________________
गुजरातना ऐतिहासिक लेख
બીજું ખેતર કેાટીલ નામનું હતું અને તે બે પીઠક સાળ વાવી શકાય તેવડું હતું અને તે નગરકપથકમાં ( નગરની આસપાસના તાલુકામાં એટલે કે ખેડા તાલુકામાં ) દુહુદડુ ગામની સીમમાં હતું. તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વે મહત્તર ગેાલકનું આટીરમણુકેદાર નામનું ખેતર અને સખ્ખીલકનું ખણ્ડકેદાર નામનું ખેતર, દક્ષિણે જાઈ ણુપલ્લિ નામના ગામની સીમ, પશ્ચિમે ગુરુપલ્લિ ગામની સીમ અને ઉત્તરે આરલિકેદાર શમીકેદાર અને બે રાફડા હતા; તથા પૂર્વે સીમમાં દુહિકાના પાદરમાં ભૃષ્ટી આપેલી હતી. તેની સીમા નીચે મુજબ હતી. પૂર્વમાં કપિત્થાન્હન, દક્ષિણમાં વિશીણ્ણા નામનું કેદારિક પશ્ચિમમાં કપિન્થેાન્તની અને ઉત્તરમાં બ્રાહ્મણ વેરભટના બ્રહ્મય ક્ષેત્રની પહેલી બાજુની એ ઉત્ત્તની,
१९०
ભૃષ્ટી શબ્દને અર્થ હાલના હિંદી ભીટી અગર ભીટ શબ્દની માફ્ક તળાવ પાસેની ચઢી. યાતી જમીન એવા થવા જોઈએ. ઉત્ત્તનીનેા અર્થ પાણીનેા કુંડ અગર ખેતીવાડી માટે પાણીની નહેર હાવા જોઈએ. કેશમાં આપેલ શૂન્યવાટિકા તેના અર્થ આંહી થતા લાગતા નથી. દાનની શાશ્તામાં પૂર્વપ્રત્તદેવપ્રદ્મદેય પછી બ્રાહ્મણ વંશતિ એ શબ્દો ખાં દાનપત્રામાં મળતા નથી, તેથી ખાસ ધ્યાન ખેંચે તેવા છે.
ઈ. એ. વા. ૭ પા. ૭૩ મે આપેલા અલીણાના દાનપત્રમાં છે તેવી રીતે આંહી પણ દૂતક તરીકે રાજપુત્રી ભૂવા આપેલ છે. ધરસેનના દાનપત્રમાં રાજપુત્રી ભૃપા આપેલ છે. સંભવ છે કે આંહી પણ તે જ સ્ત્રી હાય અને ભૂપા તે ભૂવાને બદલે ભૂલથી લખાયું હાય.
આ લેખની તિથિ સંવત્ ખાસ ઉપયેગી છે. છેલ્લી પંક્તિમાં સં. ૩૩૦ દ્વિ. માઙ્ગશિર સુ.૨ એમ આપેલ છે. આમાં આપેલ અધિક માર્ગશિર માસથી આ વલભી દાનપત્રાના સંવત્ કયારે શરૂ થયા તે નિશ્ચિત થઈ શકે છે. અત્યારે જો કે માર્ગશીર્ષ, પૌષ અને માઘ માસ અધિક આવી શકતા નથી, પણ નેપાલના એક શિલાલેખમાં મી. સી. એન્ડેલે નેપાલમાંની મુસાફ઼ી નામના પુસ્તકમાં બતાવ્યા મુજબ પ્રથમ પૌષ મળેલે છે. તે ઉપરથી એમ અનુમાન થાય છે કે તે સમયે તે મહિનાઓ અધિક થઈ શકે છે. આ લેખથી આ પ્રમાણે સમર્થન મળ્યાથી અત્યાર સુધીની ત્રણે જુદી જુદી ગણત્રીની સાથે વિએનાના ડો. સ્ક્રમ પાસે ૨જી કરવામાં આવી. જનરલ કનીંગહેમ પ્રમાણે ૧૬૭ ઈ. સ. થી આ વર્ષ શરૂ થાય છે. સર ઈ. સી. બેઈલી પ્રમાણે ૧૯૦ ઈ. સ. થી શરૂ થાય છે અને એની પ્રમાણે ૩૧૯ ઇ. સ. થી શરૂ થાય છે. આ ત્રણે ગણુત્રો પ્રમાણે આ સંવત્ ૩૩૦ ખરાખર ઇ. સ. ૪૯૬-૪૯૮ ઇ. સ. ૫૧૯–પર૧ અને ઈ. સ. ૬૪૮-૬૫૦ પૈકી કઈ સાલમાં માર્ગશિર અધિક હતા તે તપાસ કરતાં માર્ગશીર્ષ અધિક માસ માત્ર ૬૪૮ ઈ. સ. માં જ મળે છે અને તેથી ૩૧૯ ઈ. સ. પહેલાં આ સંવતની શરૂવાત ખીલકુલ અસંભવિત થઈ જાય છે, એટલે કે આ ગુપ્ત વલભી સંવત્ ઇ. સ ૩૧૯ થી શરૂ થાય છે તે સિદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com