________________
નં. ૩૫
વલભી રાજા ગુહસેનના સમયના માટીના
ઘટના અવશેષ ઉપરનો લેખ
( સંવત ૨૪૭ ) વળાના દરબારમાં તરતમાં જ મળી આવેલ એક મેટા માટીના ઘટનો ભાગ મને બતાવવામાં આવ્યે હતું. તેના ઉપર નીચે પ્રમાણે વલભી લિપિમાં લખેલો લેખ હતે. તે લિપિની પ્રતિકૃતિ નીચે આપી છે :
अक्षरान्तर
. . ૨૦૦] ૪૦ ૭ ધી ગુનઃ ઘટ .. . . . પહેલે શબ્દ સુવિખ્યાત વલભી રાજા ગુહસેનનું નામ છે, જેનાં કેટલાંક દાનપત્ર સંવત ૨૪૬,૨૪૭ અને ૨૮ નાં છે. બીજા શબ્દથી ઘટની જ સૂચના સાફ રીતે જણાય છે. ઘટ પહે
લાંની સંધિ ભૂલાઈ ગઈ છે. વિધિનું ત્રીજું ચિહ્ન, ૭ માટેનું, સુરક્ષિત છે. તે પહેલાંનું ચિહ્ન - થોડું નાશ પામ્યું છે. આ ચિહ્ન કદાચ ૨૦૦, અથવા ૧૦, ૨૦, ૩૦ અથવા ૪૦ હેવું જોઈએ કારણ કે ગુહસેનનું રાજ્ય ધ્રુવસેન ૧(૨૦૭ )ના સમય અને ધરસેન ૨ જા(૨પર)ને વહેલામાં વહેલા સમય વચ્ચે હતું. પંડિત ભગવાનલાલ ઇંદરજીના પત્રક પરથી જાણી શકાય છે કે તે ચિહ્ન ૪૦ નું છે. તદ્દન નાશ પામેલું પહેલું ચિહ્ન ખરેખર ૨૦૦ છે.
ઈ. એ. વ. ૧૪ પા. ૭૫ ઈ. હુશે. વીએના,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com