________________
નં૦ ૯૬
શીલાદિત્ય ૭ માનાં અલીણાનાં તામ્રપત્રા.
શુ. સં. ૪૪૭ (૭૬૬-૬૭ ઈ. સ.) જ્યેષ્ઠ સુદ ૫
ખેડા અને ભરૂચના એસીસ્ટન્ટ ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર મિ. હરિવલ્લભે આ લેખ શેખી કાઢેલે છે. અને ડૉ. ખુલ્હરે પાતાના અક્ષરાન્તર તથા નેધ સાથે તે પ્રથમ ૧૮૭૮ માં ઈ. એ. વેા. ૭ ના પા. ૯ મે પ્રસિદ્ધ કર્યા હતા. મુંબઇ ઇલાકાના ખેડા ડિસ્ટ્રિકટના નડિઆદ તાલુકાના મુખ્ય શહેર નડિઆદની ઈશાને લગભગ ૧૪ મૈલ ઉપર આવેલા અલીના અગર અલીણા નામના ગામડાની નજીકમાં મળી આવેલાં કેટલાંક તામ્રપત્ર પર આ લેખ છે. પ્રથમ જોવામાં આવ્યાં ત્યારે આ તામ્રપત્રા અલીણામાં એક વેપારીની દુકાનમાં પડ્યાં હતાં. હાલ તે લંડનની રાયલ એશિયાટિક સેાસાયટીના તામામાં ડૉ. ખુલ્ડરે ભેટ તરીકે આપવાથી પડયાં છે.
આ એક બાજુએ લખેલાં એ પતરાંઓ છે. પહેલું લગભગ ૧-૨}×૧–?' માપનું છે. બીજું જરા વાંકુંચું અને લગભગ ૧૩?” × ૧-૦‰”નું છે. લખાણુના રક્ષણ માટે કાંઠા જરા કાતરેલા ભાગ કરતાં જાડા છે. પરંતુ કાટને લીધે પતરાં જીર્ણ થઈ ગયાં છે અને કેટલેક સ્થળે કાટના થરને લીધે અક્ષરા એટલા ખરામ થઈ ગયા છે કે શિલાછાપમાં દેખાતા નથી. એકંદરે લેખ મૂળ પતરાં ઉપર વાંચી શકાય છે. ખાસ ઈજા પામેલેા ભાગ બીજા પતરાના જમણા ખૂણુા ઉપરના છે. પતરાં આ જાડાં અને મજબૂત છે. અને અક્ષરા ઉંડા કાતરેલા છે, તેપણુ પાછળની ખાજુએ દેખાતા નથી. જે ભાગા ઈજા પામેલા નથી તે ઉપરથી જણાય છે કે કાતરકામ સારૂં' કરેલું છે. પણુ અક્ષરાની અંદરની ખાજીપરથી કેાતરનારનાં એજારાની નીશાની હમ્મેશ મુખ દેખાઇ આવે છે.. પહેલા પતરાની નીચે અને ખીજાની ઉપર એ કડીઓનાં કાણાં છે. પણ મુદ્રાવાળી અને બીજી એ બન્ને કડી મળી આવતી નથી. અને પતરાંઓનું વજન ૧૭ પૌંડ ૩ઙ્ગ” ઔંસ છે. ક્ષરાનું માપ ટ્રે” અને ૐ” વચ્ચે છે.
શીલાદિત્ય ૭ માના આ લેખ છે. તેના ઈલ્કાખ વલભીના રાજવંશના ધૂભટર’ એટલે, ધ્રુવભટ પણ હતા. તેમાં લખેલું શાસન આનંદપુર ગામમાંના મુકામમાંથી કાઢેલું છે. તેના ઉપરની તારીખ શબ્દ અને અંક બન્નેમાં આપેલી છે. સંવત્ ૪૪૭ ઈ. સ. ૭૬૬-૬૭ )ના જ્યેષ્ઠ ( મેન્જીન ) શુદ્ધ ૫ ના લેખ છે. તે કેઇ પણ પંથના નથી. તેના હેતુ ફક્ત શીલાહિત્ય ૭ માએ પેાતે એક બ્રાહ્મણને પંચ મહાયજ્ઞની ક્રિયા ચાલુ રાખવા માટે મહિલખલી અથવા મહિલામલી નામનું ગામડું' જે ખેટક આહારમાં ઉપલહે પથક માં આવેલું છે તેના દાનના નાંધ કરવાના છે. આમાં લખેલાં સ્થળામાં ખેટક તે હાલનું ખેડાપ છે. ઉપલહે તે ખેડાથી પૂર્વમાં ૩૫ મૈલ પર ઠાસરા તાલુકાનું હાલનું ઉપલેટ અથવા ઉપલેટા લાગે છે. અને આનંદપુર ખેડાથી અગ્નિકાણુમાં લગભગ ૨૧ શૈલ પર આનંદ તાલુકાનું હાલનું આનંદ હાવું જોઈએ.
૧ કે. ઈ. ઇં. વા. ૩ પા, ૧૭૧–૧૭૩ ડૉ. લીટ. ૨ ઈ. એ. વા. ૭ પા. ૮૦ મે ડૉ, ખુલરે બતાવ્યું છે તે પ્રમાણે આપ્યુ અને ખર્`નામ ધ્રુવટ છે. ધ્રુવને બદલે 、ટુંકું રૂપ ગુજરાતીમાં અત્યારે પણ વપરાય છે. અનાજમાંથી રાજ ભાગ વસુલ થાય તેથી ઉપર દેખરેખ રાખવાની તેની ફરજ ગણાય છે. ૩ સ્થળવાચક શબ્દ છે, જેવા અર્થ હજુ નિશ્ચિત થયા નથી. પથિનને, પથની સાથે તેના સંબધ સંભવે છે.જ આ પણ સ્થળવાચક શબ્દ છે, જેના અર્થ મુકરર થયા નથી. ઇં. એ. વા. ૭ પા. ૭૨ મે ધરસેન ખીજાનુ અલીણાનું તામ્રપત્ર છે તેની લીટી ૨૫ મે પ્લેટળાહારવિષયે લખેલ છે તે ઉપસ્થી સમજાય છે કે “આહાર” અને “વિષય”ના અર્ધાં એક જ હોવા જોઈએ. તેજ અના ખીન્ને શબ્દ આતરણી ઈ. એ. વા. ૬ પા, ૧૨ મે ધરસેન ખીજાનાં વલલીના તામ્રપત્રમાં આપેલ છે અને હસ્તવપ્ર આહરણી અને આહાર એ બન્ને પ્રયાગા જોવામાં આવેછે. ૫ અક્ષાંશ ૨° ૪૪, ૩. અને રેખાંશ ૭૨° ૪૪, ૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com