________________
२५८
गुजरातमा ऐतिहासिक लेख
આપેલી ભૂમિ ન કરી, ભૂમિચ્છિદ્રના ન્યાયથી, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીએ અને પર્વતા ના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્ર, અને વંશજોના યેાગ્ય ઉપભાગ માટે પાણીના અધ્યેથી મેં આપ્યું છે. આથી તે ધર્મદાન અનુસાર ઉપલેાગ કરે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સાંપે, તે કોઈએ તેને પ્રતિબંધ કરવા નહીં. અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ ઐશ્વર્ય ચંચળ છે, જીવિત અસ્થિર છે, અને ભૂમિદાનનું મૂળ સર્વને સામાન્ય છે એમ માનીને આ અમારા ધર્મેદાનને અનુમતિ આપવી. કહ્યું છે કે સગર આદિ ઘણા નૃપાએ પૃથ્વીના ઉપભાગ કર્યાં છે પણ જે સમયે જે ભૂમિતિ હાય તેને તે સમયનું ફળ છે. આરેાગેલા અન્ન અને તેથી નિર્માલ્ય ( માલ વિનાનું, પુન: રીલેવા જેવું નહિ તે) સમાન દાનમાં આપેલું ધન કયે! સુજન દારિદ્રથી પીડાઈ પુનઃ લઈ લેશે ? ભૂમિનું ધર્મદાન કરનાર ૬૦,૦૦૦ વર્ષે સ્વર્ગમાં વસે છે. પણ તે હરી લે કે હરી લેવા દે છે તે તેટલાં જ વર્ષે નર્કમાં વાસ કરે છે. આમાં દૂતક રાજપુત્ર ખરગ્રહ છે. આ વિપતિ શ્રોહરધન, સેનાપતિ ખષ્પ-ભેાજિકના પુત્રથી લખાયું છે. સં. ૩૭૫ જેષ્ટ વિ. ૫. આ મારા સ્વહસ્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com