________________
शीलादित्य ५ मानां ताम्रपत्री
२७१ જેણે અનેક રણક્ષેત્રમાં વિજય પછી દવજ હરી લઈને, પોતાના વિખ્યાત કરથી સર્વ શત્રુઓના ગર્વના ઉદયને નાશ કર્યો હતો,
પિતાના ધનુષ વડે દ્ધાઓ તરીકે નાશ કરેલા મદવાળા સમસ્ત નુપમંડળથી જેની આજ્ઞાને સ્વીકાર થાય છે,
આ પરમ માહેશ્વર શ્રીધરસેન હતા.
તેને અનુજ અને પાદાનુધ્યાત, જેના ગુણે પૂર્વેના સર્વ નુપ કરતાં અધિક હતા, જેણે વિક્રમથી અતિ દુર્લભ દેશે પ્રાપ્ત કર્યા હતા.
પુરૂષત્વને સાક્ષાત અવતાર
જેની પ્રજા તેની પાસે મનુ માફક–તેમનાં હૃદય ભરતા ઉચ્ચ ગુણે તરફના અનુરાગથી આકર્ષાઈ વેચ્છાથી આવતી;
સર્વ કળા અને જ્ઞાન સંપન્ન; ઈન્દુસમાનથી ઉજજવળ અને સુખદાયી છતાં જેની કળા શશિ સમાન દોષિત નથીઃ તે સાક્ષાત્ શશિ સમાન છે,
જેના મહાનું યશે આકાશના મહાન વિસ્તારમાં સૂર્ય માફક [ અજ્ઞાનનું ] ઘન તિમિર હર્યું છે પરંતુ સૂર્ય સતત પ્રકાશિત નથી જ્યારે પોતે સદા ઉદયશાલી હતે.
નય અને વ્યાકરણની બે વિદ્યાઓમાં પણ નિપુણ, [નય સંબંધી | પિતાની પ્રજામાં અર્થથી પૂર્ણ, અનેક પ્રજનેનું ઉદ્ભવસ્થાન અને લક્ષમીની પ્રાપ્તિથી પરિપૂર્ણ સર્વથી મહાન્ વિશ્વાસ ઉત્પન્ન કરતે; [ નય વિષે સંધિ ] વિગ્રહ, અને સમાસ, નિશ્ચયમાં નિપુણઃ [ વ્યાકરણ વિષે તેજ લગાડેલું સંધિ, વિગ્રહ, અને સમાસ નિશ્ચયમાં નિપુણ ]
[ નય વિષે ] સ્થાન અનુસાર [ જનેને ] આદેશ કરત; [ વ્યાકરણ વિષે = આદેશ (વ્યાકરણના ફેરફાર ) ઉચિત સ્થાને કરતે ] અને જેણે સજજનોના ગુણમાં વૃદ્ધિ કરવા સાધનેનો પ્રયાગ કર્યો છે—જે [ વ્યાકરણને લગાડતાં ] ગુણ અને વૃદ્ધિના પ્રયોગ જેણે કર્યા છે,
અતિવિક્રમસંપન્ન છતાં દયાથી મૃદુ હૃદયવાળે, વિદ્યાસંપન્ન છતાં મદ રહિત,
રૂપવાન છતાં શાન્તઃ મૈત્રીમાં સ્થિર પણ દુષ્ટોને તજી દેનાર, પિતાના ઉદય( જન્મ )થી ત્રિભુવનને આનંદ થયે અને પ્રતાપ અને અનુરાગથી જનેને આશ્રય આથો તેથી ઉદ્દભવતા બાલાદિત્ય( ઉષાને સૂર્ય )ના અપર નામથી વિખ્યાત
પરમમાહેશ્વર શ્રી ધ્રુવસેન;
તેને પુત્ર, જેનું ઇન્દ સમાન લલાટ પિતાના (પિતાના) ચરણકમળને નમતાં ભૂમિ સાથે ઘર્ષણથી થએલા ચિહથી અંકિત હતું
જેના કર્ણ બાળપણથી જ મૌક્તિક અલંકાર સમાન પવિત્ર શ્રુતિસંપન્ન હતા જેના કમળ સમાન કરના અગ્ર અભુત દાનાં પાણીથી ભીંજાએલા હતા. કન્યાના મૃદુ કર સમાન, મૃદુ કર ગ્રહીને પૃથવીને હર્ષ જાળવતો; જે ધનુવૅદ [ ધનુષ્ય વિદ્યા ] જેમ, સર્વ લક્ષિત વસ્તુ તરફ ધનુષ ધારવામાં નિપુણ હતે જેની આજ્ઞાનું પાલન સર્વ નમન કરતા સામંતમંડળથી ચહારત્ન જેમ થતું, પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, ચકવતિ શ્રી ધરસેના
૮૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com