________________
નં. ૫૩ શીલાદિત્ય ૧ લાનાં નવલખીમાંથી મળેલાં તામ્રપત્રો
સં. ૨૮૬ આષાઢ વ, ૮ મી. ડી. આર. ભાંડારકરે આપેલી શાહીની છાપ ઉપરથી આ લેખ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે,
જાનાગઢથી ૮-૧૦માઈલ છેટે આવેલા શાહપૂર પાસેના નવલખી ગામડામાંથી ઈ. સ. ૧૯૦૪૫ માં આ તામ્રપત્ર મળેલું છે. તે અત્યારે જૂનાગઢમાંના બહાદુરખાનજી મ્યુઝિયમમાં સુરક્ષિત છે. પતરાં બે છે અને દરેક એકેક બાજુએ કાતરેલું છે. ચારે બાજુના છેડા જડી કારના જેવા છે. પહેલા પતરાંમાં નીચે અને બીજામાં ઉપર બે કાણું છે તે ઉપરથી અનુમાન થાય છે કે જાડી કડીથી પતરાંમાં જડેલા હશે. કાણાં 3 ઈંચ પહોળાં છે અને લેખ કર્યા પહેલાં પાડવામાં આવેલાં લાગે છે. સીલ મળી નથી. પતરાંની લંબાઈ પહોળાઈ ૧૦. ૮ ઇં. અને ૯ ઇંચ છે. પહેલામાં ૨૧ અને બીજામાં ૧૫ પંક્તિ છે. અક્ષરનું સરેરાશ કદ ” ઈંચ છે. .
ગુસવતુ ર૯૦ ના રાજકેટ મ્યુજીયમમાંના ડે. બુલરે ઈ. એ. જે. ૯ પા. ૨૩૭ મે પ્રસિદ્ધ કરેલા પતરાની સાથે સરખાવતા આ દાનપત્રમાં બહુ જ ઓછી ભલા છે. અક્ષર દક્ષણના પશ્ચિમ વિભાગના જેવા છે.
ભટાર્કના વંશના શ્રીગુહસેનના પૌત્ર અને ધરસેનના પુત્ર શીલાદિત્ય ૧ લા ઉર્ફે ધર્માદિત્યને આ લેખ છે. તેની તિથિ સં. ૨૮૬ (ઈ. સ. ૬૦૫ )ના આષાઢ વદિ ૮ છે. આ દાનપત્રને દરેક રાજાના વર્ણનવાળો શરૂવાતનો ભાગ ઉપર વર્ણવેલા સં. ૨૯૦ ના દાનપત્રની સાથે મળતો આવે છે. તેની સરખામણી ઉપરથી જણાય છે કે મૂળપુરૂષ ભટાકર્ક અને આમાંના રાજાના દાદા ગુહસેન્ વચ્ચેના રાજાઓનું વર્ણન શીલાદિત્યે પ્રથમે છોડી દીધું અને ત્યાર પછીનાં બધાં તામ્રપત્રોમાંથી તે વર્ણન બાતલ કરવામાં આવ્યું છે.
વટનગરની હદમાં આવેલા ભેડાનક ગામનું દાન આપ્યાની હકીક્ત આ દાનપત્રમાં છે. આ વટનગર તે વડોદરા રાજ્યમાંનું વડનગર હશે કે ડે. બુલરે કયું છે તેમ વડોદ્રા હશે તે હું ખાતરીથી કહી શકતો નથી. કોઈ પણ પ્રકારે ગામ ઓળખી શકાતું નથી. સંગપુરી જે કદાચ જૂનાગઢ પાસેનું શહાપૂર હોય. ત્યાંથી નીકળેલા ૪૩ બ્રાહ્મણને દાન આપેલું છે. કદાય આ દાનથી જ ત્યાં આવીને વસવા માટે લલચાવ્યા હોય એવો સંભવ છે.
બ્રાહ્મણનાં નામ વિચિત્ર છે. કેટલાંક નામ એડખ જેવાં અગર ગોત્રના નામ જેવાં છે, જ્યારે બાકીનાં સ્પષ્ટ વ્યક્તિનાં નામ છેબપસ્વામી તૈલંગૂ બ્રાહ્મણના જેવું લાગે છે, કેટલાંક નામ સંરકૃતનાં પ્રાકૃત રૂપમાં જ છે; જેવાં કે ક૬નું ખણ્ડ, સિંહનું સીહ, નર્તકનું નટ્ટક, ગોપશમનું દેવશર્મા અને ભર્તુમાંથી ભક્ટિ થએવું લાગે છે. આ એવું નામ ભદ્રિકાવ્યના કર્તાને હાઈ પરિચિત છે. બીજું કેટલાંક નામેાનાં મૂળ સ્વરૂપ કલ્પી શકાતાં નથી. વત્સ અત્યારે પણ ગોત્રનું નામ છે, કેટલાંક નામો જેવા કે દ્રોણ, ભટ્ટિ, અદિત્ય ભદ્ર એક કરતાં વધારે નાં નામે ગણાવ્યાં છે તેથી તે જ નામ બીજી વાર આવે છે ત્યારે તેથી પહેલાં દ્વિ, ત્રિ, ઇત્યાદિ લખેલાં છે. આને અર્થ બીજો ત્રીજો એમ થ જોઈએ,
દાનપત્રમાં નીચેના અધિકારીઓનાં નામ છે : આયુક્તક, વિનિયુક્તક, દ્વારિક, મહત્તર, ચાટ, ભટ, કુમારામાત્ય વિગેરે. દાનના ગામ સાથે નીચેનાં વિશેષ લગાડેલાં છે: સેદ્રઃ પરિકરઃ સવંતભૂતપ્રત્યાય સધા હિરણ્યાદેયઃ સદશાપરાધઃ સે-પદ્યમાનવિષ્ટિઃ અહસ્તપ્રક્ષેપણુય: અને ભૂમિછિદ્રન્યાયેન.
પં. ૩૪ માં આપેલા દતક શબ્દને અર્થ દૂત એ કરવામાં આવે છે પણ કેટલીક વખતે રાજપત્રો દતક તરીકે આવે છે, તેથી એવું અનુમાન થાય છે કે તે મૃત અનુસાર દાનના સાક્ષી તરીકે રહનાર માટે અધિકારી હવે જઈએ. મનુસ્મૃતિ અ. ૭ પ્લે-૬૩–૫ માં તને રાજાના વિશ્વાસના પાત્ર મુખ્ય પ્રધાન તરીકે વર્ણગ્યા છે. તેની સલાહ લડાઈ તેમ જ સંધિ ઈત્યાદિ પ્રસંગે લેવામાં આવતી. ડે. ભાંડારકરે કર્યો છે તેમ તેને અથ ‘પ્રધાન ” અગર ” આધકારી” કરો જઇ એ. દિવાર૫ાત તે મુખ્ય કારકુન અગર મુખ્ય મંત્રી હોવા જોઈએ. ૧ એ.ઈ., ૧૧ પા.૧૭૪ . એચ. એમ. ભડકંકર ૨ આ બધાના અર્થ વિવેચન માટે અંતમાં આપેલ શબ્દકોશ જુબા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com