Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 01
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 363
________________ शीलादित्य ७ मानां ताम्रपत्रो ભાષાન્તર ૐ ! સ્વસ્તિ ! વિખ્યાત આનન્તપુરમાં વિજયી નિવાસસ્થાનથી'—મૈત્રકેાની અતુલખળવાળી મહાન સેનાએ સાથે અનેક યુદ્ધો કરી યશસંપન્ન, શત્રુઓને બળથી નમાવનાર અને પ્રતાપથી વશ કરેલા અને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરેલા અને અનુરાગથી અનુરત મૌલ ભૃત શ્રેણિના “મળથી રાજ્યશ્રી પ્રાપ્ત કરનાર પરમમાહેશ્વર શ્રીભટ્ટાર્કના અછિન્ન વંશમાં જેણે નિજ માતપિતાનાં ચરણકમળને પ્રણામ કરી સર્વ પાપ ધોઈ નાંખ્યાં હતાં, જેને બાલપણુથી તલવાર ખીજા કર સમાન હતી, જેનું મળ નિજ શત્રુના સમદ માતંગેાાં કપેાળ ઉપર કરથી પ્રહાર કરી પ્રકાશિત થયું હતું, જેના પદનખની રશ્મિ તેના પ્રતાપથી નમાવેલા શત્રુઓના ચૂડામણિની પ્રભા સાથે ભળતી, જેણે સકળ સ્મૃતિથી નિર્માણ થએલા માર્ગનું સારી રીતે પરિપાલન કરી નિજ પ્રજાનાં હ્રદય અનુરજી રાજ શબ્દ સ્પષ્ટ અને ઉચિત કર્યાં હતા, જે રૂપ, કાન્તિ, સ્થિરતા, ગાંભીર્ય, બુદ્ધિને સંપદમાં અનુક્રમે સ્મર, ઇન્દુ, અદ્રિરાજ ( હિમાલય ), સાગર, દેવાના ગુરૂ ( બૃહસ્પતિ) અને ધનેશ કરવાં અધિક હતા, જે શરણાગતને અભય દેવામાં પરાયણુ હાવાથી નિજ સર્વ પરાક્રમનાં કાર્યાંનાં ફળ તૃણવત લેખતાઃ જેવિદ્વાના, મિત્રા અને પ્રણયિજનાનાં હ્રદય પ્રાર્થના કરતાં અધિક ધન આપી રજતા, ( અને )જે અખિલ ભૂમંડળનેા સાક્ષાત આનન્દ હતા તે પરમ માહેશ્વર શ્રી ગુહુસેન હતા. . ( લીટી. ૭) તેના પુત્ર, જેનાં સર્વ પાપ તેના પિતાના પદ્મનખની રશ્મિના પ્રસારથી બનેલી જાણવી નદીના જળના પ્રવાહથી ધાવાઈ ગયાં હતાં, જેની લક્ષ્મી લક્ષ પ્રણય જનાનું પાલન કરતી, જેનું સર્વ આકર્ષક ગુણ્ણાએ તેના રૂપની અભિલાષથી આતુરતાથી અવલંખન કર્યું છે, જે સર્વ ધનુ પૅરાને નૈસર્ગિક ખળ અને શિક્ષાથી પ્રાપ્ત કરેલી વિદ્યાની વિશેષતાથી વિસ્મય પમાડતા, જે પૂર્વેના નૃપાએ કરેલાં દાન રક્ષતા, જે નિજપ્રજાનાં દુઃખ હરતા, જે શ્રી અને સરસ્વતીને એકત્ર નિવાસસ્થાન હતા, જેના પ્રતાપ નિજ શત્રુગણુની લક્ષ્મીના ઉપભેાગમાં દક્ષ હતા, (અને) જે