________________
નં. ૮૪ શીલાદિત્ય ૩ જાનાં તામ્રપત્રો
[ ગુપ્ત ] સંવત્ ૩૫૬ ૪ ૭ (?) શીલાદિત્ય ૩ જાનાં સં. ૩૫૬ નાં આ બે પતરાં, જેના ઉપરથી આ લેખ લખ્યો છે, તે જૂદી જૂદી જગ્યાઓમાં સાચવેલાં હતાં. પહેલું રાજકોટના વોટસન મ્યુઝીયમમાં અને બીજું ભાવનગરના બારટન મ્યુઝીયમમાં રાખ્યું હતું. તેઓનાં માપ, ત્રાંબાની કડીઓનાં કાણાં વચ્ચેનું અંતર, તેના અક્ષરે, તથા પહેલા પતરાને અંતભાગ અને બીજાને શરૂવાતને ભાગ વિગેરે ઉપરથી મને લાગે છે કે આ બંને પતરાં એક જ દાનપત્રનાં છે.
પહેલા પતરા વિષે મળી આવતી હકીક્ત ફક્ત એટલી જ છે કે, તે રાજકોટના મ્યુઝીયમમાં છેલ્લાં ૨૮ વર્ષ થયાં, તે સ્થપાયું ત્યારથી, રાખવામાં આવ્યું છે. અને તે ડેટસન મ્યુઝીયમ માટે ખરીદેલા માછ કર્નલ વેટસનના સંગ્રહમાં હતું. બારટન મ્યુઝીયમને બીજું પતરું કેવી રીતે મળ્યું તે વિશે કંઈ જણાયું નથી. પહેલું પતરું સુરક્ષિત નથી. તે બહુ પાતળું અને બરંડ છે, અને તેની સપાટીમાં થોડાં નાનાં મોટાં કાણુઓ છે. અક્ષરો પણ બગડી ગયા છે. પરંતુ લગભગ બધા વાંચી શકાય છે. બીજું પતરૂં વધારે સુરક્ષિત સ્થિતિમાં છે. તેના કાંઠા ઉપર જરા નુકશાન થવાથી દરેક પંક્તિના એક એ અક્ષરો નાશ પામ્યા છે. કાટને કઠણ થર જામી જવાથી ૧ બાજુના કેટલાક અક્ષરે ઓળખવાનું મુશ્કેલ થઈ પડયું છે. છેલ્લી પંક્તિનો ભાગ બહુ જ બરડ થઈ ગયું છે. સુભાગ્યે તારીખ મોજુદ છે.
દરેક પતરૂં ૧૮”x૧ર” ના માપનું છે. બીજું પતરું જે વધારે સુરક્ષિત સ્થિતિમાં છે, તે ઉપરથી જણાય છે કે અક્ષરે બહુ સુંદર રીતે છેતર્યા છે, પરંતુ લેખમાં જોડણીની ભૂલ પુષ્કળ છે. દાખલા તરીકે હસ્વ અને દીર્ધસ્વરેને લેપ અગર ખેટે ઉપગ માલુમ પડે છે.
આ દાન શીલાદિત્ય ૩ જાએ આપેલું છે. તેનું તથા તેના પહેલાંના રાજાઓનું પ્રાસ્તાવિક વર્ણન તેનાં વળાનાં બીજાં દાને મુજબ છે.
વલભીમાં ડુહા-વિહારની સીમા ઉપર આવેલા કુકકુરાણક ગામના આચાર્ય ભિક્ષુ વિમલગુખે બંધાવેલા બૌદ્ધ મઠને દાન આપ્યું છે. એમ કહી શકાય કે ભિક્ષુ વિમલગુણ અને જે ગામને તે રહીશ હતે તે ગામ, બન્નેનાં નામે સંવત્ ૪૧૩ નાં અન્ય દાનપત્રમાં જે પ્રસિદ્ધ થયું છે તેમાં આપેલાં છે.
(પ્રાંત)માં આવેલું કસક નામનું ગામ વિહારને આપ્યું હતું. જે પ્રદેશ( સ્થલી)માં તે આવ્યું હતું તેના નામવાળો ભાગ બહુ નુકશાન પામેલ છે.
આ દાનને હેતુ આવાં બોદ્ધ દાનને હમેશ મુજબને જ છે, જેમકે, બૌદ્ધોની પૂજાની સગવડ કરવી, તથા વિહારમાં વસતા લેકે માટે જરૂરી ખર્ચ કરવું વિગેરે.
આ દાનપત્રને અમલ કરનાર દંતક રાજકુમાર ખરગ્રહ હતો અને લેખક, સંધિવિગ્રહના મંત્રિ દિવિરપતિ દલટને પુત્ર દિવિરપતિ અણહિલ હતો. આ બને અધિકારીઓનાં નામ આ રાજાનાં બીજાં દાનમાં છે.
આ દાનની તારીખ સં. ૩૫૬ નવી છે. અને તે આ રાજાની મળી આવેલી મોડામાં મોડી તારીખોમાંની એક છે.
૧ જ.
. ભા . એ. સ. . સી. વિ. ૧ પા.૫૭ ડી. બી. દિકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com