Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 367
________________ शीलादित्य ७माना ताम्रपत्रो ३०२ પાણીના અતિ અર્ધ સહિત બ્રહ્મદેય અનુસાર, ભૂમિછિદ્રના ન્યાયથી,ચન્દ્ર, સૂરજ, સાગર, પૃથ્વી અને પર્વતેના અસ્તિત્વકાળ સુધી પુત્ર અને પત્રને ઉપગ અર્થે ભટ્ટવિષ્ણુના પુત્ર વિખ્યાત આનન્દપુર શહેરના નિવાસી, તે સ્થાનના ચતુર્વેદી જાતિના, શાર્કરાક્ષિ શેત્રના, બહુવૃચ સબ્રહ્મચારી, ભટ્ટ આખહલમિત્રને–બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર અને અતિથિના યઝ અને અન્ય વિધિના નિભાવ અર્થે અપાયું છે. ” (લી. દ૯) “આથી આ પુરૂષ જ્યારે બ્રહ્મદેય અનુસાર તેને ઉપભેગ કરે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સેપે ત્યારે કેઈએ પ્રતિબંધ કરે નહી. (લી. ૭૦) આ અમારા દાનને અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપેએ લક્ષમી અનિત્ય છે, જીવિત અનિશ્ચિત છે, અને ભૂમિદાનનું ફળ (દેનાર અને રક્ષનાર બને) સામાન્ય છે એમ મનમાં રાખી અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ. (લી. ૭૨) અને વેદવ્યાસે કહ્યું છે કે- “સગરથી માંડીને ઘણું નૃપાએ ભૂમિને ઉપભેગ કર્યો છે. (અને હાલ કરેલા દાનને જે તે રક્ષે તે ) જેની જે સમયે ભૂમિ તેને તે સમયનું ફળ છે. પૂર્વના નૃપેએ આપેલાં ધન તે દેવને આહુતિ કરેલાની શેષ સમાન છે અને ઉલટી કરેલા અન્ન સમાન છે. ખરે! કયે સુજન તે પુનઃ હરી લેશે? ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦ હજાર વર્ષ વસે છે, (પણ) તે દાન જપ્ત કરનાર અથવા તેમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. જે ભૂમિદાન જપ્ત કરે છે તે નિર્જલ વિધ્યાદ્રિના શુષ્ક વૃક્ષેના કેતરોમાં વસતા કાળા સર્પ જન્મે છે ! (લી. ૭૫) આમાં દતક, શ્રી શાર્વટને પુત્ર, મહાપ્રતિહાર . .. • મહાક્ષપટલિક, રાજવંશી શ્રી સિદ્ધસેન છે. અને આ દાન તેના પ્રતિનિધિ હેમ્બટના પુત્ર, પ્રતિનક, કુલપુત્ર અમાત્ય ગૃહ જેને તે લખવા મોકલ્યા હતા તેનાથી લખાયું છે. (લી. ૭૭) સંવત ચારસો અધિક સુડતાળીશ, જેણ શુદિ પંચમી અથવા સંખ્યામાં સં. ૪૦૦ અને ૪૦ અને ૭, જેષ્ટ શુ. ૫ આ મારા સ્વહસ્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394