નિજ પ્રતાપથી પ્રાપ્ત કરેલી વિમળ રાજ્યશ્રી સંપન્ન છે તે પરમમાહેશ્વર શ્રી ધરસેન( ૨ ) હતા. (લી. ૧૦ ) તેના પુત્ર, અને પાદાનુયાત, જેણે ધર્મપાલનથી પ્રકાશિત અર્થ, સુખ અને સંપદના સેવનથી ધર્માદિત્યનું અપર નામ પ્રાપ્ત કર્યું હતું, જેણે સકળ જગતને આનન્દકારી અતિ અદ્ભુત ગુણાથી સર્વ મિંડળ વ્યાપી દીધું હતું, જે અનેક યુદ્ધોમાં વિજયની પ્રભાસંપન્ન તલવાર તેજથી પ્રકાશિત કાંધ ઉપર મહા મનારથાના ભાર ધારતા, જેની મતિ સર્વ વિદ્યાના વિભાગામાં પારગત હાવાથી શુદ્ધ હાવા છતાં કિંચિત સુભાષિતથી સહેલાઇથી તુષ્ટ થતી, જેના હૃદયનું ગાંભીર્ય જનાથી અગાધ હતું છતાં અનેક સુકૃત્યાથી સ્પષ્ટ થતા પરમ કલ્યાણુ સ્વભાવવાળા હતા, અને જેણે કૃતયુગના નૃપાના ( સદાચારના ) પૂરાઈ ગએલા પંથ શુદ્ધ કરી મહાયશ પ્રાપ્ત કર્યાં હતા તે પરમ માહેશ્વર શ્રી શીલાદિત્ય ( ૧ ) હતા. ( લી. ૧૪ )તેના અનુજ અને પાદાનુધ્યાત, તે( ઈન્દ્ર ) ઉપેન્દ્રના વડીલ અન્ધુ હાય તેમ તેના વડીલ અન્ધથી અભિલાષિત રાજ્યશ્રી કાંધ ઉપર ધારતા, તેના આદેશે પૂર્ણ કરવાના એક જ આશયથી અને સર્વોત્તમ વૃષભની પેઠે જ્યારે ધુરી ધારતા ત્યારે શ્રમ કે માનન્દના ઉપભેગથી ક્ષીણુ ન થાય તેવીસંપદ સંપન્ન, જેનું પાદપીઠ તેના પ્રતાપથી વશ થએલા અનેક નૃપાના ચૂડામણિની પ્રભાથી પ્રકાશિત હતું છતાં અન્ય જનેા તરફ્ તિરસ્કારને લઈને ઉદ્ભવેલી ઉગ્રતાથી મુક્ત સ્વભાવવાળા હતા, જેના શત્રુઓને પુરૂષાર્થ અને અભિમાન માટે વિખ્યાત હતા છતાં નમન સિવાય અન્ય માર્ગ ન હતા, જેના વિશુદ્ધ શુણાના સંચય સકલ જગતને આનન્દ આપતા, જેણે કલિયુગના સર્વ માર્ગના ખળથી નાશ કર્યાં હતા, જેનું અતિ ઉમદા હૃદય ઉતરતી પદવીના માણસા २९७ ૧ આના સબંધ પંક્તિ ૬૪ માં શ્રીશીલાદિત્ય છ મા બધા લેાકાને હુકમ કરે છે તેની સાથે છે. ૨ ઇન્દ્રના નાના ભાઈ ઉપેન્દ્ર તે વિષ્ણુ છે. કૃષ્ણને ઇન્દ્રની લડાઈ અને કૃષ્ણની જિતના આમાં ઉલ્લેખ છે. ( વિષ્ણુપુરાણ વિ. પ. મ. ૩૦ ) ઉપરના કિસ્સા ઉપરથી અનુમાન થાય છે કે શીલાદિત્ય ૧ લાને અને ખરમત ૧ લાને કંઈ ફ્લેશ થયા હશે અને તેમાં શીલાદિત્યે પેાતાના નાના ભાઈના લાભમાં જતું કર્યું હોય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394