________________
નં. ૭૯ શીલાદિત્ય ૩ જાનાં પતરાંઓ
[ ગુસ-] સંવત ૩૪૬ નાં આ બે પતરાં છે. તે દરેકનું માપ “૧૩૩ ૪ ૧૧” છે. અને એક જ બાજુએ લખેલાં છે. પહેલા પતરામાં ૩૧ અને બીજામાં ૩૨ પંક્તિઓ લખેલી છે. ૬૩ મી લીટીમાં તારીખ આપી છે. તેમાં ૩૦૦, ૪૦, ૬ અને ૩ માટે ચિહ્નો છે.
આ દાનપત્ર એક “વિજયી છાવણીમાંથી જાહેર થયું છે. પરંતુ ગામનું નામ વાંચી શકાતું નથી. દાન આપનાર વલભીના મૈત્રક વંશનો શીલાદિત્ય ( ૩ જો ) છે. દાન મેળવનાર યજ્ઞના નામથી ઓળખાતે યજ્ઞદર છે. તે આનંદપુર છોડીને તે વખતે વલભીમાં રહેતો હતો. તે શ્રીધરદત્તને પુત્ર, છન્દગ મતને શિષ્ય, ગાગ્યે-ત્રને ચતુર્વેદિન્ હતો. બે વાવ સહિત બે ખેતરે દાનમાં આપ્યાં હતાં
તારીખ ઈ. સ. દા ને મળતા | ગુપ્ત વલભી સંવનાં ] વર્ષ ૩૪૬ના માર્ગશીર્ષ વદિ ૩ ની છે. દૂતક રાજપુત્ર ધ્રુવસેન છે. અને લેખક દિવિરપતિ સ્કંદભટને પુત્ર દિવિરપતિ શ્રીમદ્ અનહિલ છે.
૧ જ. છે. બ્રાં. રો. એ. સે. યુ. સી. વ. ૧ પા. ૭૧
જી. વી. આચાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com