણે કૃતયુગના સર્વ નૃપાના પંથ ( માર્ગ )ના વિશેાધનથી મહાયશ પ્રાપ્ત કર્યા છે;
જેણે ( ધર્મ ) ગુણના માર્ગે અનુસરીને સર્વથી ઉજ્જવળ લક્ષ્મી અને સુખના ઉપભેાગ મેળવ્યેા હતા, અને તેથી પેાતાને માટે યોગ્ય ધર્માદિત્યના અપર નામની પ્રાપ્તિ કરી હતી; આ પરમમાહેશ્વર શ્રીશીલાદિત્ય હતેા.
તેના પુત્ર [ અનુજ એમ જોઈએ ], તેને પાદાનુધ્યાત;
ઈન્દ્ર જેમ [ તેનેા અનુજ ] ઉપેન્દ્ર+ તરફ્ આદરથી વર્તતા તમ આદરથી તેની તરફ વર્તતા તેના ભાઈથી અર્પેલી અતિવાંચ્છિત રાજ્યશ્રી, વૃષ જેમ ધુરી વહે છે તેમ, સ્કંધ પર ધારવામાં જેનું ધૈર્ય આનંદ અથવા ખેદથી ડગતું નહિ;—કારણ કે તેને આત્મા આજ્ઞા પાલનમાં પરાયણ હતા;
જો કે તેનું પાદપીઠ પેાતાના પ્રભાવથી શરણ થએલા અનેક નૃપાના મુગટમણિના પ્રકાશથી છવાઈ જતું, છતાં તેનું ચિત્ત અન્યનું સ્વમાન ભાવે એવા મદથી મુક્ત હતું;
જેના શત્રુઓ જોકે વિખ્યાત, પ્રખળ અને ઉન્મત્ત હતા છતાં શરણ સિવાય તેના વિમુખ થવાનાં સર્વ સાધના તેમણે ત્યજી દીધાં હતાં;
જેના શુદ્ધ ગુણના સમૂહે અખિલ જગત પ્રસન્ન કર્યું હતું, જેણે પ્રતાપથી કલિના ખળના દર્શનના પૂર્ણ નાશ કર્યો હતા;
દુષ્ટાના વિચારો રેકતા દેષા વડે અકલંકિત હાવાથી જેનું મન અતિ ઉન્નત હતું;
જેની શસ્રકળા ( કૌશલ્ય ) અને શૌર્ય અતિ વિખ્યાત હતાં;
જેણે અનેક શત્રુનૃપાની લક્ષ્મી મેળવી પૂર્વેના પરાક્રમી અને પ્રખળ નૃપામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું;
આ પરમમાહેશ્વર ખરગ્રહ હતા.
તેના પુત્ર, તેના પાદાનુધ્યાત;
જેણે સર્વ વિદ્યા પ્રાપ્ત કરી સમસ્ત વિદ્વાનાનાં હૃદય અતિ અનુëજ્યાં હતાં;
જેણે, પેાતાનાં મળ અને ઉદારતાથી, જે સમયે તેના શત્રુએ સાવચેત ન હતા ત્યારે અરિપક્ષની મહત્વાકાંક્ષાઓ રૂપ રથની ધરી ભાંગી નાંખી હતી,
જે અનેક શાસ્ત્રા, કળા, અને લેાકચરિતના ઉંડા વિભાગોથી પરિચિત હતા, છતાં અતિ આનન્તકારી પ્રકૃતિના હતા;
જે અકૃતિમ નમ્ર હોવાથી જેના વિનય તેનું ભૂષણ બન્યા હતા;
+ આ સ્પષ્ટ રીતે બતાવે છે કે શીલાદિત્યે પેાતાની ગાદી પેાતાના ભાઈની તરફેણમાં છેડી હતી અને તેને પેાતાની જીંદગીમાં જ ગાદી અપણ કરી હતી અને પેાતાના આજ્ઞાંકિત ભાઈને બધી રાજ્યલક્ષ્મી આપી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com