Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 347
________________ शीलादित्य ६ ठानां ताम्रपत्रो २८१ શીલાદિત્યદેવ ૫ મે આ વેશને જાણવામાં આવેલો અઢારમે રાજા છે. હાલ ઉપલબ્ધ શીલાદિની સંખ્યા ગુંચવી નાંખે એવી છે. વલભીના શીલાદિત્યે જૈન ધર્મ ફરી સ્થાપે, એવી જે જૈનેની દંતકથા છે તે દેખીતી રીતે હાસ્યજનક છે. ડહકમાં વસતા ડાતલ્લના પુત્ર સંભુલ નામને અને પારાશર ગાત્રને એક અથર્વવેદી બ્રાહ્મણ દાન મેળવનારો છે. તેને તજ એટલે “ તે શહે૨ )ની ચતુર્વેદીઓની જાતિને અંગ” કહ્યું છે. ત્રણ નામો સંસ્કૃત નથી પણ દેશી શબ્દો જણાય છે. હાલ લુણાવાડામાં અથર્વવેદીઓનું એક હાનું થાણું છે તે જાણવાજોગ છે. આ દાન મેળવનાર કદાચ તેઓને કેઈ પૂર્વજ હોય. વાઈક નદીના કાંઠા ઉપર સૂર્યાપુર જીલ્લા(વિષય)માં આવેલું બહુઅટક ગામ દાનમાં આપ્યું છેઃ દાનને હેતુ એક અગ્નિહોત્ર અને બીજા યજ્ઞોનું ખર્ચ પૂરું પાડવા માટે છે. • તારીખ “સંવત્ ૪૪૧ ના કાર્તિક સુદ ૫” અથવા “ સંવત ૪૪૧ ના કાર્તિકના શુકલ પક્ષ ૫નો દિવસ” એ પ્રમાણે હું વાંચું છું. પહેલાં બે ચિહ્નો સાથે લઈ ૪૦૦ એમ વાંચવું જોઈએ. આ તદન ચોકકસ છે, કારણ શીલાદિત્ય ૪ થાનાં ગાંડળનાં દાનમાં તારીખ ૪૦૩ છે. તે પછી આવતા અંક ૪ વાંચી શકાય, કારણ કે બીજું ચિહ્ન જે ૧૦૦ નાં ચિહ્ન સાથે લેવું જોઈએ તેને તે મળતું આવે છે. પણ ૧, હોય એવું જણાતે એક આડો લીટો, ત્યાર પછી આવતો હોવાથી, તે ૧૦ અને ૯૦ વચ્ચેના અંક બતાવે છે એમ ગણવું જોઈએ, અને તે ૪૦ ના ચિહને વધારે મળતા આવે છે તેમ છતાં, છેલ્લે આડે લીટા વાસ્તવિક રીતે ત્રીજી નિશાનીને ભાગ હોય, એમ હું કબુલ કરું છું. એ પ્રમાણે હોય તે એ બધું ૪૦૪ બતાવે છે. ૧ ફારબસ, રાસમાળા . ૧ પા. ૨૪૫ માં સૂર્યોપુરને અણહિલવાડ રાજ્યનું એક બંદ૨ કહે છે અને મારે છે. કે તે કદાચ સુરત હેય. આ ઓળખ ટકી શકે તેમ નથી, કારણ કે સુરત તે અર્વાચીન શહેર છે. આ ગામની ઓળખ . વિષે હું કંઈ પણ સૂચવવા અસમર્થ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394