________________
ન, ૧૦૩ શ્યાશ્રય શીલાદિત્યનાં નવસારીનાં તામ્રપત્રો.'
૨. સં. ૪ર૧ માઘ. સુ. ૧૩ ઈ. સ. ૬૭૧ વડેદરા સ્ટેટના નવસારી પ્રાંતના મુખ્ય શહેર નવસારીમાંથી આ તામ્રપત્ર મળ્યાં હતાં. જ. બ. છે. . એ. સે. ના . ૧૬ પાને ૧ લે છે. ભગવાનલાલે આ તામ્રપત્રે પ્રસિદ્ધ કર્યા છે. ડે. ફલીટે મેકલેલી પ્રતિકૃતિ ઉપરથી હું ફરી પ્રસિદ્ધ કરું છું. તેણે તામ્રપત્ર સંબંધી નીચેની નોંધ મેકલી હતી.
૧૮૮૪ માં શાહીની છાપ બનાવી હતી તેની ઉપરથી મારી દેખરેખની નીચે આ પ્રતિકતિઓ બનાવી છે. તે પતરાં મને ડો. ભગવાનલાલ પાસેથી માગવાથી મળ્યાં હતાં. તે વખતે લીધેલા ફોટોગ્રાફ ઉપરથી સીલની પ્રતિકૃતિ કરી છે. તામ્રપત્રો બે છે અને તે ૮y''લાંબાં છે. પહોળાઈ છેડા ઉપર ૫” અને વચમાં ૪” છે. કેર કયાંક કયાંક જાડી છે, પણ તે ઘડતર દોષને લીધે છે, નહીં કે રક્ષણ માટે કેરે વાળવાને પ્રયાસ કર્યો હોય. પતરાં દળદાર છે અને અક્ષરે ઊંડા છે, છતાં બીજી બાજુ દેખાતા નથી. કેતરકામ સારું છે. કડી ” જાડી છે અને વ્યાસ ૧” છે. પતરાં મને મળ્યાં તે પહેલાં કડી કપાઈ ગઈ હતી. સીલને હમેશની માફક કડી સાથે રેલી છે; તે ગાળ છે અને તેને વ્યાસ ૧” છે. તેના ઉપર માત્ર ગાશ્રય એટલા જ અક્ષર છે. બન્ને પતરાનું વજન ૨ પાઉંડ ( રતલ) છે અને કડી તથા સીલનું પ આઉસ ( અધેળ ) મળી કુલ વજન ૨ પા. પ આ. થાય છે. ”
ચાલકયના બીજા લેખોના જેવી જ લિપિ છે. સાલ છેવટે શખમાં તથા અંકમાં લખવામાં આવેલ છે. ભાષા સંરક્ત છે અને ઘણે ભાગ ગદ્યમાં છે. પતરાં સારી રીતે કોતરેલાં છે તેમ જ સુરક્ષિત છે, છતાં ગંભીર ભૂલોથી ભરેલાં છે. અક્ષરાન્તર ઉપરથી જોઈ શકાશે કે ઘણુ અક્ષરો અને શબ્દો મૂકી દીધેલા છે અને ઘણા ખરા લખાયા છે. પંક્તિ ૧૫ માં આખો શબ્દ રહી ગ છે, જે અટકળી શકાતો નથી.
(પં. ૧) લેખ વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિથી શરૂ થાય છે. (૫ પ-૬) ચાલિજ્યના વશમાં પુલકેશી વલલભ જનમે હતે.
તેણે પોતાના બાહુબળથી દુશ્મનના સંઘને હરાવ્યું હતું, તે રામ અને યુધિષ્ઠિર જેવો હતો અને સાચા વિકમવાળા હતા.
(૫. ૯) તેને દીકરો ધરાશ્રય સિંહ વમાં હતું. તેની સત્તા તેના મોટા ભાઈ મહારાજાધિરાજ પરમેશ્વર ભટ્ટાર વિક્રમાદિત્ય સત્યાશ્રય પૃથિવીવલ્લભે વધારી હતી. તે માતપિતાનાં તેમ જ પવિત્ર નાગવર્ધનનાં ચરણનું ધ્યાન કરતે હતો. તેણે અતુલ બલથી પલવ વંશને પરાભવ કર્યો હતે.
(પં. ૧૩) તેને પુત્ર યુવરાજ શ્યાશ્રય શીલાદિત્ય હતો. તેણે શરદના પૂર્ણ ચન્દ્રની કિરણ માળા જેવી પવિત્ર કીર્તિના વજ વડે આકાશની બધી દિશાઓ ઉજજવળ કરી હતી. તે રાજરાજ ( કુબેર) જે ઉદાર હતું. તે રૂ૫ અને સૌદર્યવાન હાઈને કામદેવ જેવું હતું અને વિદ્યાધરના મુખી( નરવાહન દત્ત)ના જે શૂરવીર અને કળાકૌશલ્યવાન હતે.
(પં. ૧૯) નવસારિકામાં રહીને તેણે બ્રાહ્મણ ગિદ્ધવામિને આસદ્ધિ ગામ દાનમાં આપ્યું. ૧ એ. ઈ. વો ૮ પા. ૨૨૯ પ્રો. ઈ. સુશ ૨ ઈડીઅન એટલાસ શીટ નં ૨૩ દ. ૫. (૧૮૮ ) અક્ષાંશ ૨૦૫૭ રેખાંશ ૭૨૫૯
૩ ચાલયના આ પાઠફેર માટે જુએ છે. ફલટફત ડીસ્ટીઝ કેનેરી ડીસ્ટ્રીકટ ૫. ૩૩૬ નોટ ૩ ૪ સોલ ૧૫ર શીલાદિત્યની સાથેના સામયને સંધિ છુટી પાડીને શ્રી માય એમ લખેલ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com