________________
નં. ૮૨ શીલાદિત્ય ૩ જાનાં લુસડીનાં તામ્રપત્રો
સંવત્ ૩૫૦ ફાલ્ગન વદિ ૩ (ઈ. સ. ૬૯-૭૦). નીચે આપેલા દાનની છાપ પ્રોફેસર ખુહુરે ઉપરના બીજા પ્રસિદ્ધકર્તાને આપી હતી. છે. બહારને આ છાપ મી. વજેશંકર, જી. ઓઝા તરફથી દેવનાગરી પ્રતિલેખ તથા થોડી ગજરાતીમાં લખેલી ટીકા સહિત આપવામાં આવી હતી. કાઠિવાડના ગોહિલવાડ પ્રાંતના મહુવા પરગણામાં લસડી ગામમાં એક બ્રાહ્મણના ઘરમાં ગાય બાંધવાના ખીલા ખેડવા કરેલા ખાડામાંથી આને મૂળ લેખ મળી આવ્યે હતે.
આ લેખ બે તામ્રપત્રોની અંદરની બાજુમાં કતરેલો છે. આ પતરાંઓ, પહેલા પતરાના નીચેના ભાગમાંથી અને બીજા પતરાના ઉપરના ભાગમાંથી પસાર કરેલી, બે કડીઓથી જડેલાં છે.
[ મી. વજેશંકરે કૃપા કરીને મૂળ પતરાંઓ મને તપાસવા માટે મોકલ્યાં હતાં. તે આ શરે ૧૫ ઈંચ પહળાં અને ૧૩ ઇંચ ઉંચાં છે. બેમાંની એક કડી સાદી અને રેણુ દીધા વગરની છે. બીજી કડી જે ત્રાંબાના મોટા કકડાની બનેલી છે, પરંતુ હાલ કાપી નાંખી છે તેના છેડા સામસામા વાળી દીધેલા છે, અને તે એક મેટી સુરક્ષિત મુદ્રા વડે જોડેલા છે. આના ઉપર ઉપસાવેલી એક લંબગોળાકતિની સપાટી ઉપર એક બાજોઠ ઉપર જમણી તરફ મુખ રાખી એ નદી કતરેલો છે. તેની નીચે વલભી લિપિમાં મટક લેખ છે. પતરાં બહ જાડાં ન હોવાથી તથા કતરકામ ઊંડું હોવાથી ઘણા અક્ષર પતરાંની પાછળ દેખાય છે, ૪૨ થી ૪૯ મી પંક્તિઓ બીન સફાઈદાર રીતે કાતરેલી છે. તેમાં ઘણું અક્ષરે ટપકાટપકાવાળી પંક્તિ. ઓથી બતાવ્યા છે. બન્ને પતરાંનું વજન ૧૦} પડ; હાની કડીનું ૫ ઑસ, મુદ્રાવાળ કડીનું ૨ પૌંડ ૭ ઑસ છે, કુલ વજન ૧૩ પૌંડ છે. મૂળ પતરાં મેં સાફ કર્યું છે. અને પ્રતિલેખમાં મારી છાપ પ્રમાણે સુધારો કર્યો છે.ઇ. એચ. ]
અક્ષરોના કદમાં બહુ ફેર છે. વચ્ચેના અક્ષરો આદિ અને અંતના કરતાં લગભગ બમણું મેટા છે. લિપિ દક્ષિણ તરફના મૂળાક્ષરોની છે, અને વલભીનાં પ્રસિદ્ધ થયેલાં બીજાં દાનપત્રને મળતી આવે છે.
આ દાનપત્ર “ખેટકમાં નાંખેલી વિજયી છાવણમાંથી ” જાહેર થયું હતું. આ ખેટક તે હાલન ખેડા, જ્યાંથી ઘણાં દાન અપાયાં છે તે છે. તેમાં શીલાદિત્ય ૩ જા સુધીના વલભી રાજાઓની હંમેશની વંશાવળી આપી છે. બે વર્ષ પહેલાંના એક બીજા લેખ મજબ, આમાં પણ માહેશ્વર શિવાય બીજું સમ્રાટનું વિશેષણ લગાડેલું નથી. દાનનું ભાષાન્તર નીચે આપ્યું છે. દ્વીપ, એટલે પોર્ટુગીઝ લોકોના હાલના દીવના રહીશ ચતુર્વેદિન બે બ્રાહ્મણબંધુઓને આ દાન આપ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સોરઠમાં આવેલાં દેસેનક ગામમાં જમીનના ત્રણ ટુકડા તથા એક તળાવ તેઓને દાનમાં આપ્યાં હતાં. સીમાના વર્ણનમાં નીચેનાં ભૌગોલિક સ્થળોનાં નામ આવે છે? (૧) મધુમતી નદી, એટલે નિકાલની ખાડી (વિ.જી.ઓ.](૨) શિવત્રાજજનું ગામડું હાલનું સમા [વિ. જી. ઓ.]; (૩)મલ તળાવ, એટલે જીર્ણ થયેલું હાલ કેસન્મલ કહેવાતું તળાવ (વિ.
જી. એ. ] (૪)માણેજિકા નદી એટલે હાલ સૂકાઈ ગયેલો માલન(?)નો પટ [વિ. જી. એ.] A દતક, રાજપુત્ર ધુવસેને શીલાદિત્ય ૩ જાનું એક બીજું દાનપત્ર પણ અમલમાં આપ્યું હતું. લેખક શ્રીમદ્ અનહિલે ઉપર જણાવેલું બીજું દાનપત્ર પણ લખ્યું હતું, તથા ખરગ્રહ ૨ જા તથા ધ્રુવસેન ૩જા પાસે સેવા કરી હતી. તારીખ, [ગુસ–] સંવતુ ૩૫૦ એટલે ઈ. સ. ૬૬-૬૭૦ના ફાગુન વદિ ૩ની છે.
૧ એ. ઈ. વો. ૪ પા. ૭૪ વજેશંકર છે. ઓઝા તથા થી. વૉ. સ્ટાર્બાસ્કેઈ ૨ ( છે. એ. વા. ૧ પા.૩૦૫) ૩ ઈ. એ. વ. ૧૧ પા. ૩૦૯ ૪ ઈ. એ. વ. ૭ પા. ૭૬ અને એ, ઈ. વ. ૧ પા. ૮૫
૬૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com