Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 390
________________ ન ૧૦૬ પુલકેશિ જનાશ્રયનાં નવસારીમાંથી મળેલાં તામ્રપત્રો ૨. . કલ્થ કાર્તિક સુ. ૧૫ ઈ.સ. ૭૪૦ આ તામ્રપત્રો સમ્બન્ધી એક લેખ વીએના ઓરીએન્ટલ કોન્ફરન્સમાં વંચાયું હતું અને તેના રીપોર્ટમાં પા. ૨૩૦ મે પ્રસિદ્ધ થએલ છે. અસલ પતરાં અત્યારે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમમાં છે. આ દાનપત્રનાં કુલ બે પતરાં છે અને દરેકની એક બાજુએ ૨૫ પંક્તિઓ છે. પતરાં ૧૧ ઈંચ લાંબાં અને લા ઈંચ પહોળાં છે. પહેલા પતરામાં નીચે અને બીજામાં ઉપર લગભગ વા થાચ છે) એ કાણાં સીલ તેમ જ કડી માટે છે. પરંત સીલ તેમ જ કડી ઉપલબ્ધ નથી. અક્ષર જેકે બહુ ઊંડા નથી, પરંતુ કેતરકામ સંભાળપૂર્વક કરેલું છે અને લગભગ બને પતરાંસુરક્ષિત અને સ્પષ્ટ છે. લિપિ બીજાં ગુર્જર ચાલુકય ધ્યાશ્રય શીલાદિત્ય વિગેરેનાં તામ્રપત્રોમાંની લિપિને મળતી જ છે અને અક્ષરનું કદ સરેરાસ ૩ ઇંચ છે. ભાષા સંસ્કૃત છે અને પ્રાસ્તાવિક ૧ શ્લેક તેમ જ છેવટે શાપાત્મક અમુક શ્લેકે સિવાય બધે ભાગ ગઘમાં છે. મંગળાચરણ તરીકે વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિ પછી વંશાવલી વિભાગ શરૂ થાય છે અને કીર્તિવર્માથી શરૂ કરી પુલકેશિ સુધીના રાજાઓનું ટુંકું ટુંકું વર્ણન છે. ૫. ૬ સત્યાશ્રય શ્રી પૃથિવીવલ્લભ મહારાજાધિરાજ પરમેશ્વર શ્રી કીર્તિવરાજ તેને દીકરે પં. ૧૧ સત્યાશ્રય શ્રી પુલકેશિ વલ્લભ તેને દીકરે ૫. ૧૪ ૫. માહે. ૫. ભટ્ટા. સત્યાશ્રય શ્રી વિક્રમાદિત્ય તેને નાનો ભાઈ પં. ૧૭ ૫ મા ૫. ભ. ધરાશ્રય શ્રી જયસિંઘવર્મા તેને દીકરે ૫. ૨૦ ૫. મા. ૫. ભ. જયાશ્રય શ્રી મંગલસરાજ તેને ના ભાઈ ૫. ૨૧-૩૫ અવનિ જનાશ્રય શ્રી પુલકેશરાજ પં. ૩૮-૩૯ આ જનાશ્રય પુલકેશિ રાજાએ દાન આપેલું છે. દાન લેનાર વનવાસીમાંથી નીકળી આવેલે, વત્સગેત્રને તૈત્તિરિક શાખાને દ્વિવેદી બ્રાઘણુ [ અ ] હદ હતો તે ગેવિન્દને દીકરો હતો. દાનમાં કામેય આહારમાં પદ્રક ગામ આપેલું છે. તે બલિ, ચરૂ, વૈશ્વદેવ અગ્નિહોત્ર ઇત્યાદિ કરવા માટે આપેલું છે. પં. ૪૯ સંવત ( ચેદી ) ૪૯૦ કાર્તિક શુ. ૧૫ ને દિવસે દાન આપેલું છે. લેખક મહાસાન્વિવિગ્રહિક અને પાંચ મહાશબ્દ પ્રાપ્ત કરેલ સામન્ત બમ્પ હતું અને તેના પિતાનું નામ હરગણ આપેલ છે. ૧ વી. એ. કે. વી. આર્યન સેકશન પા. ૨૩૦. પં. ૨૩-૩જેમાં પુલકેશિની ચતુતિ તથા પરાક્રમો વર્ણવ્યાં છે તે. મુ. ગે. ગુજરાત છે. ૧ પાર્ટ ૧ પા. ૧૦૯ માં પણ આપેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394